🌩️ બંગાળ અને પૂર્વોત્તર વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી!
દેશમાં હાલ અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ બંગાળ અને સિક્કીમ સહિતના વિસ્તારોમાં 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
આવનારા દિવસોમાં પૂર્વોત્તર રાજ્યો તેમજ મધ્ય ભારતમાં પણ 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે.
👉 દિલ્હી અંગે વાત કરીએ તો, રાજધાનીમાં માર્ચ મહિનાનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. શનિવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી નીચે ઉતર્યું હતું, જે સામાન્ય કરતાં લગભગ 3.5 ડિગ્રી ઓછું છે. ઠંડા પવનો ફૂંકાતા લોકોને ઠંડકનો અનુભવ થયો હતો. ખાસ વાત એ છે કે પાંચ મહિનામાં પહેલી વાર વાયુ ગુણવત્તા ‘સંતોષકારક’ સ્તરે નોંધાઈ છે.
👉 પ્રયાગરાજમાં પણ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. શુક્રવારે પવન સાથે હળવો વરસાદ પડતા તાપમાનમાં આશરે 9 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
જો કે, આ બદલાવના કારણે ખેતરોમાં પડેલા ઘઉં અને સરસવના પાકને નુકસાન થયું છે. તાપમાન અચાનક ઘટતા લોકોને રાત્રે એસી અને પંખા બંધ કરવા પડ્યા હતા.
⚠️ હવામાનમાં આવી રહેલા બદલાવને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂદેશભરમાં હવામાનનો મોટો પલટો! બંગાળમાં તોફાની વરસાદની ચેતવણીરી છે.

ટિપ્પણીઓ