અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનામાં ૮૦૦ રૂપિયા ઘટયા હતા. જયારે ચાંદીમાં ૩,૦૦૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો. સોનામાં પ્રતિ ૧૦ ગામનો ભાવ ૧,૫૪,૨૦૦ રૂપિયા થયો હતો. ચાંદીમાં પ્રતિ કિલોનો ભાવ ૨,૪૦,૦૦૦ રૂપિયા થયો હતો.
વૈશ્વિક બજારમાં સોનું ૩૨ ડોલર ઘટીને ૪,૭૧૫ ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી ૧.૫૯ સેંન્ટ ઘટીને ૭૪.૩૪ ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. MCX સોનામાં જુન માસનો વાયદો ૧,૨૬૬ રૂપિયા વધીને ૧,૫૧,૩૮૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. ચાંદીમાં મે માસનો વાયદો ૫,૯૮૬ રૂપિયા ઘટીને ૨,૩૭,૨૮૮ રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ સોનું ૪૯.૧૦ ડોલર ઘટીને ૪,૭૩૮.૩૦ ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી ૨.૦૭૫ સેંન્ટ ઘટીને ૭૪.૪૦ ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. મુંબઈમાં સોનું ૧,૫૧,૩૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયું હતું. ચાંદી ૨,૩૮,૪૧૦ રૂપિયા પ્રતિ કિલો થઈ હતી. સોનાના ભાવમાં ઘટાડો થવાના કારણોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં નરમાઈ, ડોલર સામે રૂપિયાની સ્થિતિ, રોકાણકારો દ્વારા નફા વસુલી મુખ્ય જવાબદાર મનાઈ રહી છે. ચાંદીમાં તેજીના કારણોમાં ઔદ્યોગિક માંગમાં વધારો, સ્થાનિક બજારમાં સપ્લાઇ ઘટતા ભાવ વધ્યા, રોકાણ માટે ચાંદી તરફ વેપારીઓનો ઝુકાવ સહિતના કારણો જવાબદાર મનાય છે. અમદાવાદ બુલિયન બજારમાં સોનામાં નરમાઈ અને ચાંદીમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રોકાણકારોએ સાવચેતીપૂર્વક નિર્ણય લેવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.અમદાવાદ સોના-ચાંદી બજારમાં ભાવમાં સતત ચઢાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. જોકે ચાંદીના ભાવ ૨,૪૦,૦૦૦ની આસપાસ અને સોનાના ભાવ ૧,૫૫,૦૦૦ની આસપાસ ફરી રહ્યા છે. તા. ૧ એપ્રિલે સોનાના ભાવ ૧,૫૫,૦૦૦ હતા. ચાંદીના ભાવ ૨,૩૮,૦૦૦ હતા. આમ છેલ્લા ૧૩ દિવસમાં આ ભાવ સપાટીએ જ ભાવ બોલાયા છે. વેપારીઓના મતે ઇરાન યુદ્ધની અસર તેમજ વૈશ્વિક આર્થિક સ્થિતિને જોતા આગામી દિવસોમાં પણ સોના-ચાંદીના ભાવમાં આજ ટ્રેન્ડ જોવા મળી શકે છે.

ટિપ્પણીઓ