1️⃣ આજનું રાશિફળ: ભાગ્ય આજે કોના પક્ષે?

 પંચાંગ - સુવિચાર 

માનવીના તન-મન ને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે! 


હેલ્થ ટીપ્સ 

દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાંખી ગરમ કરી પીવાથી કફ મટે છે. 


આજનો દિવસ 

૯ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨ 


"તિથિ" - મહા વદ આઠમ 


"દિન મહીમા" 

જાનકી જયંતિ, માતા સીતા જયંતિ, વિછુંડો બેસે ૨૫ઃ૧૩, યમઘંટ અહોરાત્ર, કાલાષ્ટમી, સીતાષ્ટમી, અષ્ટકા શ્રાધ્ધ, સ્વામી મંદિર પાટોત્સવ-જામનગર અને પુના 


"સુર્યોદય" - ૦૭.૧૧(મુંબઈ) 


"સુર્યાસ્ત" - ૦૬.૩૪(મુંબઈ) 


"રાહુ કાળ" -  ૦૮.૩૬ થી ૧૦.૦૨ 


"ચંદ્ર" - તુલા, વૃશ્ચિક(૨૫.૧૦) 

આજે જન્મેલા બાળકની રાશી ૧૦ ફેબ્રુઆરી, રાત્રે ૧.૧૦ સુધી તુલા રહેશે ત્યારબાદ રાશી વૃશ્ચિક રહેશે. 


"નક્ષત્ર" - વિશાખા 


"ચંદ્ર વાસ" - પશ્ચિમ, ઉત્તર(૨૫.૧૦) 

૧૦ ફેબ્રુઆરી રાત્રે ૧.૧૦ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય. 


દિવસનાં ચોઘડિયા 

અમૃતઃ ૦૭.૧૧ - ૦૮.૩૬ 

શુભઃ ૧૦.૦૨ - ૧૧.૨૭  

ચલઃ ૧૪.૧૮ - ૧૫.૪૪ 

લાભઃ ૧૫.૪૪ - ૧૭.૦૯ 

અમૃતઃ ૧૭.૦૯ - ૧૮.૩૫  


રાત્રીનાં ચોઘડિયા 

ચલઃ ૧૮.૩૫ - ૨૦.૦૯ 

લાભઃ ૨૩.૧૮ - ૨૪.૫૩  

શુભઃ ૨૬.૨૭ - ૨૮.૦૨ 

અમૃતઃ ૨૮.૦૨ - ૨૯.૩૬  

ચલઃ ૨૯.૩૬ - ૩૧.૧૧  


રાશી ભવિષ્ય 


"મેષઃ" (અ,લ,ઇ)- 

નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે. 


"વૃષભઃ" (બ,વ,ઉ)- 

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન. 


"મિથુનઃ"(ક, છ, ઘ)- 

તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે. 


"કર્કઃ"(ડ,હ) 

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, આનંદદાયક દિવસ. 


"સિંહઃ"(મ,ટ)- 

જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે. 


"કન્યાઃ"(પ,ઠ,ણ)- 

મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો. 


"તુલાઃ"(ર,ત)- 

તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો. 


"વૃશ્ચિકઃ"(ન,ય)- 

નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે. 


"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)- 

કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી, મધ્યમ દિવસ. 


"મકરઃ"(ખ,જ)- 

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે, રચનાત્મક કાર્ય કરી શકો. 


"કુંભઃ"(ગ,શ,સ,ષ)- 

વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે, નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું. 


"મીનઃ"(દ, ચ, ઝ, થ)- 

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો, આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.


ટિપ્પણીઓ