બીજાં લોકોના વીડિયો યુટ્યૂબ પર જોઈ જોઈને અને ખાસ તો તેમની સતત વધતી પોપ્યુલારિટી જોઇને તમને પણ વીડિયો ક્રિએટર કે બ્યુટ્યુબર બનવાનું મન થાય છે? આવા ‘બ્લોગર' બનવાનું કામ આમ તો સહેલું છે, તમારી પાસે એક સારો કેમેરા ધરાવતો સ્માર્ટફોન હોવો જોઇએ. ઘેરબેઠાં શૂટિંગ કરી શકાય તેવા ટોપિક હોય તો વાત હજી સહેલી બને. જો વિવિધ ટુરિસ્ટ પ્લેસ કે શહેરનાં જાણીતાં ખાણીપીણીનાં સ્થળો વિશે તમે વીડિયો બનાવતા હોતો પણ બહુ મુશ્કેલ નથી. બસ, જે તે જગ્યાએ નીકળી પડો અને તમારા સ્માર્ટફોનથી વીડિયો શૂટ કરતા રહો. સેલ્ફ વીડિયો શૂટ કરવા કોઈ જોડીદાર જોઈએ કે પ્રમાણમાં સારી સેલ્ફી સ્ટિકથી કામ ચાલી જાય.



આમ તમારી વીડિયો ચેનલ માટે વીડિયો શૂટ કરવાનું કામ તો સહેલું છે, પરંતુ એ પછી તેનું સારી રીતે એડિટિંગ કરવું એ થોડું મુશ્કેલ કામ છે. 


આ માટે પણ સંખ્યાબંધ ફ્રી અને પેઇડ ટૂલ્સ ઉપલબ્ધ છે. અગાઉ આપણે ‘ટેકનોવર્લ્ડ’માં આવાં ટૂલ્સની વાત કરી છે. અમુક ટૂલ્સ ખાસ્સાં ફીચર રિચ હોય છે, પરંતુ તેનો ઉપયોગ વીડિયો એડિટિંગની શરૂઆત કરી રહેલા લોકો માટે મુશ્કેલ હોય છે. ઉપરાંત આવાં ટૂલ મોટા ભાગે ડેસ્કટોપ પર ઉપલબ્ધ હોવાથી કમ્પ્યૂટર હોવું પણ જરૂરી બને.


વીડિયો ક્રિએટર્સની આ તકલીફો ધ્યાનમાં રાખીને યુટ્યૂબે હવે તેમને એક નવી ભેટ આપી છે. એન્ડ્રોઇડની એક એપ સ્વરૂપે.


આ એપ સરેરાશ વીડિયો ક્રિએટરની લગભગ બધી જરૂરિયાતો પૂરી કરી શકે તેવી છે, ફક્ત મોબાઇલના નાના સ્ક્રીન પર વીડિયો એડિટિંગમાં તમને ફાવટ આવી જવી જોઇએ. તો હવે મોટા ભાગના યુટ્યૂબર્સની ભાષામાં કહીએ તો ‘“આઇએ શુરુ કરતે હૈં મુદ્દે કી બાત, બિના કિસી વિલંબ કે... !'



ભારતમાં તો ટિકટોક એપ પર પ્રતિબંધ મુકાઈ ગયો છે, પણ દુનિયામાં બીજે બધે ટિકટોક તરફથી યુટ્યૂબને જબરી હરીફાઈ મળી રહી છે. તેનાં ઘણાં બધાં કારણો છે. તેમાંનું એક એ કે યુટ્યૂબની સરખામણીમાં ટિકટોક માટે વીડિયો બનાવવાનું કામ વધુ સહેલું છે. બીજી તરફ યુટ્યૂબ પર ટિકટોક જેવા ટૂંકા વીડિયો ‘શોર્ટ્સ’ જોવાનું પ્રમાણ જબરજસ્ત વધી રહ્યું છે. યુટ્યૂબના આંકડા અનુસાર અત્યારે દુનિયાભરમાં યુટ્યૂબ પર શોર્ટ વીડિયોઝને રોજના ૭૦ અબજ વ્યૂ મળી રહ્યા છે!


યુટ્યૂબ કંપની આ પોપ્યુલારિટીને નેકસ્ટ લેવલ પર લઇ જવા માગે છે. એ માટે કંપની યુટ્યૂબ માટે ટૂંકા કે લાંબા વીડિયો બનાવવાનું કામ બને એટલું સહેલું કરી રહી છે. એ માટે કંપનીએ હમણાં ત્રણ મોટી જાહેરાત કરી છે. જેમાંથી એક – એપ - આપણા સુધી પહોંચી ગઈ છે. કંપનીએ શરૂઆતમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે યુટ્યૂબ ક્રિએટ' નામની આ એપ (YouTube Create Google LLC)લોન્ચ કરી છે.



