જોવાલાયક સ્થળો 

પાલનપુર : - પ્રાચીન નામ – ‘પ્રહ્લાદનપુર’ 

આબુના શાસક પ્રહૂલાદન દેવ પરમારે પ્રહલાદનપુર શહેર વસાવ્યું.

અત્તર ઉદ્યોગ માટે જાણીતું છે. 

આથી “સુગંધીઓનું શહેર’ પણ કહેવાય છે. 

સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.
 
આ ઉપરાંત નવાબી સમયમાં બગીચાઓ માટે જાણીતું હતું. 

આઝાદી સમયે પાલનપુરનો નવાબ રસૂલખાન હતો.

જેણે પાલનપુરનું ભારત સાથે જોડાણ કર્યું. 


અંબાજી : - 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ જ્યાં                            અંબાજીનું ભવ્ય મંદિર આવેલું છે.

મંદિરમાં મૂર્તિ નથી પરંતુ વિશોયંત્રને મૂર્તિરૂપે ગોઠવી તેની પૂજા કરવામાં આવે છે. 

અંબાજીનું મૂળ સ્થાનક નજીકમાં આવેલા ગબ્બર પર્વત પર આવેલું છે. 

મગરવાડા : - માણિભદ્રવીર જૈન તીર્થ આવેલું છે.

કુંભારિયા : - ભીમદેવ પહેલાના મંત્રી વિમલમંત્રીએ બંધાવેલા સોલંકીકાળનાં જૈનમંદિરો આવેલાં છે. 

વાવ : - નડેશ્વરીમાતાનું મંદિર અને નડાબેટ આવેલું છે. 

બાલારામ : - અહીં વૃક્ષોના મૂળમાંથી પ્રગટ થતાં ઝરણાનું દૃશ્ય જોવાલાયક છે. 

કોટેશ્વર મહાદેવનું મંદિર તથા બાલારામ મહાદેવનું મંદિર    
   આવેલું છે. 

આ ઉપરાંત બાલારામ પૅલેસ આવેલો છે.