👉 ખેડા જીલ્લા નું મૂખ્ય મથક નડિયાદ છે.

👉ખેડા જિલ્લાનાં તાલુકા 10 છે, નડિયાદ,ખેડા, કપવંજ, 👉માતર, મહેમદાવાદ, મહુધા, વશો, કઠલાલ, ગળતેશ્વર, ઠાસરા,

👉ક્ષેત્રફળ - 3667 ચો.કિ.મી. કુલ વસતી - 20,98,934 લિંગપ્રમાણ - 937,

👉શિશુ લિંગપ્રમાણ - 887,

👉વસતીગીચતા - 541

👉સાક્ષરતા - 84.31 %

👉સ્ત્રી સાક્ષરતા - 74.67%

👉પુરુષ સાક્ષરતા - 93.40%


👉જાણવા જેવી ખાસ વિશેષતા ઓ :-

 👉ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ખેડા જિલ્લાના પીજ કેન્દ્રથી 15 ઑગસ્ટ,1975ના રોજ થયો હતો.

👉ખેડાનું પ્રાચીન નામ “ખેટક” હતું તથા વાત્રકનું પ્રાચીન નામ “વાત્રઘ્ની’ હતું.

 👉ખેડા જિલ્લામાં “ગુજરાતનો હરિયાળો બગીચો’’ કહી શકાય તેવો ‘‘ચરોતર પ્રદેશ” આવેલો છે.

👉ચરોતર : મહી અને શેઢી નદી વચ્ચેનો ખેડા અને આણંદ જિલ્લાનો ભાગ ચરોતર પ્રદેશ કહેવાય છે.

👉નડિયાદનો “લીલો ચેવડો’’ જાણીતો છે તથા ડાકોરનાં “ગોટા” જાણીતાં છે.

👉 સૌથી વધુ ગ્રામીણ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો - ખેડા (93.28%) ગોરાડુ, રેતાળ અને બેસર પ્રકારની જમીન ધરાવે છે. જે તમાકુના પાક માટે જાણીતી છે.

👉કેળાનું સૌથી વધુ ઉત્પાદન ખેડા જિલ્લામાં થાય છે.


⤵️🌀🌀🌀🔜🔜🔜ખેડા જિલ્લાની સરહદ :🔜🌾🌾🌾🌾🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜


👉ખેડા જિલ્લાની ઉત્તરે ગાંધીનગર જિલ્લો, અરવલ્લી જિલ્લો, તથા મહીસાગર જિલ્લો અને પૂર્વમાં પંચમહાલ જિલ્લો, વડોદરા જિલ્લો તથા દક્ષિણમાં આણંદ જિલ્લો અને પશ્ચિમમાં અમદાવાદ જિલ્લો આવેલો છે.

🪐🪐🪐🪐💥💥💥💥💥💥🆑🆑🔎🛣️🛣️🛣️🛣️🛣️

🎃🎃🎃🎃જોવાલાયક સ્થળો :-🌘🌘🌘💫💫💫💫


👉નડિયાદ :- સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ.

👉બાબુભાઈ જશભાઈ પટેલ તથા રવિશંકર મહારાજની પણ જન્મભૂમિ. સાક્ષરનગરી તરીકે જાણીતું છે. સંતરામ મહારાજનું મંદિર અને પૂજ્યશ્રી મોટા (ચૂનીલાલ ભાવસાર)નો આશ્રમ આવેલો છે. જાણીતી “કિડની હૉસ્પિટલ’” આવેલી છે. “સરસ્વતીચંદ્ર”ના રચિયતા ગોવર્ધનરામ ત્રિપાઠી નું નિવાસ સ્થાન તથા પ્રતિમા આવેલી છે.

👉નિડયાદ શેઢી નદીના કિનારે આવેલું છે.

👉નડિયાદનો “લીલો ચેવડો' જાણીતો છે.

👉વસો :- મોતીભાઈ અમીન અને દરબાર ગોપાલદાસની 

જન્મભૂમિ. દરબાર ગોપાલદાસની હવેલીની કાષ્ઠકલા જાણીતી છે. આ ઉપરાંત સુંદર જૈન દેરાસર આવેલું છે.

👉મહેમદાવાદ :- મહમૂદશાહ બેગડાએ વસાવેલું આથી મહેમદાવાદ નામ છે.

 👉આઠ ખંડો ધરાવતો “ભમ્મરિયો કૂવો” જાણીતો છે.

👉 મહમૂદ બેગડાએ પોતાની બેગમની યાદમાં બંધાવેલો “ચાંદ-સૂરજ'' નો મહેલ જાણીતો છે.

👉રોજા-રોજીનો પ્રસિદ્ધ રોજો આવેલો છે. આ ઉપરાંત મુબારક સૈય્યદનો રોજો, ગંગનાથ, ભીમનાથ, વૈજનાથનાં શિવમંદિરો આવેલાં છે.

👉 વસંત-રજબ સેવાદળનું કેન્દ્ર આવેલું છે. ડાકોર :- ગોમતી નદીના કિનારે વસેલું છે.

 👉મૂળનામ “ડંકપુર” ગોમતી તળાવના કાંઠે ડંકનાથ મહાદેવ અને ડંકઋષિનો આશ્રમ આથી ડંકપુર ડાકોર કહેવાયું.

👉શ્રીકૃષ્ણના પરમ ભક્ત વજેસંગ બોડાણાની દંતકથા જાણીતી છે. રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. જ્યાં કાળા પથ્થરની રણછોડરાયની મૂર્તિ આવેલી છે.