આમ તો યુટ્યૂબ માટે વીડિયો ક્રિએટ કરવા ઓનલાઇન ટૂલ્સ અને એપ સ્વરૂપે મળતા એડિટરની કોઈ કમી નથી. યુટ્યૂબની નવી એપમાં જે સહવડો છે તેવી જ કે વધુ સગવડો આપતી અન્ય એપ્સ પણ છે, જેની આપણે અગાઉ ‘ટેકનોવર્લ્ડ’માં એ છે વાત કરી ગયા છીએ. મુખ્ય ફેર એ છે કે હવે યુટ્યૂબ કંપનીએ પોતે આવી એપ લોન્ચ કરી છે.


હાલમાં આ ફ્રી એપ ભારત ઉપરાંત યુએસ, યુકે, જર્મની, ફ્રાંસ, ઇન્ડોનેશિયા, કોરિયા અને સિંગાપોરમાં લોન્ચ થઈ ગઈ છે

આઇઓએસ માટેની એપ આવતા વર્ષ સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે.


પ્રોફેશનલ લાગે તેવા વીડિયો ક્રિએટ કરવાનું કામ થોડું મુશ્કેલ હોય છે, ખાસ કરીને બિગિનર્સ માટે, યુટ્યૂબ ક્રિએટ એપથી આ કામ સહેલું બનવાની આશા છે.સાથે વીડિયો એડિટિંગ અને આ એપમાં ખાસ્સી ચોકસાઈ ટ્રીમિંગ (એટલે કે વીડિયો ક્લિપને જરૂર મુજબ કાપવાની સુવિધા)નાં ટૂલ્સ મળશે. એ ઉપરાંત વીડિયોમાં ઓટોમેટિક કેપ્શન તથા વોઇસ ઓવર ઉમેરવાની સુવિધા પણ મળશે. તેની સાથોસાથ એપમાં જ આપણે વીડિયોમાં જુદા જુદા પ્રકારનાં ફિલ્ટર્સ, ઇફેક્ટ્સ અને ટ્રાન્ઝિશન ઉમેરી શકીશું.


સાથે રોયલ્ટી ફ્રી મ્યુઝિક લાઇબ્રેરી પણ રહેશે. આ મ્યુઝિક ‘બીટ મેચિંગ’ ટેકનોલોજીથી સજ્જ હશે એટલે સ્ક્રીન પરના વીડિયો સાથે મ્યુઝિકનો તાલમેલ મિલાવી શકાશે. આ બધું . મોટા ભાગે ડેસ્કટોપ પરના પ્રોફેશનલ એડિટિંગ સોફ્ટવેરમાં મળતું હોય છે. જેનો ઉપયોગ હવે સહેલાઈથી મોબાઇલ પર કરી શકાશે.


💫યુટ્યુબ માં સેનલ બનાવવા માટે વિડિયો જોવો 👇👇👇


આ એપનો ઉપયોગ કરવા માટે...



YouTube Create A new editing app for mobile Creators



તમને યુટ્યૂબ માટે વીડિયો ક્રિએટ કરવામાં રસ હોય તો આ એપ પર હાથ અજમાવી શકો છો. અગાઉ તમે અન્ય કોઈ વીડિયો એડિટિંગ એપ પર હાથ અજમાવ્યો હશે તો આ એપમાં એડિટિંગ વધુ સહેલું બનશે, કેમ કે મૂળ મુદ્દો વીડિયો એડિટિંગના કન્સેપ્ટ સમજવાનો જ છે. શરૂઆત કરવા માટે...


  તમારા એન્ડ્રોઇડ ફોનમાં યુટ્યૂબ ક્રિએટ એપ (YouTube Create Google LLC) ઇન્સ્ટોલ કરો (ફોનમાં ઓછામાં ઓછી ૪ જીબી રેમ હોવી જરૂરી છે, ભવિષ્યમાં ઓછી રેમવાળા અન્ય ડિવાઇસ માટે પણ આ એપ ઉપલબ્ધ થવાની શક્યતા છે). 

  • ફોનમાં એપ ઓપન કર્યા પછી તમારા યુટ્યૂબ  એકાઉન્ટથી સાઇન ઇન થાઓ.

  • એપના હોમ સ્ક્રીન પર '+' પ્લસ આઇકન ક્લિક કરીને નવો પ્રોજેક્ટ શરૂ કરો.

  • હવે ફોનની ગેલેરીમાંથી ફોટો કે વીડિયો તમારા આ નવા પ્રોજેક્ટમાં ઉમેરી શકાશે (તમે ડિવાઇસમાંની અન્ય એપમાંથી પણ મીડિયા ઇમ્પોર્ટ કરી શકો છો).

