ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે? મજબૂત સિસ્ટમ છતાં વરસાદ કેમ નથી? 21થી 25 ઓગસ્ટની આગાહી

 

ગુજરાતમાં વરસાદ ક્યાં છે? સિસ્ટમ મજબૂત છતાં મેઘરાજા કેમ દૂર? જાણો સમગ્ર સ્થિત



ગુજરાતમાં અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે હવામાનની સિસ્ટમ સતત મજબૂત બની રહી છે, છતાં વરસાદ કેમ નથી પડી રહ્યો? હકીકતમાં કોઈ સિસ્ટમ ગુજરાતથી દૂર બને એટલે તરત જ રાજ્યમાં ભારે વરસાદ શરૂ થઈ જાય એવું નથી. સિસ્ટમની દિશા, તેની ગતિ અને ગુજરાતથી તેનું અંતર વરસાદ માટે સૌથી મહત્વપૂર્ણ બાબતો છે.

હાલ મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ એક મજબૂત સિસ્ટમ સક્રિય છે અને તે ડિપ્રેશન જેવી સ્થિતિ સુધી પહોંચી છે. તેના કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર જોવા મળી શકે છે. જોકે આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની નજીક આવશે તેમ તેની અસર ગુજરાત પર વધવાની શક્યતા છે.

હવામાનના મોડલ અને સેટેલાઇટ તસવીરો પ્રમાણે 21થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદની ગતિવિધિ ધીમે ધીમે વધે તેવી શક્યતા છે. શરૂઆતમાં દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે, જ્યારે ત્યારબાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.

ખાસ કરીને અત્યાર સુધી વરસાદથી વંચિત રહેલા કચ્છ, દેવભૂમિ દ્વારકા અને દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો માટે પણ આગામી દિવસોમાં રાહતના સમાચાર મળી શકે છે. જોકે હાલમાં અતિભારે વરસાદની સ્થિતિ સમગ્ર ગુજરાતમાં સ્પષ્ટ દેખાતી નથી.

એક મહત્વની વાત એ છે કે આ વખતે સિસ્ટમોના ટ્રેકમાં વારંવાર ફેરફાર જોવા મળી રહ્યો છે. એટલે આજે જે દિશા દેખાય છે તે આગામી 24–48 કલાકમાં બદલાઈ પણ શકે છે. તેથી દરરોજની નવી આગાહી અને સિસ્ટમના ટ્રેક પર નજર રાખવી ખૂબ જરૂરી છે.

હાલની સ્થિતિ પ્રમાણે 20 અને 21 ઓગસ્ટે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ, ત્યારબાદ 22થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં સિસ્ટમ ગુજરાતની વધુ નજીક આવશે તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.

અટલે કે સિસ્ટમ મજબૂત છે, પરંતુ તેની અસર ગુજરાત સુધી પહોંચવામાં હજુ સમય લાગી રહ્યો છે. હવે આગામી 2થી 5 દિવસ ગુજરાત માટે મહત્વના બની શકે છે. તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ છે કે માત્ર વાદળછાયું વાતાવરણ? કમેન્ટમાં તમારા શહેર કે ગામનું નામ જરૂર જણાવો.

ટિપ્પણીઓ