ગુજરાત માં આવનારા પાસ દીવસ સુધી વરસાદ ની આગાહી.

નમસ્કાર મિત્રો,

રાજ્યભરમાં હવામાનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો છે. તાપમાનમાં વધારાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી કાતિલ ઠંડીનું જોર હવે ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે.

જો કે, હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં લોકોને ધ્રુજાવી નાખે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને વહેલી સવાર અને રાત્રી દરમિયાન ઠંડી યથાવત છે.


હવામાન ખાતાની માહિતી મુજબ આજે રાજ્યના ચાર શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે.

જેમા સૌથી ઓછું તાપમાન કેશોદમાં ૮.૧ ડિગ્રી નોંધાયું છે.

કંડલા એરપોર્ટમાં ૮.૬ ડિગ્રી,

નલિયામાં ૯.૨ ડિગ્રી

અને અમરેલીમાં ૯.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દિવસ દરમિયાન ઠંડીનો અસર લગભગ ખતમ થઈ ગઈ છે. અમદાવાદનું મહત્તમ તાપમાન વધીને ૩૦.૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.

મહત્વની વાત એ છે કે ઉત્તરાયણના તહેવાર બાદ હવામાનમાં મોટો પલટો આવ્યો છે. અચાનક ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને હવે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા લાગ્યો છે.

હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર,

ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન

હવામાન મોટાભાગે ઠંડીવાળું અને આવનારા દિવસોમાં વાદળ છાયું રહેવાની શક્યતા છે.

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં

આકાશ સાફથી આંશિક વાદળછાયું રહેશે.

સવાર અને રાત્રે હળવી ઠંડી રહેશે,

જ્યારે દિવસ દરમિયાન નરમ ગરમી અનુભવાશે.

આગામી સપ્તાહના

ત્રીજા અને ચોથા દિવસે

દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના

કેટલાક વિસ્તારોમાં

હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તેમ છતાં,

ક્યાંય ભારે વરસાદ ની કોઈ શકયતા નથી.


ખેડૂતો માટે

આગામી દિવસો ખેતી કાર્ય માટે અનુકૂળ છે,

જ્યારે મુસાફરો માટે પણ

હવામાન સામાન્ય રહેશે.

આ રીતે,

ગુજરાતમાં આવતો સપ્તાહ

મોટાભાગે ઠંડી વાળું અને સામાન્ય વરસાદ ની શક્યતા રહેલી છે.


હવામાન સંબંધિત

આવા વધુ અપડેટ માટે

ચેનલને Subscribe કરો.

ટિપ્પણીઓ