  • આપણે એક પ્રોજેક્ટમાં એકથી વધુ ઇમેજ કે વીડિયો ઇમ્પોર્ટ કરી શકીએ છીએ.

  • સિલેક્ટ કરેલા ફોટો કે વીડિયો આપણા પ્રોજેક્ટમાં ઇમ્પોર્ટ કરવા માટે ‘ઇમ્પોર્ટ’ બટન પર ક્લિક કરો. 
  • આ પછી વિવિધ એડિટિંગ ટૂલ્સની મદદથી આપણે પોતાના વીડિયોને એડિટ કરી શકીશું.

                   
વિડિયો editing માં મદદરૂપ ai સ્ટૂલ-

       યુટ્યૂબ ક્રિએટ એપ ઉપરાંત યુટ્યૂબ કંપનીએ વીડિયો ક્રિએટર્સને મદદરૂપ થાય તેવાં જુદાં જુદાં ઘણાં ફીચર્સ એનાઉન્સ કર્યા – છે. દેખીતી રીતે આ બધામાં નવા સમય અનુસાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની મુખ્ય ભૂમિકા રહેશે. આ બધાં ફીચર્સ આવતા વર્ષમાં આપણને મળવા લાગશે.


👽એઆઇ-પાવર્ડ ઇન્સાઇટ્સ  -


યુટ્યૂબ માટે વીડિયો ક્રિએટ કરવો એ એક આખી અલગ પ્રોસેસની વાત છે, પરંતુ એની પહેલાંનું મહત્ત્વનું કદમ છે વીડિયો માટેનો આઇડિયા નક્કી કરવો. યુટ્યૂબ સ્ટુડિયોમાં ઉમેરાઇ રહેલા ‘એઆઇ-પાવર્ડ ઇન્સાઇટ્સ’ ફીચરની મદદથી વીડિયો ક્રિએટર્સને એઆઇ તરફથી નવા વીડિયો ક્યા ટોપિક પર બનાવી શકાય તેનાં સૂચન મળશે. મજાની વાત કે આવાં સૂચન જનરલ નહીં હોય, જે તે ચેનલ માટે પર્સનલાઇઝ્ડ હશે અને એ ચેનલના કયા વીડિયો વધુ જોવાઈ રહ્યા છે તે તપાસીને તેને આધારે નવા વીડિયોના ટોપિક સજેસ્ટ કરવામાં આવશે!,


॥ મ્યુઝિકમાં આસિસ્ટિવ સર્ચ

યુટ્યૂબ વીડિયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. વીડિયોના ટોપિક અનુસાર જરૂરી માહોલ ઊભો કરવાનું કામ મ્યુઝિક બહુ પાવરફુલ રીતે કરી શકે. પરંતુ એ માટે મ્યુઝિક જે તે ટોપિકને મેચ થાય તેવું હોવું જોઇએ. ઇન્ટરનેટ પર વીડિયોમાં ઉમેરી શકાય તેવી પાર વગરની ફ્રી મ્યુઝિક ક્લિપ્સ ઉપલબ્ધ હોય છે. તેમ યુટ્યૂબ સ્ટુડિયોમાં પણ આવી ફ્રી અને પેઇડ મ્યુઝિક લાઇબ્રેરી છે. એઆઇની મદદથી આ લાઇબ્રેરીનો ઉપયોગ વધુ સહેલો બનશે. આપણે પોતાનું વીડિયો કન્ટેન્ટ ક્યા પ્રકારનું છે એ ટાઇપ કરવાનું રહેશે, તેને આધારે એઆઇ વીડિયો માટે યોગ્ય મ્યુઝિક સૂચવશે.


વીડિયોનું ઓટોમેટિક ડબિંગ



હવે મોટા ભાગના યુટ્યૂબ ક્રિએટર્સને ફક્ત એક લેંગ્વેજમાં વીડિયો ક્રિએટ કરીને સંતોષ થતો નથી. ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચવું હોય તો તેમણે પોતાના વીડિયોને જુદી જુદી ભાષામાં ડબ કરવા પડે (ફક્ત સબ-ટાઇટલ્સ નહીં, ઓડિયો). આ કામ સહેલું નથી. ખાસ કરીને જ્યારે વાત વીડિયો કન્ટેન્ટને પ્રોફેશનલ રીતે ડબ કરવાની હોય ત્યારે. તેના ઉપાય તરીકે યુટ્યૂબમાં ‘અલાઉડ’ નામે એક નવું એઆઇ -પાવર્ડ ટૂલ ઉમેરાઈ રહ્યું છે. આ ડબિંગ ટૂલની મદદથી વીડિયો ક્રિએટર્સ ખાસ્સી સહેલાઈથી તેમના કન્ટેન્ટને જુદી જુદી ભાષામાં ઓફર કરી શકશે!,