તમિલનાડુ માં ભારે વરસાદ થયો, સાત દિવસ ભા ઉરે થી અતિ ભારે વરસાદ ની શક્યતા.


 તા. ૧૭ તમિલનાડુના દક્ષિણ જિલ્લાઓમાં રવિવાર સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત તુતીકોરીન અને તેનકાસિન જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે સામાન્ય જનજીવને અસર થઇ છે. હવામાન વિભાગે તમિલનાડુના પૂર્વ દરિયાકાંઠાના વિસ્તારો અને મન્નારના એખાતમાં ચક્રવાત હવાઓની ચેતવણી આપી છે.
     ભારતીય હવામાન વિભાગના આગાહી મુજબ ૧૮ ડિસેમ્બરે તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થુથુકડી, રામનાથપુરમ, પૃદુકોટ્ટઈ અને તંજાવર જિલ્લાઓમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

૧૯ ડિસેમ્બરે તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થુથુકડી અને રામનાથપુરમ જિલ્લાઓમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે તમિલનાડુમાં કુલ સાત દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે.

આ દરમિયાન મુખ્યપ્રધાન એમ કે સ્ટાલીને થામિરબારાણી નદીમાં આવેલા પૂરના સંબંધમાં આ નદીમાંથી વધારાનું પાણી કન્નડિયન ચેનલમાં છોડવાના નિર્દેશ આપ્યા છે. તેમણે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત કામગીરી કરવા માટે પ્રધાનોને નિર્દેશ આપ્યા છે.રાહત કામગીરી માટે ચાર વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.  

બીજી તરફ હિમાચલ પ્રદેશમાં તીવ્ર ઠંડી પડી રહી છે. રાજ્યના  અનેક વિસ્તારોમા તાપમાન શૂન્યથી નીચે નોંધવામાં આવ્યું છે. કુલકુમસેરીમાં લઘુતમ તાપમાન માઇનસ ૭.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.
પંજાબ અને હરિયાણામાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પંજાબના અમૃતસરમાં લઘુતમ તાપમાન ૫.૬ ડિગ્રી સેલ્સિયસ
નોંધવામાં આવ્યું હતું જ્યારે હરિયાણાના હિસારમાં લઘુતમ તાપમાન ૬.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

દિલ્હીમાં આજે લઘુતમ તાપમાન ૯.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જો કે દિલ્હીમાં પ્રદૂષણ હજુ પણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. આજે બપોરે ૪ વાગ્યે એક્યુઆઇ ૩૩૧ નોંધવામાં આવ્યું હતું.

ઓડિશામાં પણ ઠંડી વધી રહી છે. ઓડિશામાં સૌથી ઓછું તાપમાન કંધમાલ જિલ્લાના ફુલબનીમાં નોંધવામાં આવ્યું છે. ત્યાં આજે લઘુતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.