આજનું પંચાંગ: આજે કયા કામ માટે શુભ સમય છે? જુઓ સંપૂર્ણ વિગતો.

 📿 *પંચાંગ – સુવિચાર* 

👉 ભલે સાચા માણસને ઈશ્વર ઓછું આપે, પણ તેનો સાથ ક્યારેય છોડતો નથી. 

💊 *હેલ્થ ટીપ્સ* 



🍚 ભાતના ઓસામણનું પાણી પીવાથી વાઈરલ ફીવર દરમિયાન શરીરને તાકાત મળે છે અને રાહત અનુભવાય છે. 

📅 *આજનો દિવસ* 

🗓 ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવાર 

વિક્રમ સંવત ૨૦૮૨ 

🔸 *તિથિ:* ફાગણ વદ દશમ 

🌞 *દિન મહીમા:* 

મીન સંક્રાંતિ – સૂર્ય મીન રાશિમાં પ્રવેશ (૨૫:૦૩) 

મીનારખ કમુહર્તા બેઠાં – ૨૦:૫૩ 

વિષ્ટી – ૦૮:૧૨ સુધી 

🌅 *સૂર્યોદય:* ૦૬:૪૮ (મુંબઈ) 

🌇 *સૂર્યાસ્ત:* ૦૬:૪૬ (મુંબઈ) 

⏳ *રાહુ કાળ:* ૦૯:૪૮ થી ૧૧:૧૮ 

🌙 *ચંદ્ર રાશિ:* 

ધનુ → ૦૯:૩૨ બાદ મકર 

👶 આજે જન્મેલા બાળકની રાશિ 

૦૯:૩૨ સુધી *ધનુ*, ત્યારબાદ *મકર* 

⭐ *નક્ષત્ર:* ઉત્તરાષાઢા 

🧭 *ચંદ્ર વાસ:* 

પૂર્વ → ૦૯:૩૨ બાદ દક્ષિણ 

૦૯:૩૨ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક, દક્ષિણ-પશ્ચિમ અશુભ 

ત્યારબાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક, પશ્ચિમ-ઉત્તર અશુભ 

--- 

⏰ *દિવસનાં ચોઘડિયા* 

✔ શુભ: ૦૮:૧૯ – ૦૯:૪૮ 

✔ ચલ: ૧૨:૪૮ – ૧૪:૧૭ 

✔ લાભ: ૧૪:૧૭ – ૧૫:૪૭ 

✔ અમૃત: ૧૫:૪૭ – ૧૭:૧૭ 

🌙 *રાત્રિનાં ચોઘડિયા* 

✔ લાભ: ૧૮:૪૭ – ૨૦:૧૭ 

✔ શુભ: ૨૧:૪૭ – ૨૩:૧૭ 

✔ અમૃત: ૨૩:૧૭ – ૨૪:૪૭ 

✔ ચલ: ૨૪:૪૭ – ૨૬:૧૮ 

✔ લાભ: ૨૯:૧૮ – ૩૦:૪૮ 

--- 

🔮 *રાશિ ભવિષ્ય* 

♈ *મેષ (અ, લ, ઇ)* 

આર્થિક બાબતોમાં સુધારો થાય. બેંક બેલેન્સ વધે અને નાણાકીય લેવડદેવડમાં લાભ મળે, પરંતુ હિસાબ રાખવો જરૂરી. 

♉ *વૃષભ (બ, વ, ઉ)* 

નવા કામની યોજના બને અને તમારા પ્રયત્નોથી કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થાય. પ્રગતિનો દિવસ. 

♊ *મિથુન (ક, છ, ઘ)* 

મન થોડું દ્વિધામાં રહી શકે. ખર્ચ પર નિયંત્રણ રાખવો જરૂરી. 

♋ *કર્ક (ડ, હ)* 

મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થાય. પરિસ્થિતિ તમારા પક્ષમાં આવતી જોવા મળે. 

♌ *સિંહ (મ, ટ)* 

વ્યવસાયમાં નવા રસ્તા મળે. રોજગાર શોધતા લોકોને સારો અવસર મળી શકે. 

♍ *કન્યા (પ, ઠ, ણ)* 

પોઝિટિવ વિચારો રાખશો તો સફળતા મળશે. આગળ વધવાની તક મળશે. 

♎ *તુલા (ર, ત)* 

પ્રેમ અને સંબંધોમાં સારા સમાચાર મળી શકે. દિવસ આનંદમય રહેશે. 

♏ *વૃશ્ચિક (ન, ય)* 

અભ્યાસ અને જ્ઞાન માટે સારો સમય. ઉચ્ચ અભ્યાસ માટે તક મળી શકે. 

♐ *ધનુ (ભ, ફ, ધ, ઢ)* 

અંગત વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. 

♑ *મકર (ખ, જ)* 

વિદ્યાર્થીઓ માટે શુભ દિવસ. એકાગ્રતા અને યાદશક્તિ વધારવા ધ્યાન કરવું. 

♒ *કુંભ (ગ, શ, સ, ષ)* 

નવી વસ્તુ ખરીદવાની સંભાવના. મનગમતા કામમાં આગળ વધશો. 

♓ *મીન (દ, ચ, ઝ, થ)* 

સબંધોનો લાભ મળશે. ભાઈ-બહેન અને મિત્રો તરફથી સહકાર મળશે.


ટિપ્પણીઓ