કેલેન્ડર ૨૦૨૩માં ૧૫ ટકાથી વધુ વળતર આપ્યાં પછી નવા વર્ષે પણ ગોલ્ડ સારુ વળતર દર્શાવે તેવી શક્યતાં  ઓ એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. તેમના મતે ઝડપથી બદલાઈ રહેલાં પરિબળો સોનાની તરફેણમાં જોવા મળી રહ્યાં છે. જેને જોતાં આગામી વર્ષે પીળી ધાતુ તેની નવી ટોચ દર્શાવે તેવી પ્રબળ શક્યતાં છે. જેમાં ફેર તરફથી રેટ કટ મહત્વની ભૂમિકા ભજવશે. એનાલિસ્ટ્સ માને છે કે જીઓપોલિટિકલ સ્થિતિ, ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો, વૈશ્વિક ગોથમાં નરમાઈ તથા અગણી અર્થતંત્રોમાં ચૂંટણીઓને લઈ અનિશ્ચિતતા જેવા પરિબળો ગોલ્ડ માટે પોઝિટિવ બની રહેશે. 

    બીજી બાજુ, ટોચની સેન્ટ્રલ બેંક્સ ગોલ્ડમાં સતત વિક્રમી ખરીદી કરી રહી છે. તેમનું એસેટ ડાયવર્સિફિકેશન લોંગ-ટર્મ ઘટના છે અને તે આગામી વર્ષોમાં ચાલુ રહી શકે છે. પીપલ્સ બેંક ઓફ ચાઈના ગોલ્ડની સૌથી મોટી ખરીદાર બની રહી છે. મધ્યસ્થ બેંકો ૧૩-વર્ષોથી ગોલ્ડમાં નેટ બાયર જોવા મળી છે. ડિસેમ્બર બેઠકમાં ફેડ ચેરમેને નવા કેલેન્ડરમાં ત્રણ રેટ કટના સંકેતો આપ્યાં હતાં. અલબત્ત, તે માટે ડેટા મહત્વનો બની રહેશે. જો બે રેટ કટ પણ થશે તો તે ગોલ્ડ માટે પોઝિટિવ ગણાશે. ડોલર ઈન્ડેક્સમાં છેલ્લાં બે સપ્તાહથી જોવા મળતો ઘટાડો વધુ નરમાઈના સંકેતો આપે છે. જેની પાછળ યુએસ બોન્ડ યિલ્ડ્સ વધુ ઘસાઈ શકે છે. તે પ ટકાની ટોચ પરથી ગગડી ૩.૮૫ ટકા પર ટ્રેડ થઈ રહ્યાં છે. આઈએમએફના મતે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાની શક્યતાં છે. જે ગોલ્ડમાં ફાળવણીને પ્રેરશે. મધ્ય-પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. જે પણ ગોલ્ડની સેફ- હેવન અપીલને પોરસી રહ્યો છે. 
 આ તમામ - કારણોને જોતાં ગોલ્ડ ૨૦૨૪માં રૂ. - ૭૨૦૦૦ પ્રતિ ૧૦ ગામની ટોચ દર્શાવી - શકે છે. જવારે ચાંદીમાં પણ રૂ. ૮૫૦૦૦- - ૮૮૦૦૦ પ્રતિ કિમાનો ટાર્ગેટ જણાય છે. • વૈશ્વિક બજારમાં ચાંદી ૨૬ ડોલરની સપાટી • પાર કરશે તો ૩૪ ડોલર સુધી ઉછળી શકે છે.

🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎👉👉👉🔎🔎

24 કેરેટ સોનાનો ભાવ,સોનાનો ભાવ આજે અમદાવાદ,1 તોલા સોનાનો ભાવ ગુજરાત.સિલ્વર નો આજનો ભાવ.1 તોલા સોનાનો ભાવ 2023.ચાંદી નો આજનો ભાવ દાહોદ.1 તોલા સોનાનો ભાવ.આજનો સોનાનો ભાવ 22 કેરેટ.આજનો સોનાનો ભાવ ગુજરાતમાં.ચાંદી નો આજનો ભાવ અમદાવાદ.10 ગ્રામ.સોનાના ભાવ.સોના નો આજનો ભાવ.