આજનું રાશિફળ: કઈ રાશિ માટે છે સુપર દિવસ? જાણો તમારી કિસ્મત આજે શું કહે છે!”

 પંચાંગ - સુવિચાર 

શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે. 



હેલ્થ ટીપ્સ 

કાંદાની ચીરી કરી બેહોશ માણસને સુંઘાડવાથી બેહોશી માંથી બહાર આવે છે. 


આજનો દિવસ 

૧૪ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨ 


"તિથિ" - ચૈત્ર વદ બારસ 


"દિન મહીમા" 

ક્રિષ્ના દ્વાદશી, સૂર્ય મેષ અને અશ્વિની નક્ષત્રમાં, મેષ સંક્રાતિ, મીનારખ કમુહર્તા ઉતરે ૦૯ઃ૩૩, પંચક, ડો.આંબેડકર જયંતિ, રમણમહર્ષિ નિર્વાણ દિન, સંક્રાતિ પૂ.કાળ સૂ.ઉ. થી ૧૩ઃ૩૨ 


"સુર્યોદય" - ૦૬.૨૩(મુંબઈ) 


"સુર્યાસ્ત" - ૦૬.૫૪(મુંબઈ) 


"રાહુ કાળ" - ૧૫.૪૭ થી ૧૭.૨૧ 


"ચંદ્ર" - કુંભ 

આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે. 


"નક્ષત્ર" - શતભિષ, પૂર્વભાદ્રપદ(૧૬.૦૫) 


"ચંદ્ર વાસ" - પશ્ચિમ 

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય. 


દિવસનાં ચોઘડિયા 

ચલઃ ૦૯.૩૧ - ૧૧.૦૫ 

લાભઃ ૧૧.૦૫ - ૧૨.૩૯ 

અમૃતઃ ૧૨.૩૯ - ૧૪.૧૩ 


રાત્રીનાં ચોઘડિયા 

લાભઃ ૨૦.૨૦ - ૨૧.૪૬ 

શુભઃ ૨૩.૧૨ - ૨૪.૩૯ 

અમૃતઃ ૨૪.૩૯ - ૨૬.૦૫ 

ચલઃ ૨૬.૦૫ - ૨૭.૩૧ 


રાશી ભવિષ્ય 


"મેષઃ" (અ,લ,ઇ)- 

મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે, પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે. 


"વૃષભઃ" (બ,વ,ઉ)- 

ઉતાવળે કાર્ય નહિ કરી શકો, ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે. 


"મિથુનઃ"(ક, છ, ઘ)- 

સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ. 


"કર્કઃ"(ડ,હ)- 

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે. 


"સિંહઃ"(મ,ટ)- 

અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે. 


"કન્યાઃ"(પ,ઠ,ણ)- 

લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો. 


"તુલાઃ"(ર,ત)- 

સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, ઈચ્છિત પરિણામ મેળવી શકો, શુભ દિન. 


"વૃશ્ચિકઃ"(ન,ય)- 

ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે. 


"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)- 

આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય, શુભ દિન. 


"મકરઃ"(ખ,જ)- 

વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય, જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે. 


"કુંભઃ"(ગ,શ,સ,ષ)- 

તમે તમારી જાત સાથે રહી શકો, શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો. 


"મીનઃ"(દ, ચ, ઝ, થ)- 

સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.


ટિપ્પણીઓ