આજનું પંચાંગ: આજનો દિવસ તમારા માટે કેવો રહેશે?

 *📜 પંચાંગ – સુવિચાર (૧૨ માર્ચ ૨૦૨૬ | ગુરુવાર)* 

🌅 *સુવિચાર* 

રોજ સવારે ઉઠીને એક વાત યાદ રાખો – 

*રિટર્ન ટિકિટ તો કન્ફર્મ છે, એટલે મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં.* 


💡 *હેલ્થ ટીપ્સ* 

દરરોજ *એક કપ કાળી ચા (Black Tea)* પીવાથી શરીરને *પોલ્યુશનની અસરથી બચવામાં મદદ મળે છે.* 

📅 *આજનો દિવસ* 

*તારીખ:* ૧૨ માર્ચ ૨૦૨૬, ગુરુવાર 

*વિક્રમ સંવત:* ૨૦૮૨ 

*તિથિ:* ફાગણ વદ નોમ 

⭐ *દિન મહીમા* 

• જૈન કશ્યપ દેવ – જન્મ, દીક્ષા અને મોક્ષ કલ્યાણક 

• દાંડીકૂચ યાત્રા દિવસ 

• લઘુ ઉદ્યોગ સુરક્ષા દિવસ 

🌞 *સૂર્યોદય:* ૦૬:૫૦ (મુંબઈ) 

🌇 *સૂર્યાસ્ત:* ૦૬:૪૬ (મુંબઈ) 

⏳ *રાહુ કાળ:* ૧૪:૧૮ થી ૧૫:૪૭ 

🌙 *ચંદ્ર:* ધનુ 

આજે જન્મેલા બાળકની *રાશિ ધનુ રહેશે.* 

✨ *નક્ષત્ર:* મૂળ 

🧭 *ચંદ્ર વાસ:* પૂર્વ 

ઉત્તર-પૂર્વ દિશામાં પ્રવાસ *સુખદાયક*, જ્યારે દક્ષિણ-પશ્ચિમ દિશામાં પ્રવાસ *કષ્ટદાયક* રહે. 

--- 

### ⏰ *દિવસના ચોઘડિયા* 

શુભઃ ૦૬:૫૧ – ૦૮:૨૦ 

ચલઃ ૧૧:૧૯ – ૧૨:૪૮ 

લાભઃ ૧૨:૪૮ – ૧૪:૧૮ 

શુભઃ ૧૭:૧૭ – ૧૮:૪૬ 

### 🌙 *રાત્રીના ચોઘડિયા* 

અમૃતઃ ૧૮:૪૬ – ૨૦:૧૭ 

ચલઃ ૨૦:૧૭ – ૨૧:૪૭ 

લાભઃ ૨૪:૪૮ – ૨૬:૧૮ 

શુભઃ ૨૭:૪૯ – ૨૯:૧૯ 

અમૃતઃ ૨૯:૧૯ – ૩૦:૫૦ 

--- 

# 🔮 *રાશિ ભવિષ્ય* 

♈ *મેષ (અ,લ,ઇ)* 

તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે, આગળ વધવાની તક મળશે અને નવી પ્રતિભા વિકસિત કરી શકો. 

♉ *વૃષભ (બ,વ,ઉ)* 

આવક-જાવકનો હિસાબ રાખવો પડશે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. 

♊ *મિથુન (ક,છ,ઘ)* 

સગા-સ્નેહી અને મિત્રોનો સહયોગ મળશે. કાર્ય પૂર્ણ થશે અને પ્રગતિનો દિવસ રહેશે. 

♋ *કર્ક (ડ,હ)* 

નોકરિયાત વર્ગ માટે સારો દિવસ. સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારમાં થોડા ઉતાર-ચઢાવ રહી શકે. 

♌ *સિંહ (મ,ટ)* 

ભાગ્યનો સાથ મળશે. નવી તક મળશે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જરૂરી રહેશે. 

♍ *કન્યા (પ,ઠ,ણ)* 

માનસિક વ્યગ્રતા અનુભવાઈ શકે. દિવસ દરમિયાન મૂડ બદલાતો રહેશે પરંતુ સાંજ આનંદદાયક રહેશે. 

♎ *તુલા (ર,ત)* 

જાહેર જીવનમાં સફળતા મળશે. યશ અને પ્રતિષ્ઠા વધવાની સંભાવના છે. 

♏ *વૃશ્ચિક (ન,ય)* 

તબિયતની કાળજી રાખવી. નિયમિતતા અને ખાવા-પીવામાં સંયમ રાખવો જરૂરી. 

♐ *ધનુ (ભ,ફ,ધ,ઢ)* 

પ્રેમ સંબંધોમાં પ્રગતિ થઈ શકે. પ્રિયપાત્ર સાથે મુલાકાત શક્ય છે. 

♑ *મકર (ખ,જ)* 

ભૌતિક સુખ-સગવડ મળશે. વિચારોમાં સકારાત્મકતા રહેશે અને દિવસ આનંદમાં પસાર થશે. 

♒ *કુંભ (ગ,શ,સ,ષ)* 

નવા કાર્યમાં આગળ વધશો. મિત્રોની મદદ મળશે અને નવી રીતોથી કામ કરી શકશો. 

♓ *મીન (દ,ચ,ઝ,થ)* 

તમારા કાર્યના સારા પરિણામ મળશે. ભૂતકાળમાંથી પાઠ લઈ આગળ વધવું જરૂરી રહેશે.



ટિપ્પણીઓ