દેશમાં સૌથી મોટા સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ(એનએસઈ) ખાતે જૂન મહિનામાં ૫૬.૩ લાખ શેર્સથી વધુનું ખરીદ-વેચાણ જોવા મળ્યું હતું. માર્કેટ વર્તુળોના મતે આ વેચાણ સરેરાશ રૂ. ૩,૦૧૯.૪૧ પ્રતિ શેરના ભાવે નોંધાયું હતું. જૂનમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં પાંચ-મહિના પછી સરેરાશ ભાવ રૂ.રૂ. ૩,૮૦૦ અને નીચામાં રૂ. ૧,૭૫૫ પર ૩,૦૦૦ની સપાટી પર ટક્યો હતો.
વિદેશી રોકાણકારો એનએસઈ શેર્સના નેટ સેલર્સ રહ્યાં હતાં. તેમણે ૨૨.૩૦ લાખ શેર્સનું વેચાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક રોકાણકારોએ જૂનમાં ૨૮.૬૧ લાખ શેર્સની ખરીદી કરી હતી. નોન-રેસિડેન્ટ ઈન્ડિયન રોકાણકારોએ ૬.૩૧ લાખ શેર્સનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું. જૂનમાં પણ મે મહિનાની જેમ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જેમાં વિદેશી રોકાણકારો અને એનઆરઆઈ વેચાણકાર હતાં. જ્યારે સ્થાનિક રોકાણકારો ચોખ્ખા ખરીદાર બની રહ્યાં હતાં. એનએસઈના શેરના પ્રાઈસની વાત કરીએ તો જૂનમાં તેણે રૂ. ૩,૮૦૦ની ટોચ દર્શાવી હતી. જ્યારે નીચામાં તે રૂ. ૩,૧૨૦ પર જોવા મળ્યો હતો. જે મે મહિના દરમિયાન ઉપરમાં જળવાયો હતો. બોકર્સના જણાવ્યા મુજબ મે મહિનામાં અતિ નીચા ભાવે શેર્સમાં સોદા પડવા પાછળ ટેક્સ જવાબદારીને નીચી જાળવવાનો સ્પષ્ટ ઇરાદો જોવા મળે છે. અનલિસ્ટેડ એક્સ્ચેન્જના શેરનો ભાવ આઈપીઓની આશા પાછળ ઊછળતો રહી કેલેન્ડર ૨૦૧૯થી ૨૦૨૧માં રૂ. ૩,૫૦૦-૩,૬૦૦ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે પાછળથી લિસ્ટિંગમાં અવરોધો ઊભા થતાં તે ઘટીને રૂ. ૩,૦૦૦ આસપાસ ટ્રેડ થતો રહ્યો હતો. એનએસઈના શેર્સમાં ડીલિંગ કરતાં બોકર્સના મતે એનએસઈના શેર્સમાં એકવાર સોદો થયા પછી બોર્ડની મંજૂરી લેવાની રહે છે અને તેથી સમાવેશ થાય છે.
ઘણીવાર રોકાણકારને શેર્સ ટ્રાન્સફર થવામાં ચારથી પાંચ મહિનાનો સમય લાગી શકે છે. એનએસઈના શેર્સ માટે મજબૂત એપેટાઈટ કોઈ આશ્ચર્યની બાબત નથી. કેમકે હાલમાં એક્સ્ચેન્જ વૈશ્વિક સ્તરે એએન્ડઓ કોન્ટ્રેક્ટ્સની રીતે ટોચનું પ્લેટફોર્મ છે. તેમજ ભારતમાં તે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મોનોપોલી ધરાવે છે. ઉપરાંત, કેશ સેગમેન્ટમાં પણ તે સતત માર્કેટ શેરમાં વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. ૨૦૧૨-૧૩માં ૮૩ ટકા હિસ્સા પરથી ૨૦૨૨- ૨૩માં તેનો હિસ્સો વધી ૯૩ ટકા પર જોવા મળ્યો છે. હાલમાં એક્સ્ચેન્જનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ૭૦ ટકા જેટલું છે. જ્યારે એફએન્ડઓ સેગમેન્ટમાં તે વિશ્વનું પ્રથમ પ્લેટફોર્મ છે એમ ફ્યુચર્સ ઈન્ડસ્ટ્રી એસોસિયેશન જણાવે છે. એનએસઈના શેર્સમાં વેલ્લી ઈન્વેસ્ટર્સની સંખ્યા છેલ્લા પાંચ વર્ષોમાં સતત વધી રહી છે. ૨૦૨૦-૨૧ની આખરમાં ૬૫૦ વ્યક્તિઓ એનએસઈના શેર્સ ધરાવતાં હતાં. જે સંખ્યા હાલમાં ૪,૩૦૦ પર જોવા મળે છે. જેમાં રાધાકૃષ્ણ દામાણી જેવા જાણીતા રોકાણકારનો પણ સમાવેશ થાય છે
વઘુ લોકપ્રિયતા મેળવતા શબ્દો,
કયા શેર ખરીદવા,આજના શેર બજાર ભાવ,શેર બજાર શીખો pdf,શેર માર્કેટ લાઈવ,શર બજાર એપ્લિકેશન,શેર બજાર ના ભાવ,
🔎🔎🔎🔎✨✨✨🔎🔎🔎🔎🔎🔎🔎🔎🎂
Nifty 50 prediction today,
આજના શેર બજાર ભાવ,
કયા શેર ખરીદવા,
Share market live chart today,
Today, market live,
Tomorrow share market up or down,
Reason for market fall today Moneycontrol
0 ટિપ્પણીઓ