રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં ફુલ ગુલાબી ઠંડીનો ચમકારો વધ્યો છે. સતત બીજા દિવસે પાટનગર ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયુ છે. ગાંધીનગરમાં આજે લઘુત્તમ તાપમાન ગગડીને ૧૨.૯ ડિગ્રી નોંધાયું હતુ.અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૪.૨ ડિગ્રી, અમરેલીમાં ૧૪ ડિગ્રી અને મહુવામાં ૧૩.૯ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવા
દ સહિત રાજ્યમાં છેલ્લી કેટલાક દિવસથી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. મોડી સાંજ બાદ લોકો ગરમ વસ્ત્રો પહેરીને બહાર નિકળવા લાગ્યાં છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ગરમ વસ્ત્રોની દુકાનો શરૂ થઈ ગઈ છે. શહેરમાં ગરમ વસ્ત્રો ખરીદતા ગ્રાહકો નજરે પડવા લાગ્યાં છે. હવામાન નિષ્ણાંતોના સંકેતો મુજબ રાજ્યમાં આગામી દિવસમાં ગાત્રો થિજવતી ઠંડી શરૂ થશે. શિયાળાની ઠંડીની ચમકારાની સાથે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારનો માહોલ પણ ગરમાતો જાય છે. ઉમેદવારોના સમર્થકો મતદારોને રિઝવવા માટે માડી રાત્રે નિકળે છે ત્યારે છૂપી રીતે જવા માટે ગરમવસ્ત્રો આશિર્વાદ સમાન બનવા લાગ્યાં છે.
0 ટિપ્પણીઓ