ગરમીથી રાહત મળશે? દક્ષિણ અને પશ્ચિમમાં વરસાદની નવી આગાહીસમગ્ર દેશમાં હવે કાળઝાળ ગરમી શરૂ થશે: IMDએ હીટવેવ એલર્ટ જારી કર્યું.

ગરમીનો આ દોર આગામી કેટલાક દિવસો સુધી જળવાઇ રહેવાની સંભાવના,

સમગ્ર દેશમાં હવે કાળઝાળ ગરમી શરૂ થશે: IMDએ હીટવેવ એલર્ટ જારી કર્યું.

તાજેતરમાં થયેલાં વરસાદ બાદ હવે ગરમી પોતાનું પ્રચંડ રૂપ દેખાડે તેવી શક્યતા.

 દેશના અનેક હિસ્સામાં તાજેતરમાં થયેલાં વરસાદ બાદ હવે ગરમી પોતાનું પ્રચંડ રુપ દેખાડવા માટે તૈયાર છે. ભારતીય હવામાન વિભાગ(IMD)એ ઊત્તર-પશ્ચિમી ભારતમાં મહત્તમ તાપમાનમાં ભારે વધારાની અને મધ્ય તથા પુવર્વીય ભારતમાં અનેક હિસ્સામાં હીટવેવની ચેતવણી ઈશ્યૂ કરી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગરમીનો આ દોર આગામી કેટલાક દિવસો સુધી જળવાઈ રહેશે. અને તેના કારણે સામાન્ય જનજીવન પર ભારે અસર થવાની સંભાવના છે.



કયાં રાજ્યોમાં હિટવેવનો ખતરો છે?


આઈએમડીએ છત્તીસગઢ, ઓડિશા અને પુર્વીય મધ્યપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં હીટવેવ ચાલવાનો એલર્ટ ઇશ્ય કર્યો છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ અને બફારામય વાતાવરણની સંભાવના દર્શાવી છે. દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પોંડિચેરી તથા તટિય કર્ણાટકમાં પણ તાપમાનમાં વધારા સાથે બફારાનો પ્રભાવ રહેશે. જો કે દેશભરમાં ગરમીના વધી રહેલાં પ્રકોપ વચ્ચે રાહતના સમાચાર એ છે કે પુર્વોત્તર ભારતમાં ખાસ કરીને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની તથા વિજળી ગરજવાની સંભાવના છે.

ટિપ્પણીઓ