હિન્દ મહાસાગરમાં 26.4 કરોડ ઘન કિલોમીટર પાણી છે. ઍટલાન્ટિક મહાસાગરમાં 31 કરોડ ઘન કિલોમીટર અને પ્રશાંત મહાસાગરમાં તો 71.4 કરોડ ઘન કિલોમીટર પાણી છે. 

                 ઉત્તર ધ્રુવ ફરતેનો Arctic Ocean તથા દક્ષિણ ધ્રુવ ફરતે નો Southern Ocean તો હજી બાકી રહ્યા. બધા મહાસાગરો નો સરવાળો માંડો તો 133.5 કરોડ ઘન ક્લિોમીટર થાય છે. પૃથ્વી ની 71% સપાટી તો પાણીએ જ રોકી લીધું છે.

         આજથી ત્રણેક અબજ વર્ષ પહેલાં પૃથ્વી સાવ કોરીકટ હતી. સ્થળ ચારેકોર બાજુ જમીન જ હતી અને જળ ક્યાંય નહિ, અને  રેગિસ્તાન જેવા સંજોગો હતા, અને પાણી ના અભાવે જીવ સૃષ્ટિ ખીલી શકે તેમ ન હતું.


                ક્યાંથી ખીલે ? “જલ હી વન હૈ' એ વાક્ય પ્રમાણે દરેક  સજીવ ના શરીર માં જીવ રાસાયણિક પ્રક્રિયા થવા માટે પાણી જોઇએ. પ્રત્યેક મનુષ્યના શરીરમાં પણ 60% પાણી છે. શરીરનું વજન 70 કિલોગ્રામ હોય તો તેમાં પાણી ખારસું 42 લિટર! આ પાણી આવ્યું ક્યાંથી ? મહાસાગરોમાંથી આવ્યું, કેમ કે આપણા મૂળ પૂર્વજો એટલે કે આદિવો સમુદ્ગવાસી હતા ધરતીનૌ પ્રથમ જીવ પણ મહાસાગરમાં ઉદ્દભવ્યો.

                     હ્યો સવાલ તો પછી એ કે મહાસાગરો કેવી રીતે ઉદ્દભવ્યા આશરે 3.5 અબજ વર્ષ પહેલાં સુખદ યોગે નવાજૂની બની. જબ્બર પાયે બની. શું થયું તેનું વિજ્ઞાનીઓએ કરેલું વર્ણન અહીં ટૂંકમાં નોંધીએ. આશરે 4.5 અબજ વર્ષ અગાઉ સૂર્યમાળા ધીમે ધીમે સર્જન પામી એ વખતે શની,યુરેનસ તથા ગુરુ એમ ત્રણ સૂર્યની નજીક હતા. સમય વીતતા તેઓ દૂર જવા તો પ્લુટોની પેલી તરફ આવેલા કુઇપર બેલ્ટ લગી ધકેલાયા હતા. અમુક ખગોળવિદ્દોના મતે ત્યાં કવર લાગ્યા.  છેવટે એ ત્રણેય અવકાશી ગોળાઓ આજે સ્ટોરી છે ત્યાં પહોંચવાના ન હતા. બીજા ડઝનબંધ ગ્રહો  ડઝનના હિસાબે નહિ, પણ સેંકડોના હિસાબે ગ્રહો છે.

     આમ બન્યું તે શું નવાજૂની હતી? ના, બીજી હતી અને વળી બહુ જુદી હતી. થયું એવું કે વધુ કેટલોક સમય વીતતાં ગુરુ અને શનિ વચ્ચે તાલમેળ જામ્યો. બેઉની ભ્રમણકક્ષાઓ જુદી અને સૂર્યને રાઉન્ડ મારવામાં તેમને જે સમય લાગે તે પણ એકમેક કરતાં જુદો, પરંતુ કેટલીક ભ્રમણકક્ષાઓ બાદ તેઓ એકદમ સીધી લીટીમાં ગોઠવાતા હતા. બેઉનાં સંયુક્ત ગુરુત્વાકર્ષણ બળે સૂર્યમાળામાં ધાંધલધમાલ મચાવી દીધી.

     કઈ રીતે ? આ પ્રશ્ન ના જવાબ માટે આપણે પહેલતા ઉટના વાદળનો પરિચય કરવો રહ્યો. 1950માં નેધરલેન્ડ્સના ન કેન્ડ્રિક ઊર્ટ/નામના ગોળશાસ્ત્રીએ જણાવ્યું કે લગભગ બે પ્રકાશવર્ષ છે. અબજો ધૂમકેતુઓનો બનેલો “ગુંબજ છે. 

