આજનું રાશિફળ : જાણો તમારો દિવસ કેવો રહેશે?

 પંચાંગ - સુવિચાર 

નફો નથી આપતા દરેક સંબંધ એ વાત સત્ય છે, પણ ક્યારેક કોઈ સંબંધ ખોટ ખાઈને નિભાવવાની પણ મજા છે ! 


હેલ્થ ટીપ્સ 

સરસિયાના તેલના ટીંપા કાનમાં નાંખવાથી કાનમાં ગયેલું જીવ-જંતુ મરી જાય છે. 


આજનો દિવસ 

૮ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવાર, વિક્રમ સંવત ૨૦૮૨ 


"તિથિ" - મહા વદ સાતમ 


"દિન મહીમા" 

ભાનુ સપ્તમી, શ્રીનાથજી પાટોત્સવ-નાથદ્વારા, પૂર્વેધુ શ્રાધ્ધ, વિષ્ટી ૧૫ઃ૧૫ સુધી, જૈન સુપાર્શ્વનાથ મોક્ષ, ચંદ્રપ્રભુ કે.જ્ઞાન, સ્વામી. મંદિર પાટો. -ધારી, રવિયોગ ૨૯ઃ૦૩ સુધી 


"સુર્યોદય" - ૦૭.૧૧(મુંબઈ) 


"સુર્યાસ્ત" - ૦૬.૩૪(મુંબઈ) 


"રાહુ કાળ" - ૧૭.૦૯ થી ૧૮.૩૪ 


"ચંદ્ર" - તુલા 

આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે. 


"નક્ષત્ર" - સ્વાતિ 


"ચંદ્ર વાસ" - પશ્ચિમ 

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય. 


દિવસનાં ચોઘડિયા 

ચલઃ ૦૮.૩૭ - ૧૦.૦૨ 

લાભઃ ૧૦.૦૨ - ૧૧.૨૭ 

અમૃતઃ ૧૧.૨૭ - ૧૨.૫૩ 

શુભઃ ૧૪.૧૮ - ૧૫.૪૩ 


રાત્રીનાં ચોઘડિયા 

શુભઃ ૧૮.૩૪ - ૨૦.૦૯ 

અમૃતઃ ૨૦.૦૯ - ૨૧.૪૩ 

ચલઃ ૨૧.૪૩ - ૨૩.૧૮ 

લાભઃ ૨૬.૨૭ - ૨૮.૦૨ 

શુભઃ ૨૯.૩૬ - ૩૧.૧૧ 


રાશી ભવિષ્ય 


"મેષઃ" (અ,લ,ઇ)- 

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે. 


"વૃષભઃ" (બ,વ,ઉ)- 

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ. 


"મિથુનઃ"(ક, છ, ઘ)- 

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે. 


"કર્કઃ"(ડ,હ)- 

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય. 


"સિંહઃ"(મ,ટ)- 

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન. 


"કન્યાઃ"(પ,ઠ,ણ)- 

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે. 


"તુલાઃ"(ર,ત)- 

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે. 


"વૃશ્ચિકઃ"(ન,ય)- 

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો. 


"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)- 

વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય. 


"મકરઃ"(ખ,જ)- 

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો. 


"કુંભઃ"(ગ,શ,સ,ષ)- 

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મધ્યમ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 


"મીનઃ"(દ, ચ, ઝ, થ)- 

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.


ટિપ્પણીઓ