પ્રોજેક્ટરની શોધ કોણે કરી?પ્રોજેક્ટર ઍટલે શુ?, પ્રોજેક્ટર ના પ્રકારો, પ્રોજેક્ટર કંઇ રીતે કામ કરે છે, પ્રોજેક્ટર માં શું હોય છે, પ્રોજેક્ટર એરિય,


તમે પ્રોજેક્ટર થિયેટર, કોન્ફરન્સ રૂમ, અભ્યાસ દરમિયાન કે લગ્નપ્રસંગે જોયું જ હશે, પ્રોજેક્ટરનો ઉપયોગ એક મોટા સ્ક્રીન પર વીડિયો કે ફોટોગ્રાફ્સ બતાવવા સામાન્ય રીતે થતો હોય છે, પરંતુ ક્યારેય પ્રોજેક્ટર જોઇને એ વિચાર આવ્યો છે કે પ્રોજેક્ટર શું હોય છે અને તે કેવી રીતે ફામ ફરતું હોય છે? તેની શોધ ફોણે ફરી? વગેરે.


 પ્રોજેક્ટર એક એવી ઓપ્ટિકલ ડિવાઈસ હોય છે જે ઇમેજ અધવા વીડિયોને એક સરફેસ પર પ્રોજેક્ટર કરે છે જેને પ્રોજેક્ટર સ્ક્રીન કહેવાય છે. પહેલાં પ્રો પ્રોજેક્ટર માત્ર થિયેટરમાં જોવા મળતાં હતાં. પછી ધીરેધીરે તેનો વપરાશ કોન્ફરન્સમાં મિટિંગ દરમિયાન, એજ્યુકેશન પર્પઝ વગેરેમાં થવા લાગ્યો અને હવે તો ઘરે પણ લોકો ટીવી.ને બદલે પ્રોજેક્ટર વસાવવા લાગ્યા છે. પ્રોજેક્ટર તમારા ઘર સુધી અનેક વર્ષોની સફળ સફર ખેડીને પહોંચ્યું છે તો તેના વિશે થોડું જાણવું તો જોઈએ જ. પ્રોજેક્ટર શું છે? તે કોણે શોધ્યું? તે કેવી રીતે કામ કરે છે? કેટલા પ્રકારનાં હોય છે? વગેરે વિશે જાણીએ.


પ્રોજેક્ટર શું હોય છે?


પ્રોજેક્ટર એક ઓપ્ટિકલ આઉટપુટ ડિવાઈસ હોય છે જે કમ્પ્યૂટર અથવા તો બ્લુ-રે પ્લેયર દ્વારા બનેલી ઇમેજ લે છે અને તેને પ્રોજેક્શન દ્વારા સ્ક્રીન, વૉલ અથવા તો કોઈસરફેસ પર પ્રોજેક્ટ કરે છે. પ્રોજેક્ટર સ્થિર ઇમેજ (સ્લાઈડ્રા) અથવા તો ચાલતી ઇમેજ (વીડિયો)ને પ્રોજેક્ટ કરી શકે છે. પ્રોજેક્ટરની સ્ક્રીન બજારમાં મળતી હોય છે, પરંતુ તમે ઇચ્છો તો તે દીવાલ કે અન્ય સરફેસનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ શરત એટલી કે તે સરફેસ મોટી, સપાટ અને આછા (સફેદ) રંગની હોવી જોઈએ. પહેલાં પ્રોજેક્ટર બહુ મોટાં અને વજનદાર આવતાં હતાં, પરંતુ હવે તો તે હથેળી જેટલી સાઈઝનાં અને વજનમાં એકદમ હલકાં પણ મળે છે.

પ્રોજેક્ટરના લાઈટ સોર્સિસ એક વાત તો નક્કી છે કે લાઈટ વગર કોઈ પણ પ્રોજેક્શન ટેકનોલોજી શક્ય જ નથી. લાઈટના ઉપયોગથી જ પિક્ચર્સ અને મૂવી બને છે અને પ્રોજેક્ટ કરવામાં આવે છે. અલગ-અલગ પ્રોજેક્ટરમાં અલગ- અલગ લાઇટ સોર્સિસનો ઉપયોગ કરવામાં આવે છે. જૂના પ્રોજેક્ટરમાં લેમ્પ બલ્બનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે આધુનિક અને ડિજિટલ પ્રોજેક્ટર વધારે સમય ચાલે તેવા લાઈટ સોર્સિસનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં એલઈડી, લેસર અથવા બંનેના સમયોજનનો પણ ઉપયોગ થવા લાગ્યો છે.

લેમ્પ બલ્બ

    આ ગ્લાસના બલ્બ હોય છે જેમાં મરક્યૂરીનો ઉપયોગ કરવામાં આવે છે. આ બલ્બને રિપ્લેસ કરવાનું સરળ હોય છે અને તેની કિંમત પણ ઓછી હોય છે, પરંતુ તેની લાઈફ બહુ જ ઓછી હોય છે.

 લેસર લાઈટ

     આ નીલા રંગનું એક સ્ટ્રોંગ બીમ હોય છે. તેની સ્ટ્રેન્થ પિક્ચરની ક્વોલિટી અને કોન્ટ્રાસને વધારી દે છે. લેસરવાળાં પ્રોજેક્ટર વધારે બ્રાઈટ હોય છે. જોકે, તેની લાઈટની કિંમત બહુ વધારે હોય છે, પણ તેનો ફાયદો એ છેકે આ પ્રોજેક્ટરને બહુ ઓછા મેઈન્ટેનન્સની જરૂર હોય છે. વળી, તેમાં લાઈટ આઉટપુટની ક્વોલિટી પણ ખરાબ નથી થતી.

