રાજ્યમાં ફરી એકવાર ઉનાળાની ગરમીનો પ્રકોપ શરૂ થયો છે.      માત્ર બે જ દિવસમાં અમદાવાદ સહિત વિવિધ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો અઢીથી સાડા ચાર ડિગ્રી જેટલો ઊંચકાતા બપોરના ગરમી વધી છે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વિગતો મુજબ આજે શનિવારે રાજ્યના ૭ શહેરમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. સૌથી વધુ ૪૦.૪ ડિગ્રી તાપમાન સાથે મહુવા રાજ્યનું હોટેસ્ટ શહેર બન્યું છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ સાવ ઘટી ગયો હતો. ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં સતત વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને રાહત મળી હતી. પરંતુ બે દિવસથી સતત તાપમનનો પારો ઊંચકાઈ રહ્યો છે. અમદાવાદમાં બે દિવસ પહેલા મહત્તમ તાપમાન ૩૫.૭ ડિગ્રી નોંધાયું હતું જે આજે વધીને ૩૮.૧ ડિગ્રી થઈ ગયુ છે.