google.com, newstruggle : Cyclogenesis Alert: બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ—ગુજરાત પર અસર થશે?

ગુરુવાર, 20 નવેમ્બર, 2025

Cyclogenesis Alert: બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ—ગુજરાત પર અસર થશે?

 આજે ગુજરાતમાં નલિયામાં ૧૦.૫°C, અમરેલીમાં ૧૧.૨°C, જ્યારે ગાંધીનગર અને જુનાગઢમાં ૧૨°C, રાજકોટ, પોરબંદર અને કેશોદમાં ૧૩°C તેમજ અમદાવાદ અને વડોદરામાં ૧૪°C તાપમાન નોંધાયું હતું. સવારે રાજ્યભરમાં કડકડતી ઠંડી યથાવત રહી હતી જ્યારે બપોરે તાપમાન ૩૦°C આસપાસ રહ્યું હતું.



આ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ૨૨ નવેમ્બર આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ લૉ પ્રેશર તરીકે વિકસવાની તથા ત્યારબાદ ચાર દિવસમાં તે ડીપ્રેશન (સાયક્લોજીનેસિસ—વાવાઝોડાની શરૂઆતની અવસ્થા)માં ફેરવાય તેવી પ્રબળ શક્યતા મોસમ વિભાગે વ્યક્ત કરી છે.


ગુજરાત પર અસર તીવ્રતા અને દિશા પર નિર્ભર


થોડા સમય પહેલાં ગુજરાતમાં કમોસમી ધોધમાર માવઠું વરસાવનાર સિસ્ટમ પણ બંગાળની ખાડી તરફથી જ આવી હતી. આ નવી સિસ્ટમની રાજ્ય પર શું અસર પડશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. મોસમ વિભાગ મુજબ ૨૪ નવેમ્બર આસપાસ આ સિસ્ટમ ડીપ્રેશનમાં ફેરવાશે અને વધુ શક્તિશાળી બનીને ૨૬ નવેમ્બર આસપાસ પશ્ચિમ અથવા ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ ધસે તો રાજ્યમાં હવામાનમાં પલટો આવી શકે છે.


બીજી તરફ, હાલમાં અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક લૉ પ્રેશર સક્રિય છે અને વાદળોની જમાવટ જોવા મળી રહી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન તમિલનાડુ, કેરળ અને નજીકના ટાપુઓમાં વ્યાપક વરસાદની આગાહી છે, જોકે આ લૉ પ્રેશર વધુ શક્તિશાળી બનવાની શક્યતા નથી.


તાપમાનમાં થોડો વધારો


ગુજરાત માટે મોસમ વિભાગે આગામી ચાર દિવસમાં સવારના તાપમાનમાં ૨થી ૩°C જેટલો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ પશ્ચિમ ભારત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં કોલ્ડવેવનું પૂર્વાનુમાન છે. આજે ગુજરાતમાં પવન મુખ્યત્વે પૂર્વ દિશાના

 રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી: