શુક્રવારે ગુજરાતમાં છેલ્લા ૩ દિવસની સરખામણીએ ગરમીમાં આંશિક ઘટાડો નોંઘાયો છે અને વલસાડ સિવાય અન્યત્ર તાપમાન ૪૧ ડિગ્રીથી નીચે નોંધાયું હતું.
અમદાવાદમાં આજે ૩૯.૫ ડિગ્રી સાથે ગુરુવારની સરખામણીએ તાપમાન બે ડિગ્રી ઘટી ગયું હતું. અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો ૪૦થી નીચે નોંધાયો હોય તેવું પાંચ દિવસ બાદ બન્યું હતું. રાહતની વાત એ છે કે, આગામી ૨૩ એપ્રિલ સુધી અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦ને પાર જવાની સંભાવના નહિવત્ છે. અલબત્ત, ૨૫ એપ્રિલ બાદ તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોંચતા ગરમીનું જોર ફરી વધશે.
અમદાવાદમાં ગત રાત્રિએ સરેરાસ લઘુતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી હતું. આજે ૪૧ ડિગ્રી સાથે વલસાડમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. અન્યત્ર જ્યાં તાપમાન ૪૦થી વધુ નોંધાયું તેમાં છોટા ઉદેપુર, ડાંગ, દાહોદ, અમરેલીનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી ચાર દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આ પછી તાપમાનનમાં તબક્કાવાર ૨-૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે.
ક્યાં વધુ ગરમી ?
- શહેર. તાપમાના. શહેર. તાપમાન
- *વલસાડ ૪૧. સુરત. ૩૯.
- છોટા ઉદેપુર ૪૦. ગાંધીનગર ૩૯.
- ડાંગ. ૪૦.૫ રાજકોટ. ૩૮
- દાહોદ. ૪૦.૨ ભાવનગર ૩૮.૦
- અમરેલી. ૪૦. ભુજ ૩૬.૮
- વડોદરા ૩૯.૮ કંડલા ૩૬.૬
- અમદાવાદ. ૩૯.૫ પોરબંદર. ૩૪.૮
ઉનાળાની ગરમીમાં 'લૂ લાગવા (હીટ સ્ટ્રોક)થી રક્ષણ મેળવવાના આરોગ્યલક્ષી ઉપાયો,
આટલું જરૂર કરશો.
*ઘરની બહાર હોય ત્યારે માથાનો ભાગા કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો.
*વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરો.
*તરસ ન લાગે છતાં પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનો આગ્રહ રાખો.
*આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો.
*ઓ.આર.એસ દ્રાવણ, છાશ, લરસી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નાળિયેર પાણી.
*સહિતના પીણાંનું સેવન કરો.
*ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી,
*બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી.
આટલું ન કરશો.
*બપોરના ૧૨ વાગ્યાથી ૦૩ વાગ્યા સુધી તડકામાં ન જવું, ઉઘાડા પગે બહાર ન જવું.
*બપોરના સમયે બહાર હોય ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી.
*બપોરના સમયે રસોઈ કરવાનું ટાળો અને રસોડાના બારી અને બારણાં ખુલ્લા રાખો.
*શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા ચા, કોફી કે સોફ્ટ ડ્રિંક ન લેવા.
*પ્રોટીનની વધુ માત્રા હોય તેવા મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહાર ન લેવા.
થોડી વધુ સાવચેતી.
*શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો.
*ઘરગથ્થું ઉપાય જેવા કે કાચી કેરી સાથે ડુંગળીમાં ધાણાજીરુ નાખેલું કચુંબર.'લૂ સામે રક્ષણ આપે છે.
*સૂકા પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળશો નહિ.
*ઊર્જા કાર્યદક્ષ સાધનો, શુદ્ધ બળતણ અને ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતનો ઉપયોગ કરવો.
*ખેડૂતો અને પશુપાલકોએ નીચે મુજબની સાવચેતી રાખવી.
*વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો.
*પાકના વિકાસના મહત્ત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો.
*નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો.
*પશુઓને છાંયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમાં આપો.
*પશુઓને સવારના ૧૧ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી બહાર કાઢવાનું ટાળો.
*મરઘા ઉછેર કેન્દ્રમાં પડદા લગાવો અને હવા-ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો.
*પશુઓને આહારમાં લીલો ચારો આપો અને પ્રોટીન ચરબી વગરનો તથા ખનીજ દ્રવ્ય યુક્ત ખોરાક આપો.
*પશુઓના આશ્રય સ્થાનમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો તેમજ આશ્રય સ્થાનને છાણ, માટી અથવા સફેદ રંગથી રંગો.
હેલ્પલાઈન નંબર- ૧૦૭૭.
💫⭐⭐⭐⭐⭐🔥🔥🔥💫⭐🔥⭐💫🔥
આજે હવામાન.
ટેપમેન ડિગ્રી.
ટેપમેન ડિગ્રી સેલ્સિયસ.
આજે ટેપમેન ડિગ્રી.
તપમાન ડિગ્રી કિતની હૈ.
તપમાન ડિગ્રી આજ કા.
આજ કા તાપમાન કિતના ડિગ્રી હૈ.
આજનું તાપમાન ડિગ્રી.
તાપમાન કેટલી ડિગ્રી છે.
તાપમાન કેટલા ડિગ્રી છે.
તપમાન ડિગ્રી કિતના હૈ.
ટેપમેન ડિગ્રી તાપમાન.
તાપમાન.
આજનું તાપમાન.
શરીરનું તાપમાન કેટલું હોવું જોઈએ.
તાપમાન હવામાન.
તાપમાન ડિગ્રી.
weather today.
tapman degree.
tapman degree celsius.
tapman degree today.
tapman degree kitni hai.
tapman degree aaj ka.
aaj ka taapman kitna degree hai.
આજનું તાપમાન ડિગ્રી.
0 ટિપ્પણીઓ