બપોરે તાપમાન સામાન્યથી 2.1 ડિગ્રી ઓછું, 34.2°C નોંધાયું

 બપોરે તાપમાન સામાન્યથી 2.1 ડિગ્રી ઓછું, 34.2°C નોંધાયું

વાતાવરણમાં પલટો: વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા

માવઠા નો માર સહન કર્યા બાદ ભાવનગરમાં આજે ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ આકાશમાં વાદળો છવાઈ જતા ગરમીમાં થોડો ઘટાડો નોંધાયો હતો.

શહેરમાં આજે મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.1 ડિગ્રી ઓછું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં અંદાજે 2 ડિગ્રી વધુ છે.

સૌરાષ્ટ્રમાં ફરી માવઠાની આગાહી!

ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં ફરી મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગ મુજબ 28, 29 અને 30 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠાની શક્યતા છે. જોકે, આ વખતની તીવ્રતા અગાઉ કરતા ઓછી રહેવાની શક્યતા છે, પરંતુ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય રહી શકે છે.

ગત વર્ષની તુલનામાં તાપમાન 4.6 ડિગ્રી ઓછું

ગત વર્ષે 24 માર્ચે ભાવનગરમાં મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આ વર્ષે તે 34.2 ડિગ્રી રહ્યું છે. એટલે કે, આ વર્ષે તાપમાન ગત વર્ષની તુલનામાં 4.6 ડિગ્રી ઓછું નોંધાયું છે. માર્ચનો મધ્યભાગ પસાર થવા છતાં આ વર્ષે ઉનાળાની ગરમી હજુ જામી નથી.

ટિપ્પણીઓ