 એલઈડી :- 

     અત્યારે બધી જ વસ્તુઓ કે ડિવાઈસીસમાં એલઈડીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થવા લાગ્યો છે તો પ્રોજેક્ટર શા માટે બાકી રહે! એલઈડી એ વધારે ડ્યૂરેબલ લાઈટ સોર્સ છે. તેની લેમ્પ લાઈફ 20 હજાર કલાક અથવા તો તેનાથી પણ વધારે હોય છે. અલગ અલગ પ્રકારની એલઈડી અલગ અલગ પ્રકારની લાઈટ પેદા કરે છે. તેથી તેમાં વ્હાઈટ લાઈટને વિભાજિત કરવાની જરૂર પડતી નથી.


પ્રોજેક્ટર આ રીતે કામ કરે છે

ઇમેજ બનાવવા માટે પ્રોજેક્ટર્સ અલગ-અલગ ટેનિસનો ઉપયોગ કરે છે, પરંતુ બધાં જ પ્રોજેક્ટમાં એક બાબત કોમન હોય છે અને તે છે ઇમેજ બનાવવા માટે લાઈટ (પ્રકાશ)નો ઉપયોગ. (નકામા લાઈટ બલ્બમાંથી આ ટેક્નિકનો ઉપયોગ તમે પણ કયારેક કર્યો જ હશે! યાદ કરો. ) પ્રોજેક્ટરમાં પિકાર, મૂવી અથવા અન્ય વિઝ્યુઅલ મટીરિયલને હાઈ ક્વોલિટીમાં બતાવવા માટે એક લાઈટ બીમની ઉપયોગ કરવામાં આવે છે અને તેના દ્વારા બનનારી ઇમેજને પ્રોજેક્શન સ્ક્રીન પર જોઈ શકાય છે.

પ્રોજેક્ટરના પ્રકાર પ્રોજેક્ટર ઘણા પ્રકારના હોય છે. તેમાંથી કેટલાક અનાલોગ હોય છે અને કેટલાક ડિજિટલ, ઓવરહેડ પ્રોજેક્ટર્સ બહુ સામાન્ય પ્રોજેક્ટર હોય છે જે ઍનાલોગ ડિવાઈસ હોય છે, તેમાં કોઈ ઇલેક્ટ્રોનિક પાર્ટ હોતો નથી. ઓવરહેડ પ્રોજેક્ટર્સમાં લેમ્પ, રિફ્લેક્ટર અને મિરર, ફેશનેસ લેન્સ, આર્મ, હેડ, કૂલિંગ ફેન જેવા પાર્ટ્સ હોય છે જ્યારે ડિજિટલ પ્રોજેક્ટરમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. તેમાં સ્માર્ટ પાર્ટ્સ હોય છે જેમ કે, કલર વ્હીલ અને કલર ફિલ્ટર, પ્રિઝ્મ, ડીએમડી ચીપ અને એલસીડી પેનલ વગેરે. બજારમાં મળતાં કેટલાંક પ્રોજેક્ટરના પ્રકાર આ પ્રમાણે છે.

👉એલઈડી પ્રોજેક્ટર્સ

👉એલસીડી પ્રોજેક્ટર્સ

👉ડીએલપી પ્રોજેક્ટર્સ

👉સીઆરટી પ્રોજેક્ટર્સ

👉ઓવરહેડ પ્રોજેક્ટર્સ

👉ઈન્ટરેક્ટિવ પ્રોજેક્ટર્સ વગેરે.


પ્રોજેક્ટર શોધ કોણે કરી?


પહેલું મૂવી પ્રોજેક્ટર ઝપ્રેક્સિસ્કોપ હતું જેની શોધ ઈ.સ. 1879માં બ્રિટિશ ફોટોગ્રાફર એડવર્ડ યબ્રિજે કરી હતી. મોશન ક્રિએટ કરવા માટે “પ્રેક્સિસ્કોપ એક રોટેશન ગ્લાસ ડિસ્કની (એક પ્રકારની ફરતી ડિસ્ક) મદદથી રેપીડલી ઇમેજ પ્રોજેક્ટ કરતું હતું. જોકે, તે સંપૂર્ણપણે સફળ ન કહી શકાય. સૌથી પહેલા સફળ મૂવી પ્રોજેક્ટરની શોધ ભૂમિઅર બ્રધર્સે કરી હતી કે જેઓ ફાંસીસી સંશોધક લીઓન બોઉલીના સિનેમેટોગ્રાફી પ્રોજેક્ટર પર આધારિત હતું. તેમાં એક ફિલ્મ કેમેરા, પ્રોજેક્ટર અને એક પ્રિન્ટરનો સમાવેશ થતો હતો. બ્રધર્સની પહેલી ફિલ્મ La Sortie De {Usine Lumiere Lyon હતી, જેને ઈ.સ. 1894માં ફિલ્માવવામાં આવી હતી અને 1895માં રિલીઝ કરવામાં આવી હતી. પેરિસ એક્સ્પોમાં ભૂમિઅર બ્રપર્સ દ્વારા ફિલ્મને 16X21 મીટરની સ્ક્રીન પર પ્રોજેક્ટ કરવામાં આવી હતી.