ભરૂષ જીલ્લાનું મુખ્ય મથક ભરૂસ જ છે,

ભરૂચ જિલ્લાના તાલુકા ૯ છે ભરૂચ, અંકલેશ્વર, હાસોટ, જાઘડિય, વાગર, જબુસર, વાલિયા, આમોદ, નેત્રંગ,


 ભરૂચ જિલ્લા નું ક્ષેત્રફળ - 6528 ચો.કિ.મી.

 ભરૂચ જિલ્લા ની કુલ વસતી - 15,50,822

ભરૂચ જિલ્લા નું લીગ, શીશુ લીગ,વસતી ગીસતા નિચે મુજબ છે.

લિંગપ્રમાણ - 924

શિશુ લિંગપ્રમાણ - 914 W

વસતીગીચતા - 238

સાક્ષરતા - 83.03%

સ્ત્રી સાક્ષરતા - 76.79%

પુરુષ સાક્ષરતા - 88.80%


 

ભરૂચ જિલ્લાની વિશેષતાઃ

 

ભૃગુતીર્થ” કે “ભૃગુકચ્છ” તરીકે ઓળખાતું ભરૂચ સમૃદ્ધ બંદર હતું.

એશિયાનું સૌપ્રથમ કેમિક્લ પૉર્ટ દહેજ એ ભરૂચ જિલ્લાનું બંદર છે.

 “કડિયો ડુંગર’” તથા “સારસામાતાનો ડુંગર’ભરૂચ જિલ્લામાં આવેલો છે.

 ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ભરૂચ (અંકલેશ્વર)માં આવેલું છે.

 વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ ભરૂચમાં ચાવજ ખાતે GNFC (Gujarat Narmada-Vally Fertilizers Company)નું કારખાનું આવેલું છે. 

‘“સુજની’’ નામની રજાઈ માટે ભરૂચ જિલ્લો જાણીતો છે.

ગુજરાતની સૌપ્રથમ મસ્જિદ ભરૂચ જિલ્લાના ગાંધાર ખાતે ઈ.સ.760માં બાંધવામાં આવી હતી.

ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ભરૂચ જિલ્લાના ‘‘અંક્લેશ્વર’ ખાતે આવેલ છે.

 ગુજરાતનો સૌથી લાંબો પુલ ‘“ગોલ્ડન બ્રીજ’ નર્મદા નદી ઉપર ભરૂચ જિલ્લામાં આવેલો છે.


ભરૂચ જિલ્લાની સરહદ :

ઉત્તરે વડોદરા, પૂર્વમાં નર્મદા, દક્ષિણમાં સુરત તથા પશ્ચિમમાં ખંભાતનો અખાત આવેલો છે.



 ભરૂચ જિલ્લા ના જોવાલાયક સ્થળો 

 

ભરૂચ :- નર્મદાના કિનારે ભૃગુઋષિએ વસાવેલું શહેર એટલે ભરૂચ. કનૈયાલાલ મુનશીના મતે પુરાણકાલીન નગરી “માહિષ્મતી” એ આ જ ભરૂચ. 

ઈતિહાસકારો તેના જુદા-જુદા નામ સૂચવે છે, જેમ કે, ‘ભૃગુતીર્થ’, ‘ભૃગુકચ્છ’, ‘ભૃગપુર’, ‘ભંડોચ’, ‘બ્રૉચ’


 ઈ.સ.1901માં રાણી વિક્ટોરિયાની યાદમાં લોકોએ બંધાવેલો વિક્ટોરિયા ટાવર જે 2001ના ભૂકંપમાં નાશ પામ્યો.


અંગ્રેજોએ ઈ.સ.1881માં બંધાવેલો ગોલ્ડન બ્રીજ જાણીતો છે જે ગુજરાતનો સૌથી લાંબો પુલ છે. આ ઉપરાંત ‘હંસદેવનો આશ્રમ’ આવેલો છે. ભરૂચ પ્રાચીનકાળનું સમૃદ્ધ બંદર હતું. કુમારપાળે બંધાવેલો ‘કોટ’ (કિલ્લો) આજે પણ છે.

 

1981માં ભરૂચ પાસે GNFCની સ્થાપના કરવામાં આવી છે. જેનો ‘યુરિયા પ્લાન્ટ’ વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ છે.


શુક્લતીર્થ :- સૌંદર્યધામ તથા શુકલેશ્વર મહાદેવ, નર્મદાજીનું મંદિર આવેલું છે.


કબીરવડ :- 600 વર્ષ જૂનો વડ આવેલો છે. કબીરવડ નર્મદાના પટમાં આવેલો ટાપુ છે.


અલિયાબેટ :- નર્મદાના મુખપ્રદેશમાં આવેલો બેટ જ્યાં ભારતનું સૌપ્રથમ સામુદ્રિક ખનીજતેલ મળી આવ્યું હતું.


ભાડભૂત :- અહીં નર્મદા માતાનું મંદિર તથા ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.


દર 18 વર્ષે અહીં કુંભમેળો ભરાય છે.


મુખ્ય નદીઓ :- નર્મદા, કરજણ, અમરાવતી, કીમ ખેતી :- કપાસ, ઘઉં, કઠોળ, મગફળી વગેરેની ખેતી કરવામાં આવે છે.


ખનીજ :- ગુજરાતમાં સૌથી વધુ અકીક ભરૂચ જિલ્લામાં મળી આવે છે.  

ભરૂચ જિલ્લાના બાલનેર, મતિબાણ અને સીસોદરા ખાતેથી ખનીજતેલ અને કુદરતી વાયુ મળી આવે છે.


ઉદ્યોગોઃ- :- ભરૂચ નજીક ચાવજ ખાતે ગુજરાત નર્મદા-વેલી ફર્ટિલાઇઝર કંપની (GNFC)નું કારખાનું આવેલું છે. જેનો યુરિયા પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ છે.


 રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) પસાર થાય છે.


મેળા 

માઘમેળો :- ભરૂચ ખાતે, શ્રાવણ વદ નોમના દિવસે

 મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ

શુક્લતીર્થનો મેળો :- શુક્લતીર્થ ખાતે - કાર્તિકી પૂર્ણિમાના દિવસે

ભાડભૂતનો મેળો :- ભાડભૂતેશ્વર મહાદેવ - ભાડભૂત


રિખવદેવ જૈનનો મેળો, ભરૂચ


* રિસર્સ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :-


ગુજરાત ઇન્સેક્ટિસાઈઝ લિ. - અંકલેશ્વર


 કૉટન રિસર્ચ સ્ટેશન, ભરૂચ, હાંસોલ (કપાસ સંશોધન કેન્દ્ર) કુંડ / તળાવ :- બડબડયો કુંડ - અંકલેશ્વર


 સૂર્યકુંડ - ભરૂચ


ડેરી :- દૂધધારા ડેરી - ભરૂચ


* બંદરો :- એશિયાનું સૌપ્રથમ કેમિકલ પૉર્ટ દહેજ આવેલ છે. આ ઉપરાંત ભરૂચ, હાંસોટ અને કાવી બંદર પણ જાણીતાં છે.