 👉બોડાણાની વિનંતીથી ઈ.સ.1156માં શ્રીકૃષ્ણ ડાકોરમાં બિરાજમાન થયા. આ ઉપરાંત બોડાણા મંદિર, લક્ષ્મીજીનું મંદિર આવેલું છે. → રણછોડરાયનું મંદિર ડાકોરના ‘ઈનામદાર તાજબેકરે' બંધાવ્યું હતું. → પુનિતા આશ્રમ અને અશક્તાશ્રમ આવેલા છે.

👉ગલતેશ્વર :- પુરાણોમાં ગાલવ મુનિની “ચંદ્રહાસ’’ નગરી એટલે કે વર્તમાન ગલતેશ્વર

 👉ગલતેશ્વર ખાતે મહી અને ગળતી નદીનો સંગમ થાય છે. 👉ગલતેશ્વર ખાતે 1000 વર્ષ પુરાણું સોલંકીયુગનું શિવાલય આવેલું છે.

 👉ફાગવેલ :- ભાથીજી મંદિર જ્યાં કારતકી પૂર્ણિમાએ મેળો ભરાય છે. 

👉ઉત્કંઠેશ્વર :- વાત્રક કાંઠે આવેલું અને “ઊંટડિયા મહાદેવ'થી જાણીતું

👉તીર્થસ્થાન - ખેડા :- ઈ.સ.1918માં થયેલા “ખેડા સત્યાગ્રહ”ના કારણે જાણીતું.

👉 કપડવંજ :- કપડવંજ “મહાર” નદીના કિનારે વસેલું છે. 👉 રજપૂત યુગના જૈનસાહિત્યમાં કપડવંજનો ઉલ્લેખ ‘કર્પટવાણિજ્ય’નામે થાય છે. તેનો અર્થ થાય છે “કાપડનો વેપાર’

 👉સિદ્ધરાજ જયસિંહે બંધાવેલી 1300 મીટર લંબાઈની કુંકાવાવ જાણીતીછે. આ ઉપરાંત કાંઠાની વાવ, રાણી વાવ, સીગર વાવ વગેરે આવેલી છે. 

👉 કપડવંજમાં ઐતિહાસિક કલાત્મક તોરણ આવેલા છે. → જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા રાજેન્દ્ર શાહની જન્મભૂમિ છે.

👉લસુન્દ્રા :- ગરમ પાણીનાં ઝરાં આવેલાં છે.

 👉વડતાલ :- ઈ.સ.1824માં વડતાલ ખાતે સહજાનંદ સ્વામીએ અહીં લક્ષ્મીનારાયણ મૂર્તિની સ્થાપના કરી હતી. 

👉આ ઉપરાંત અહીં નરનારાયણ અને સ્વામીનારાયણની પણ મૂર્તિઓ છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં વડતાલ ગાદીનું ખૂબ જ મહત્ત્વ છે.

👉મુખ્ય નદીઓ :- વાત્રક, મહી, મહાર, શેઢી, લુણી. 

👉 ખેતી :- ગુજરાતમાં ખેડા જિલ્લો તમાકુ અને ડાંગરની ખેતીમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ચરોતર તરીકે ઓળખાતો આ વિસ્તાર તમાકુ, કેળા, ડાંગરની ખેતી માટે જાણીતો છે.



👉 ખનીજ :- ખેડા જિલ્લામાં નવાગામ અને કડાણા ખાતે ખનીજ તેલ અને કુદરતી વાયુ મળી આવે છે. → આ ઉપરાંત ખેડા જિલ્લામાંથી ચૂનાનાં પથ્થર અને ચિનાઈ માટી પણ મળી આવે છે.

ભરૂચ જિલ્લાના જોવાલાયક સ્થળો

👉 ઉદ્યોગ :- બીડી ઉદ્યોગ, નડિયાદમાં ઑટો મોબાઈલ પાર્ટ્સ, કૅબલ વાયર અને મેડિકો ઇલેક્ટ્રૉનિક્સ સાધનો બનાવતી ટોરેન્ટ લિ. આવેલી છે. 

👉રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) ઍક્સપ્રેસ હાઈ-વે નં.1 પસાર થાય છે. ૪

👉મળા :- ડાકોરનો માણેકઠારી (આસો માસની પૂનમ-શરદ પૂનમ)નો મેળો :- આ દિવસે શ્રી રણછોડરાયને કિંમતી વસ્ત્રો અને મુગટ પહેરાવવામાં આવે છે.

👉ફાગવેલનો મેળો :- ભાથીજી મહારાજના મંદિર, ફાગવેલ ખાતે કારતક સુદ પૂર્ણિમાના રોજ ભરાય છે.

👉યુનિવર્સિટી / વિદ્યાપીઠ :- ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી - નડિયાદ ઈ.સ.2000માં સ્થાપના

 👉રંગભારતી ગ્રામ વિદ્યાપીઠ, વાસણા મારગિયા

👉શ્રી પીઠેશ્વરી કૃષિગ્રામ વિદ્યાપીઠ, પીઠાઈ

👉ઈ.ખો. ચાવડા ગ્રામ વિદ્યાપીઠ - કુહાનવાડી

👉 મ્યુઝિયમ / ગ્રંથાલય :- ધીરજ બહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ(મ્યુઝિયમ) 

👉 ડાહી લક્ષ્મી ગ્રંથાલય, નડિયાદ (ગ્રંથાલય)

💫રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :-💫💫💫

👉ઍગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન, ઠાસરા → મેઈન રાઈસ રિસર્ચ સ્ટેશન, નવાગામ

👉વાવ / કૂવા :- કુંકા વાવ, કાંઠાની વાવ, રાણી વાવ, સીગર વાવ - કપડવંજ

👉ભમ્મરિયો કૂવો - મહેમદાવાદ

👉તળાવ / કુંડ :- ગોમતી તળાવ -  ડાકોર

👉શિવકુંડ – કપડવંજ