   (ન ભૂલતા કે પ્રકાશવર્ષ/lightyear એ સમયનું માપ નથી. અંતરનું માપ છે.1 પ્રકાશવર્ષ એટલે 94,60,73,04,72,580 કિલોમીટર.) સૂર્યમાળા જાણે ધૂમકેતુઓ દ્વારા રચાયેલાં વાદળ થી ઘેરાયેલી હોય એવી કલ્પ ના જાન ઊર્ટ કરી, માટે Oort cloud શબ્દો જાણીતા બન્યા.


               આ ખગોળશાસ્ત્રીએ શી રીતે જાણ્યું કે સંખ્યાબંધ ધૂમકેતુઓનો પડાવ છેક 18,900 અબજ કિલોમીટર દૂર છે ? સાદું લોજિક તેણે લડાવ્યું, ધૂમકેતુઓને ત્યાંથી આવવા-જવામાં લાગતા સમય નો આધારે તો અંતર ગણી કાઢવું. હેલીનો ધૂમકેતુ દર 76 વર્ષે સૂર્યની મુલાકાત લેવા પધારે એ તો સૌ જાણીએ છીએ. 1910ની સાલમાં દેખાયો. પછી 1986માં જોવા મળ્યો અને હવે છેક 2061માં (ત્યારે જે મનુષ્યો જીવતા હોય તેમને દેખાવાનો!

           વિજ્ઞાનીઓ માને છે કે લગભગ 3.5 કરોડ વર્ષ પહેલાં નિ અને ગુરુ સીધી લીટી માં આવી ગયા ત્યારે તેમ ના સંયુક્ત ગુરુત્વાકર્ષણ ને કારણે ઊર્ટ ના વાદળ માં “ધાંધલધમાલ' મચી, શનિ તો પાણીમાં તરે એવો ગ્રહ અને તેની ઘનતા પાણી કરતાંય ઓછી, એટલે તેનું ગુરુત્વાકર્ષણ ઝાઝું નહિ. આમ છતાં જેટલું હોય એટલું, પરંતુ સાવ શૂન્ય તો નહિ.     

                        પૃથ્વીની સરખામણીએ ગુરુનું ગુરુત્વાકર્ષણ 2.4 ગણું, એટલે તેને લીધે (ભેગાભગ શિનને લીધે પણ ઊર્ટના વાદળમાં ના લાખો ના લાખો ધૂમકેતુ ઓ સૂર્યની દિશામાં ખેંચાતા આવ્યા. પાકેલાં ફળોની માફકખરી પડ્યા એવું કલ્પી લો.  

 ધુમકેતુઓએ દિશા પકડી પ્રબળ ગુરુત્વાકર્ષણ ધરાવતા સૂર્યની, પણ માર્ગમાં આવતી પૃથ્વી દર વખતે થોડી બચી શકવાની હતી? ફાયરિંગ જ્યારે પિસ્તોલને બદલે મશીનગન જેવું હોય ત્યારે બચવું મુરુકેલ ! પૃથ્વી પર સંખ્યાબંધ ધૂમકેતુ ઓ ત્રાટક્યા એટલું જ નહિ, પણ મારો લાખો વર્ષ સુધી એકધારા ચાલ્યો, ખગોળ વિજ્ઞાનમાં તે આપત્તિ Lale leavy Bombardinen નામે ઓળખાય છે.

આપત્તિ શેની? આ તો પૃથ્વી પર વરસેલા આશીર્વાદ હતા, કેમ કે દરેક ધૂમકેતુમાં પાણી હતું, બરફરૂપે થીજેલું હતું. પરંતુ પૃથ્વી પર પછડાટ વખતે ગરમી પેદા થતાં બરફ તત્કાળ પીગળી ને પાણી બન્યો.

આપણ ને ધૂમકેતુ કદાચ નજરો નજર જોવા ન મળે, પણ તેના ફોટોગ્રાફ્સ તો ઘણી વાર જોઇએ છીએ. પૂંછડીને લીધે તરત ઓળખી કાઢીએ. સૂર્યની ગરમી ને કારણે ધૂમકેતુ ના બરફ નું પરબારું વાયુમાં રૂપાંતર થાય એટલે તે વાયુની લાંબી પૂંછડી બને,

                       આ વર્ણનનો ટૂંકસાર એ કે Late Heavy Bombardment. ના પ્રતાપે કોરીકટ ધરતી પર મહાસાગર ઉદ્દભવ્યા અને મહાસાગર ના પાણી ના પ્રતાપે જીવન ઉદ્ભવ્યું. જીવન ઉદ્દભવ્યા પછી સજીવો ની ઉત્ક્રાંતિ નો જે ક્રમ ચાલ્યો તેમાં છેવટે આપણે મનુષ્યો ઉદ્દભવ્યા.

    આ સચિત્ર વિજ્ઞાન લેખ અત્યારે વાંચી શક્યા તે પણ Late Heavy Bonardrmentના પ્રતાપે! બાકી તો લખનાર કોઇ નહિ અને વાંચનાર કોઇ નહિ.