તાજી હવામાન અપડેટ: ગુજરાતમાં માવઠું અને ગાજવીજ ⚠️ આગાહી જુઓ

 🌧️ ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ !



વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અત્યારે અજીબ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રેકોર્ડબ્રેક ગરમીની આગાહી વચ્ચે આખો માર્ચ મહિનો વાદળછાયો રહ્યો હતો, અને હવે એપ્રિલની શરૂઆતમાં પણ કમોસમી વરસાદની શક્યતા વધી ગઈ છે.

⚡ આગામી 4 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

💨 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

⚠️ 25 થી વધુ જિલ્લામાં અસર, અનેક જગ્યાએ યલો એલર્ટ જાહેર

🌪️ કારણ શું છે?

રાજસ્થાન, કચ્છ-પાકિસ્તાન વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સાથે જ ઈરાનના પૂર્વ ભાગમાં બનેલી સિસ્ટમના કારણે ત્રણેય સિસ્ટમનો સંયુક્ત પ્રભાવ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે.

🌦️ 4 દિવસની વરસાદની આગાહી

📅 2 એપ્રિલ

બનાસકાંઠા, પાટણ, દ્વારકા, કચ્છ

📅 3 એપ્રિલ

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગિર સોમનાથ, કચ્છ, દિવ

📅 4 એપ્રિલ

બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગિર સોમનાથ, કચ્છ, દિવ

📅 5 એપ્રિલ

અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ભાવનગર

⚠️ ખાસ સૂચના

👉 બિનજરૂરી પ્રવાસ ટાળો

👉 શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો

👉 ખેડૂતો તૈયાર પાક સલામત સ્થળે ખસેડે

👉 વીજળી અને તેજ પવન દરમિયાન સાવચેત રહો

🌡️ ખાસ નોંધ

આ ચોમાસા જેવા માહોલના કારણે ઉનાળામાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, અને વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે.

ટિપ્પણીઓ