યુદ્ધની અસરથી બજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1300+ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ લપસી ગયો

 ગત સપ્તાહે યુદ્ધવિરામ અને ફૂડ ઓઇલ $100 ની નીચે આવવાના સમાચારથી બજારમાં ભારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 4,230 પોઈન્ટ (5.77%) ને નિફ્ટી 1,337 бе (5.88%) વધ્યો હતો. જોકે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા કોઈ કરાર વિના સમાપ્ત થઈ ગઈ છે. આ રાજદ્વારી નિષ્ફળતા, ફંડ ઓઇલના ભાવમાં અચાનક વધારા સાથે, ભારતીય શેરબજાર માટે નવા પડકારો ઉભા કર્યા છે. જ્યારે બજારમાં ઘટાડો થઈ શકે છે. લાંભા ગાવાના રોકાણકારો માટે આ ગભરાટને બદલે ખરીદી કરવાની તક હોઈ શકે છે. સદનસીબે, બે અઠવાડિયાનો યુદ્ધવિરામ અમલમાં છે જેના કારણે આગામી 10-12 દિવસમાં રાજદ્વારી સુધારાની શક્યતા વધી રહી છે. બજાર માટે બીજું પોઝિટીવ પાસું એ છે કે અમેરિકા હવે જોવાનું એ રહ્યું કે યુધ્ધ લબાસે કે બંધ રહસે. તેની અસર આજ નાં શેર માર્કેટ પર દેખાય રહી છે.



આજના બજારમાં ભારે દબાણ જોવા મળ્યું છે. BSE Sensex 76,187.89 પર પહોંચી 1,362.36 પોઈન્ટ એટલે કે -1.76%નો ઘટાડો નોંધાયો છે. સાથે સાથે Nifty 50 પણ 23,645.15 પર 405.45 પોઈન્ટ (-1.69%) તૂટ્યો છે. બેંકિંગ શેરોમાં વધુ વેચવાલી દેખાતા Nifty Bank 1,173.15 પોઈન્ટ (-2.10%) ઘટીને 54,739.60 પર આવી ગયો છે. ઉપરાંત મિડકેપ સેગમેન્ટમાં પણ નબળાઈ જોવા મળી રહી છે, જ્યાં Nifty Midcap 100 803.75 પોઈન્ટ (-1.39%) ઘટીને 57,040.20 પર ટ્રેડ થઈ રહ્યો છે. કુલ મળીને બજારમાં નકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે અને રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છે.

ટિપ્પણીઓ