બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સેન્યાર સર્જાતા હવામાન વિભાગે 25 થી 29 નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. તટીય વિસ્તારોને અલર્ટ, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ અને પવનની ગતિમાં ભારે વધારો થવાની શક્યતા.
પ્રતિ કલાક ૬૫થી ૧૦૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાવા સાથે મુશળધાર વરસાદ થશે!હાલમાં મુખ્ય જમીનીવિસ્તારથી વાવાઝોડું ૧૦૦૦કિ.મી. દૂર છે.
ભારતીય હવામાન વિભાગે બુલેટિનમાં જણાવ્યું છે કે મલેશિયા અને તેને અડીને આવેલી મલક્કા ખાડી વિસ્તારમાં હવાનું દબાણ સતત ઘટી રહ્યું છે. તેને કારણે આકાર લઈ રહેલું ચક્રવાતી વાવાઝોડું ધીરે ધીરે બંગાળના ઉપસાગર વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે કોમોરિન અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાની આસપાસના વિસ્તારોમાં ૨૫ નવેમ્બહરની આસપાસ તેને કારણે હવાનું ઓછું દબાણ ધરાવતો વિસ્તાર આકાર લેવાની સંભાવના છે. આકાર લઇ રહેલી આ સિસ્ટમ ૨૬ નવેમ્બરની આસપાસ ચક્રવાત સેન્યારનું રૂપ લઈ શકે છે. તેને કારણે આંદામાનથી માંડીને ઓડિશાના સમુદ્ર વિસ્તારોમાં ૨૫ થી ૨૯ નવેમ્બર વચ્ચે ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાતી વાવાઝોડાને કારણે આંદામાન નિકોબાર ટાપુઓ પર ૨૫-૨૯ નવેમ્બર દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. તામિલનાડુમાં ૨૫-૨૭નવેમ્બર તો કેરળમાં ૨૪-૨૬ તારીખે ભારે વરસાદ થવાની સંભાવના છે. આંધ્રના કાંઠા વિસ્તારમાં ૨૯ નવેમ્બરે ભારે વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન પ્રતિ કલાક ૬૫ થી ૧૦૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફુંકાવા સાથે મુશળધાર વરસાદ થઈ શકે છે. વિભાગના જણાવ્યા મુજબ આ સિસ્ટમ મલક્કા અને દક્ષિણ આંદામાન સાગર વચ્ચે સક્રીય છે. ધીરે ધીરે ચક્રવાતી સિસ્ટમ બંગાળના અખાત તરફ આગળ વધશે. સિસ્ટમ હાલમાં મુખ્ય જમીની વિસ્તારથી ૧૦૦૦ કિ.મી. દૂર છે.
મંગળવારે હવાના ઓછા દબાણવાળું એક નવું ક્ષેત્ર આકાર પામે તેવી પણ સંભાવના છે. તેને કારણે ઉત્તર-પુર્વનું ચોમાસુ વધુ સક્રીય થવાની સંભાવના છે. દક્ષિણ-પુર્વ અરબ સાગરમાં પણ હવાના ઓછા દબાણની સ્થિતી આકાર પામશે. તેને પગલે દક્ષિણના રાજ્યોમાં આવનારા થોડા દિવસોમાં ભારે વરસાદ થઈ શકે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો