અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મુદ્દે મંત્રણા તો થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ ઠોસ નિષ્કર્ષ સામે આવ્યો નથી. તેમ છતાં વૈશ્વિક તેમજ ભારતીય શેરબજારમાં મંદી પર બ્રેક લાગી ગઈ છે અને એક પ્રકારનું “સીઝફાયર” જોવા મળી રહ્યું છે. ગયા સપ્તાહ દરમિયાન બજારમાં ઝડપથી રિકવરી નોંધાઈ હતી અને આવી જ પોઝિટિવ ગતિ નવા સપ્તાહમાં પણ જળવાઈ રહેવાની શક્યતા છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલની કિંમત 87થી 100 ડોલરની રેન્જમાં રહે તો બજારને સારો સપોર્ટ મળી શકે છે.
માર્કેટ એનાલિસ્ટોના જણાવ્યા મુજબ નિફ્ટી માટે 23000નો સ્તર મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે, જ્યારે ઉપરની બાજુએ તે 24500 સુધી જઈ શકે છે. બજારમાં આગળની તેજી ક્રૂડ ઓઈલના ટ્રેન્ડ અને વિદેશી રોકાણકારોની ખરીદી પર આધારિત રહેશે. સેન્સેક્સ માટે 76000થી 79000ની રેન્જ જોવા મળી શકે છે. જો ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત રહે અને કોર્પોરેટ અર્નિંગ્સ અપેક્ષા કરતાં સારા આવે, તો યુદ્ધ જેવી અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે પણ બજાર સ્થિરતા જાળવી શકે છે.
ટેક્નિકલ રીતે જોવામાં આવે તો ટ્રેડર્સને 24230થી 24420ના ઝોનમાં ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. નિફ્ટીમાં 24000 કોલ ઓપન ઈન્ટરેસ્ટ ક્લસ્ટર ઉપર ક્લોઝિંગ મળતા શોર્ટ કવરિંગ શરૂ થઈ શકે છે, જે ઈન્ડેક્સને 24200 તરફ લઈ જઈ શકે છે. નીચેની બાજુએ 23450નો 20-DEMA લેવલ તાત્કાલિક સપોર્ટ તરીકે કામ કરી શકે છે. ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ કરવું અને ડિપ્સમાં ફરી એન્ટ્રી શોધવી વધુ યોગ્ય સ્ટ્રેટેજી માનવામાં આવે છે. જ્યાં સુધી નિફ્ટી 22630થી ઉપર ટકી રહે છે, ત્યાં સુધી માર્કેટનો overall ટ્રેન્ડ મજબૂત ગણાશે. નવા સપ્તાહમાં ખાસ કરીને ફાઇનાન્સ, ઓટો અને બેંકિંગ સેક્ટર અન્ય સેક્ટર્સ કરતાં વધુ સારું પ્રદર્શન કરે તેવી શક્યતા છે.
ટિપ્પણીઓ