google.com, newstruggle : ઉત્તરથી દક્ષિણ સુધીનુંભારતકુદરતના સકંજામાં આવી ગયા ! બરફ વર્ષાથી લઈને વરસાદ બંગાળ, અરુણાચલ, ઝારખંડના અનેકહિસ્સામાં આગામી ૨૪ કલાકમાં વરસાદની આગાહી

રવિવાર, 2 નવેમ્બર, 2025

ઉત્તરથી દક્ષિણ સુધીનુંભારતકુદરતના સકંજામાં આવી ગયા ! બરફ વર્ષાથી લઈને વરસાદ બંગાળ, અરુણાચલ, ઝારખંડના અનેકહિસ્સામાં આગામી ૨૪ કલાકમાં વરસાદની આગાહી

 ભારત અને ચીનની સરહદ નજીકના વિસ્તારોમાં શુક્રવારે ભારે બરફવર્ષા નોંધાઈ હતી. તેને પગલે સંપૂર્ણ સિક્કિમમાં તાપમાનમાં જોરદાર ઘટાડો થયો છે. અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્યની નીચે જતું રહ્યું છે અને તેને કારણે જનજીવન પર પણ અસર થઈ છે. નાથુલા, કુપુપ વ સોમ્ગો(ચાંગુ) સરોવર અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર બરફ વર્ષા નોંધાઈ છે. હવામાન ખાતાએ



સિક્કિમમાં આગામી ૨૪ કલાકમાં હવામાન વધારે ખરાબ થવાનું રેડ એલર્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓને ઊંચાઈ ધરાવતાં વિસ્તારોમાં પ્રવાસ નહીં કરવાની સલાહ આપવામાં આવી છે. સડકો પર જામેલા બરફને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. 

બીજી તરફ ચક્રવાત મોન્થાના પ્રભાવના કારણે થયેલાં ભારે વરસાદે તેલંગાણામાં તબાહી મચાવી છે. રાજ્યના વિભિન્ન ભાગોમાં વરસાદના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં છ લોકોનાં મોત થયાં છે. હવામાન ખાતાએ બંગાળ, અરુણાચલપ્રદેશ, ઝારખંડના અનેક હિસ્સામાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આંધ્રપ્રદેશમાં તોફાન મોન્થાએ રાજ્યની વીજળી વ્યવસ્થાને ભારે નુકસાન કર્યું છે. અહેવાલો અનુસાર તોફાનના કારણે લગભગ ૧૩,૦૦૦ જેટલા વીજળીના થાંભલા, ૩,૦૦૦ કિલોમીટર જેટલા વીજળીના તાર અને ૩,૦૦૦ ટ્રાન્સફોર્મર ક્ષતિગસ્ત થઈ ગયાં છે.


અરુણાચલપ્રદેશમાં શનિવાર સવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો.


બંગાળ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર!


ચક્રવાત મોન્થાની અસરના કારણે ઉત્તર બંગાળના અનેક જિલ્લામાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ અને ગાજવીજની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આઈએમડીએ આ વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. હવામાન ખાતાએ અલિપુરદ્વાર, જલપાઇગુડી અને દાર્જિલિંગ માટે ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કર્યુ છે.


ટિપ્પણીઓ નથી: