google.com, newstruggle : જૂન 2023

રવિવાર, 25 જૂન, 2023

ऑनलाइन पैसे कमाने के टेन सोसयाल मीडिया प्लेट फार्म जहासे लाखो का कमाई कर सकते हैं फ्री में

  आज कल का ऑनलाइन जमाना है सब लोग सोस्यल मीडिया तो यूएस करते हैं लेकिन उसे पता नही होता ही के सोशल नेटवर्किंग से भी ज्यादा पैसे कमा सकते हैं 

ऑनलाइन पैसे कमाने वाला हर जगह लोग मिल जाएंगे,जो आज कल हर लोग मोबई फ़ोन का जमाना है और हर लोग आजकल सोस्याल मीडिया में ही टाइम वेस्ट करता है और फ्रि टाइम निकलता ही ही 


    आज हम आपको 10 इसे तरीके बताई हे जो आप घर बैठे ही काम कर सकते है l और बहुत ही ज्यादा पैसे कमा सकते है बस आपको उस पर समय और मेहनत करना है और कमा सकते हैं

दस इसे तरीके जो हम आपको बताने वाले है वो है आप घर बैठे ही काम कर सकते हैं 

1    ब्लॉग्स लिखकर  =  ब्लॉग्स का


आज कल का लिखना आसान काम है लिखना है और पोस्ट करना ही बस आपको उसके बदली पैसे मिलते है। आपको गुगल पर ब्लॉग्स लिखकर सार्स करना ही, और उस पर आपका एक ब्लॉग्स एकाउंट बनाना है और उस पर आपको पोस्ट लिखना है। पोस्ट करना  है और उस पोस्ट पर ads लगाकर आप हर दिन लाखो कमा सकते हैं बस आपको ऐसे पोस्ट लिखना होगा।



2 यूट्यूब पर सेनल बनाकर = यूट्यूब के बारे में तो आप सब लोग जानते ही है। Youtube पर आपको आपका सेनाल बनाना होगा और उस पर आपको असे असे वीडियो बनाकर अपलोड करना होगा । जब आप youtube पर पार्टनर पोग्राम में सामिल हो जाओगे तब आपको वीडियो के ऊपर जो ads आयेगे उसके बदलेमे आपको डॉलर में प्रति दीन पैसे मिलेंगे । आपको बस रोजाना काम करना है ।



3 इस्तग्राम रील बनाकर = आप इस्तग्राम के बारेमे जानतेही होगे । की वहा पर ढेर सारी वीडियो और तस्वीरें देखने मिलेगी । एस्टाग्राम पर आपको रोल बकाकर रोज अपलोड करना होगा। और उसके बारे में आपको इस्तग्रम से पैसे मिलते हैं।



4 फेशबुक पेज लिखकर = आप फेश बुक तो यूएस करते हैं लेकिन आपको पता नही होगा की फेश बुक पर आप पेज बनाकर बदले में पैसे कमा सकते हैं फेश बुक पर जो आपका मन पसद केंटन लिखना है और पोस्ट लिखकर आपको पोस्ट करना होगा।। जब आप अपनी फेसबुक पेज मोनोटेज हो जाते ही तो आप उन पर एड्स रन कहके बहत चारे पैसे कमा सकती हैं 

5 गूगल ऐड्स रन करके ।= आप गूगल पर ऐड्स बनाकर करके भी पैसे कमा सकते हैं। आपको गूगल पर ऐड्स का सेखसन खोलना होगा और उस पर आपको अपना ईमेल अड्रेस वेरिफाई करना होगा। और एकाउंट खोलना होगा । उस पर आपको जो एड्स क्रिएट करना होगा।आप यूएस पर विविध कंपनी के ऑडर्स ले सकते हैं और उनका बदले में आपको ढेर सारे पैसे कमा सकते हैं 

6 मोजमे वीडियो बनाकर । आप सब मोज ऐप्स के बारे में सब जानते ही होंगे की इन पर सॉर्ट वीडियो देखते है, whotsap stutas भी ज्यादा होते हे जो हम दावुनलोड करते हैं, बस हमे मोज पर रोज अपने वीडियो बनकर वीडियो डालना है और उसका जो टारगेट ही उसे हमे पूरा करना है । उसके बदले में आपको ढेर सारी कमाई होती है।



7 टेलीग्राम पर सेनाल = टेलीग्राम पर आपको सेनल बनाना हे ओर आप उस पर जोभी लिखना चाहते वो लिखना होगा । आपको टेलीग्राम पर मोविश रिलेटेड या कोई चोरिज की जानकारी दे सकते हे, टेलीग्राम का जो सेनल पर आपका सबस्क्राइब बड़ जाते है। तब आपको उनके पैसे मिलते ही।



8 वर्ड प्रेस पर साइट बनाकर। = आज कल सबसे ज्यादा गूगल पर सबसे ज्यादा रेंक करने वाली साइट हो तो वो होती ही वर्ड प्रेस साइट। आज कल कोईभी काम करना हो तो वर्ड प्रेस पर भी होता है आपको word प्रेस ऐप्स पर लॉगिन होना है और उस पर आपको अपनी पोस्ट लिखना हे। A आपको गूगल में un post को रेंक करना है।और आपको उस पर ऐड्स चलने वाली ऐड्स के आपको पैसे मिलते हैं।



9 डेली हंट न्यूज । = आपको डेली हंट न्यूज चैनल बनाना है और उस पर आपको लिखना हे।जब आपका पोस्ट डेली हंट न्यूज में चलने लगेगा तब आपको उसके काम के बदले में डेली हंट न्यूज चैनल से पैसे मिलते हे। डेली हंट की गाइडलाइन को आपको फॉलो करना है जब आपका लेब ज्यादा होते हैं तब आपको पैसे कमाने के बारे में आपको अप्रूअल लेना होगा ।उसके बाद ही आपको पैसे कमा सकते हैं



10 वॉट्स ऐप  = क्या आप वॉट्स ऐप यूएस करते हैं? तो हा ही होगा । लेकीन आप को पैसे नहीं मिलते होते हैं। आप को e जानकर हैरानी होगी की आज कल लोगो वोटसेप से लाखो रुपे वॉटसेप की मद्दद से कमाते है। वॉटसेप ग्रुप में थड़ पार्टी के लिंकसेर करके और पोस्ट में ऐड्स रन बनाए करकर दिखाते हैं । जो दूसरे प्लेट फार्म पर ट्रैफिक ले जाते है और पैसे कमाते है

आज में आपको बस इन पोस्ट में दस इसे प्लेट फार्म के बारे में केवल सॉर्ट ओर जनरल ही बताया हे। अगर आपको ई मेरी पोस्ट के बारीमे ओरकोई सवाल हो तो आप कॉमेंट 📥जरूर करे,


👉सोसयाल मीडिया से पैसे कमाने वाले दस बेस्ट पलेट फॉम👈 👇👇


1 ब्लॉग्स लिखकर 

2 यूट्यूब  सेनल बनाकर

3 इस्तगार रील बनाकर

4 फेसबुक पेज बनाकर 

5 गूगल  ads ran करकर

6 मोज में वीडियो डालकर 

7 टेलीग्राम पर सेनाल बनाकर 

8 वर्ड प्रेस पर साइट बनाकर

9 डेली हंट न्यूज पर पोस्ट लिख कर

10 WhatsApp से 

ई दस प्लेट फार्म हे जो हम घर बैठे ही पैसे कमा सकते हैं ।


🔍इस पोस्ट के बारे में चर्ज करने वाले की वर्ड🔎

#फ्री में पैसा कमाने वाला ऐप कौन सा है?

#फ्री में ऑनलाइन पैसे कैसे कमाए ?

#भारत में नंबर 1 पैसा कमाने वाला ऐप कौन साहै?

#पैसे कमाने का सबसे बढ़िया ऐप कौन सा है ?

#दो नंबर से पैसा कैसे कमाए ?

#बिना पैसे के पैसे कैसे कमाए?

#₹ 1000 रोज कैसे कमाए ?

#ऑनलाइन पैसा कमाने की App?

#गांव में पैसे कैसे कमाए?

#मोबाइल से पैसे कैसे कमाए?

#गूगल से पैसे कैसे कमाए?

#बिना निवेश के ऑनलाइन पैसा कमाना?

#Whatsapp से पैसे कैसे कमाए?

#कम समय में ज्यादा पैसा कमाने का तरीका?

#फ्री में पैसे कैसे कमाए Game से?

#मोबाइल से पैसे कैसे कमाए App?

#इंटरनेट से पैसा कैसे कमाए?

#घर बैठे फ्री में पैसे कैसे कमाए?

आप को उन सवालों के जवाब चाहिए तो आप हमारी साइट को फॉलो करे🤝







શનિવાર, 24 જૂન, 2023

આવતીકાલથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

આવતીકાલથી ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે. આ વખતનું ચોમાસું દેશના પશ્ચિમ કાંઠે ૮મી જૂન પછી થોડું આગળ વધી ૧૧મી તારીખ સુધીમાં કર્ણાટકના ભાગ સુધી અટકી ગયું છે. પરંતુ બંગાળના ઉપસાગરનું ભારેખમ વહન ભારે વરસાદી સિસ્ટમ લઈને આવતા આવતીકાલથી ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું વહન આવવાની શક્યતા રહેશે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.



રાજસ્થાન-મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પડશે, સાબરમતી-નર્મદા બે કાંઠે થશે

અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ મળતા આ ચોમાસું

લાઈવ હવામાન નક્સા જૉવા અહી ક્લિક કરો

ભારેથી અતિ ભારે વરસાદ લઈને આવશે. જેમાં તા.૨૫-૨૬ જૂનથી ચોમાસું શરૂ થશે. પરંતુ તા.૨૮ જૂનથી ૨ જુલાઈ વચ્ચે ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો, સમી, હારીજ, માણસાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય પંચમહાલના ભાગો અને અમદાવાદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. ઉદયપુર વગેરે ભાગોમાં ભારે વરસાદ થતા તેમજ સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થતા સાબરમતીનદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. ઉપરાંત મુંબઈના વિદર્ભના ભાગો, મુંબઈ-મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. ભરૂચમાં પણ બેચરાજી, કડી, સિદ્ધપુર, વિસનગર,ભારે વરસાદ પડી શકે. આહવા, ડાંગ, વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના માર્ગોમાં ગુજરાતના ભાગોમાં વડોદરાના ભાગો,પણ અતિ ભારે વરસાદની શક્યતા રહેતા મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેતા નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે. ૮મી જુલાઈ સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.


આજ નું હવામાન લાઈવ જુવો




ગુરુવાર, 22 જૂન, 2023

એક વાવાઝોડામાં ૧૦હજાર એટમ બોમ્બજેટલી શક્તિ હોય છે !

 એક વાવાઝોડામાં ૧૦હજાર એટમ બોમ્બજેટલી શક્તિ હોય છે !




ગ્લૉબલ વૉર્મિંગને કારણે કુદરતી સંતુલન ખોરવાઇ રહ્યું છે.આ સંતુલન જો વધારે બગડતું જશે તો બિપરજોય જેવાં વાવાઝોડાં અવારનવાર સજાશે અને આપણને ભયંકર નુકસાનીમાં નાખશે

ચારે તરફ બિપરાય વાવાઝોડાની ચર્ચા છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા અંગે ચિંતા છે. ગુજરાત સિવાય રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરલ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, લક્ષદ્વીપ રાજ્યોમાં પણ ચેતવણી અપાઈ છે. વાવાઝોડાને કારણે પ્રભાવિત વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડુ ફૂંકાવાનું છે. ૧૫મી એ ૧૫૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ફૂંકાવાની ચેતવણી અપાઈ હતી. વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલી તબાહી મચાવી છે તેની આપણને સૌને ખબર પડવા માંડી છે અને હજુ આવનારા દિવસોમાં નુકસાનીના અંદાજ મુકાશે. 

સવાલ એ છે કે   આ વાવાઝોડું ઉદ્ભવે કેવી રીતે છે અને તે કેટલું ખતરનાક બની શકે છે ? 


   જ્યારે હવાની લહેર ૧૫૦ કિ.મી.ની ઝડપે આગળ વધતી હોય ત્યારે તેને અવરોધતી તમામ વસ્તુઓને ઉખાડી નાખે છે. ૧૫૦ કિ.મી.ની ઝડપે કોઈ ગાડી જતી હોય તેની સાથે કોઈ વસ્તુ અથડાય તો જે દુર્ઘટના સર્જાય છે તેનાથી ઘણી વધારે દુર્ઘટના તેજ પવનો સતત આવતા રહે તો સર્જાય છે. જે લોકોએ કર્યો હશે તેમને ખબર છે કે વા વંટોળ જ્યારે શરૂ થાય છે અને ગતિ પકડે છે ત્યારે પાકા ઘરોને પણ સમતોલ કરી દે છે. કાચા ઘરોને ઉડાવી મૂકે છે, વીજળીના થાંભલાઓને ધરાશાયી કરી દે છે. 

 બીજા શબ્દોમાં કહીએ તો તોફાની વાવાઝોડા પોતાની પાછળ ભીષણ તબાહીના નિશાનો છોડી જતા હોય છે. તો અમેરિકાની સંસ્થા નાસાનું કહેવું છે કે, એક શક્તિશાળી વાવાઝોડામાં ૧૦ હજાર પરમાણુ બોમ્બ જેટલી તાકાત હોય છે. એટલે કે એક વાવાઝોડું પોતાના જીવનચક્ર દરમિયાન ૧૦ હજાર પરમાણુ બોમ્બ જેટલી શક્તિ ખર્ચ કરે છે. નાસાએ ૨૦૧૭માં આવેલા સાત તોફાની વાવાઝોડાનો અભ્યાસ કર્યો. આ સાતમાંથી ચાર તોફાનો જેના નામ હાર્વે, ઇરમા, જોસ અને મારિયા હતા. આ તોફાનોને શ્રેણી ત્રણમાં વર્ગીકૃત કરાયા હતા. એટલે કે આ તોફાન બહુ વધારે શક્તિશાળી હતા. એમાં પણ જોસ સિવાયના બીજા ત્રણ તોફાનો સૌથી વધુ શક્તિશાળી હતા. આ તોફાનો દરમિયાન ૨૦૯ કિલોમીટ૨ કલાકની ઝડપથી વાવાઝોડું ફૂંકાયું હતું અને સંબંધિત વિસ્તારોમાં ભારે પૂર આવ્યું હતું. આ તોફાનમાં તેની અડફેટમાં આવેલું બધુ જમીનદોસ્ત કરી નાખ્યું હતું.



તોફાનો કેવી રીતે સર્જાય છે તે અંગે હવામાનના વૈજ્ઞાનિક ફીલિપ ક્લૉટ્સબુકનું કહેવું છે, તોફાની ઉષ્ણકટિબંધ ચક્રવાત પાણીની ઉપર બને છે. જ્યાં વધારે ભેજ હોય છે. સમુદ્રની સપાટીનું તાપમાન ૨૬ ડિગ્રીથી વધારે હોય છે. ત્યારે હલકી હવાઓ ચાલુ થાય છે. આ પરિસ્થિતિ સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય એટલાન્ટિક અને ઉત્તરી પ્રશાંત ક્ષેત્રમાં ઉનાળુ અને શિયાળાની શરૂઆતની મોસમમાં બનતી હોય છે. નાસાના જણાવ્યા અનુસાર આ પ્રકારના તોફાની ચક્રવાત ઈંધણના પોતાના જીવનમાં ક્યારેય પણ તોફાની વાવાઝોડાનો અનુભવરૂપમાં ગરમ અને ભેજવાળી હવાઓનો ઉપયોગ કરે છે. આ હવા સમુદ્રની સપાટીથી ઉપર અને દૂર સુધી ફૂંકાય છે. જેના કારણે ઓછા દબાણવાળું વાયુક્ષેત્ર બને છે. પરિણામે વધારે દબાણવાળી વિસ્તારોમાંથી હવા એકાએક આ ઓછા દબાણવાળી જગ્યાએ ફૂંકાય છે અને તેના કારણે આ પ્રકારનું વંટોળ સર્જાતું હોય છે. જેવી ગરમ હવા અને ભેજવાળી હવા આવ્યો છે. ઉપર ઊઠે છે અને ઠંડી પડે છે ત્યારે તેમાં રહેલું પાણી વાદળનું રૂપ લે છે. વાદળો વધતા જાય છે અને પવન તેજ થાય છે અને આગળ વધે છે. જે દરિયાની ગરમીને કારણે આગળ ને આગળ વધતા રહે છે. આ તોફાન ગોળ ગોળ ફરતું હોય છે. તેના બહારનાં ભાગમાં સૌથી વધારે તેજ હવાઓ હોય છે. જ્યારે કેન્દ્રમાં ઓછા દબાણવાળું એક શાંત ક્ષેત્ર બને છે જેને સાઈક્લૉનની આઇ એટલે આંખ કહેવામાં આવે છે. આ તોફાન સામાન્ય રીતે લેન્ડફોલ એટલે કે જ્યાં ધરતી પર ત્રાટકે છે. ત્યારબાદ ઓછું શક્તિશાળી બની જાય છે. કારણકે તે પોતાનું ગરમ પાણી ગુમાવી દે છે.



વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ગ્લૉબલ વૉર્મિંગને કારણે આ પ્રકારના વાવાઝોડા વારંવાર સર્જાય છે અને તેની તીવ્રતા પણ વધારે થતી જાય છે. ગ્લોબલ વાંમિંગ ને કારણે સમુદ્રનું પાણી ગરમ થાય છે અને તોફાનને આ કારણે તેનુ ઈધણ મળતું રહે છે. ગરમ પાણીને કારણે તોફાનની તીવ્રતા અને સંખ્યામાં પણ વધારો થાય છે. આ કારણે સૌથી વધારે શક્તિશાળી તોફાન સામાન્ય રીતે ખાડી વિસ્તાર અને કરેબિયન સમુદ્રમાં બને છે જ્યાં ગરમી વધારે પડતી હોય છે. આ વિસ્તારોમાં સમુદ્રની ઊંડાઈમાં પણ પાણી ગરમ હોય છે. એટલાન્ટિક મહાસાગરમાં સામાન્ય રીતે પાણી ઠંડું હોય છે. જેવું તોફાન આગળ વધે છે અને ઊંડાઈનું ઠંડું પાણી ઉપર આવે છે ત્યારે તે પોતાની શક્તિ ગુમાવી દે છે. હવે જો એટલાન્ટિક ઓસન પણ જો ગરમ થવા માંડે તો આ સ્થિતિ બદલાય અને વાવાઝોડાને શક્તિ મળતી જ રહે. પરિણામે વારંવાર વાવાઝોડા આવવાની શક્યતા રહે છે. વૈજ્ઞાનિકોનાં કહેવા પ્રમાણે, એટલાન્ટિકમાં ઉત્પન્ન થતું કોઇ પણ તોફાનમાં સૌથી વધારે તેજ હવાઓનો રેકોર્ડ નોંધવામાં આવ છે,




આમ આખરે વાત પ્રાકૃતિક અસમના સુધી આવીને ઊભી રહી છે. ગ્લૉબલ વૉર્મિંગને કારણે કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે. આ સંતુલન જો વધારે બગડતું રહેશે તો બિપરજોય જેવા વાવાઝોડા અવારનવાર સજાશે અને આપણને ભયંકર નુકસાનીમાં નાખશે. ભારતનો દરિયાકાંઠો ખૂબ વિશાળ છે. ગુજરાતથી શરૂ કરીને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરલ, આંધ્રપ્રદેશથી ઓરિસ્સા સુધીનો ખૂબ જ લાંબો પટ્ટો દરિયાકિનારાનો છે. આ સંજોગોમાં જો ગ્લૉબલ વૉર્મિંગ વધતું જ જશે તો દેશના ઘણાંબધા રાજ્યોને વારંવાર વાવાઝોડાની તબાહીનો સામનો કરવો પડશે.

બુધવાર, 21 જૂન, 2023

અલનીનો વિશ્વ ભરમાં દુષ્કાળ,વાવાઝોડા, ભારે વરસાદ અને તાપમાન જેવી આફતો લાવશે, અલનીનો થી કુદરતી આફતો વધશે


હાલમાં ભારત સહિત સમગ્ર વિશ્વ ભીષણ ગરમી, ઘાતક ચક્રવાત અને ચોમાસાની ઊણપના કારણે દુષ્કાળના જોખમ સામે ઝઝૂમી રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમુદ્રની ગરમ થવાની ઘટના એટલે કે અલ નિનો હવે સત્તાવાર રીતે આવી ગયો છે. યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન (એનઓએએ) અનુસાર અલ નિનો તાપમાનમાં નવા રેકને સર્જી શકે તેમ છે. પ્રશાંત જ્યાં પહેલેથી અલ નિનો દરમિયાન સરેરાશ કરતાં વધારે તાપમાનનો અનુભવ થયો હતો. એક રિપોર્ટ અનુસાર સામાન્ય રીતે અલ નિનો દરેક બેથી સાત વર્ષમાં આવે છે અને તેમાં મધ્ય પૂર્વી પ્રશાંત મહાસાગરમાં ભૂમધ્ય રેખાની આસપાસ સમુદ્રની સપાટી સરેરાશ કરતાં વધારે ગરમ થાય છે. છેલ્લી અલ નિનોની ઘટના ફેબ્રુઆરી અને ઓગસ્ટ ૨૦૧૯ વચ્ચે નોધાઇ હતી. જો કે તેનો પ્રભાવ ખાસ રહ્યો ન હતો. એનઓએએના ક્લાઇમેટ પ્રેડિક્શન સેન્ટરના એક ભૌતિક વિજ્ઞાની મિશેલ અલ હેયુરેક્સે જણાવ્યું હતું કે અલ નિનો ઘણા પ્રકારે પ્રભાવ પેદા કરી શકે છે, જેમ કે વિશ્વભરમાં કેટલાક સ્થાનોમાં ભારે વરસાદ અને દુષ્કાળના ઝખમને વધારવું. તેમણે કહ્યું હતું કે અલ નિનો તાપમાન માટે નવા રેકોર્ડ સર્જી શકે છે. પાછલા મહિને અલ નિનોની પ્રથમ ઘટનામાં કેવિન તરંગો ભૂમધ્યરેખીય ક્ષેત્રમાં દક્ષિણ અમેરિકાના તટ તરફ ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં દુનિયાભરમાં અલનીનોને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક ઠેકાણે કમોસમી વરસાદ વરસે છે તો ક્યાંક ભયંકર ગરમી પડી રહી છે. આવનારા વર્ષોમાં વિશ્વનું તાપમાન બેથી પાંચ ડિગ્રી વધવાની શક્યતા પણ નિષ્ણાતો જોઈ રહ્યા છે. પરિણામે પૃથ્વી પર ગરમીનું દબાણ વધી રહ્યું છે.



અલતિતો ૨૦૨૩ને અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બતાવી શકે


રિપોર્ટ અનુસાર આ વર્ષે અલ નિનોના આવવાથી વૈશ્વિક તાપમાનમાં કેટલી વૃદ્ધિ થશે તે અંગે કોઇ જાણકારી નથી. સાથે તે આગામી પાંચ વર્ષમાં ગ્લોબલ વોર્મિંગ ૧.૫ ડિગ્રી સેલ્સિયસની સીમાને પાર કરવામાં તેનું યોગદાન આપી શકે છે, જેને પગલે વિનાશકારી ક્લાઇમેટ ચેન્જ થઇ શકે છે. દક્ષિણ કેલિફોર્નિયામાં નાસાની જેટ પોરપન્શન લેબોરેટરીના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ જોશ વિલિસે જણાવ્યું હતું કે અમે આ અલ નિનોની ઘટના પર બાજ નજર રાખી રહ્યા છીએ. વિલિસે જણાવ્યું હતું કે જો તે મોટું છે તો વિશ્વ વિક્રમી ગ્લોબલ વોર્મિંગ જોશે. દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં શિયાળાની સિઝનમાં વરસાદ જોઇ શકીએ. આ મહિને વૈશ્વિક તાપમાન રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે કે જે અલ નિનો પહેલાનો એક અશુભ સંકેત છે. તે સંભવિત રૂપથી ૨૦૨૩ને અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બનાવી શકે છે .Chandrayan ૩ ની બધિ માહિતિ જાણો

અલ્ લીનો માટે સર્સ કરવામાં આવતા શબ્દો 

, el nino, el nino effect, el nino meaning, el nino 2023, el nino effect in india, el nino and la nina, el nino monsoon, el nino upsc, el niño weather, el nino effect in india 2023, el nino 2024, el nino phenomenon, el nino 2023 india, el nino and la nina upsc,


મંગળવાર, 20 જૂન, 2023

આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી

 આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી 


બોપોરર્જોય વાવાઝોડુ ગુજરત પરથી પસાર  થઈ ગયું છે. તેમ છતાં હવામાન ખાતાએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની અને ભારે વરસાદની બનાસકાંઠા તથા સાબરકાંઠામાં આગાહી કરી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. બીજી તરફ અમદાવાદ સહિતના રાજ્યના ૭ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રીને વટાવી જતા લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં લોકોએ ૭૮ ટકા ભેજના કારણે ભારે ઉકળાટ અનુભવ્યો હતો. અમદાવાદ શહેરમાં હળવો વરસાદ વરસવાની આગાહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ બિપરજોય હવે ડિપ્રેશનમાં ફેરવાયું છે અને પૂર્વ રાજસ્થાન તરફ છે. જ્યાંથી તે પૂર્વ દિશા તરફ આગળ વધીને નબળું પડશે. બીજી તરફ ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને તેને સંબંધિત વિસ્તારમાં વેલ માર્કડ લો પ્રેશર ઉભું થયું છે. આગામી ૨૪ કલાકમાં નબળું પડશે.


આજ નું હવામાન લાઈવ જુવો

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇

  • વરસાદની આગાહી,
  • વરસાદની આગાહી ગુજરાતમાં,
  • વરસાદની આગાહી લાઈવ,
  • વરસાદની આગાહી ના સમાચાર,
  • વરસાદની આગાહી કેટલા દિવસની છે,
  • વરસાદની આગાહી લાઈવ 2023,
  • વરસાદની આગાહી ગુજરાત,
  • વરસાદની આગાહી કઈ તારીખે છે,
  • વરસાદની આગાહી ગુજરાતમાં 2023,
  • વરસાદની આગાહી હવામાન,
  • હવામાન નકશા,
  • હવામાન,
  • હવામાન આગાહી વરસાદની 2023,
  • હવામાનની આગાહી,
  • હવામાન વિભાગ,
  • હવામાન આગાહી આજની,
  • હવામાન અમદાવાદ,
  • હવામાન રાજકોટ ગુજરાત,
  • હવામાન ભાવનગર ગુજરાત,
  • હવામાન સુરત ગુજરાત,


રવિવાર, 18 જૂન, 2023

રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડાંની અસર : મૂશળધાર વરસાદ ખાબક્યો



ગુજરાતને ધમરોળ્યા પછી બિપરજોય વાવાઝોડું શનિવારે રાજસ્થાનમાં પ્રવેશ્યું હતું આજ રોજ  રાજ્યોમાં પણ મૂશળધાર વરસાદના કારણે પૂરની ગંભીર સ્થિતિ  વાવાઝોડા ના  કારણે રાજ્યમાં અનેક સર્જાઈ છે. અસમમાં ૧૧ જિલ્લાના અનેક વિસ્તારો જળમગ્ન કરી નાખ્યું છે  બીજીબાજુ પૂર્વોત્તરના  રાજ્યો માં વાવાઝોડા ના કારણે  ૩૪,૦૦૦ થી વધુ લોકો પર અસર થઈ છે.


આસમ અને મેઘાલય સહિત પૂર્વોત્તર ભારતમાં પૂરની સ્થિતિ સર્જાય છે ઉત્તર સિક્કિમમાં ફસાયેલા ૨૪૦૦થી વધુ પ્રવાસીને બચાવાયા હતાં,


હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બિપરોય વાવાઝોડાંના કારણે બારમેર જાલોર અને સિરોહી જિલ્લામાં રેડ એલર્ટ ઈશ્યુ કરાઈ હતી, જ્યાં સતત ૩-૪ કલાક વરસાદ પડ્યો હતો. સિરોહીમાં ૩૭.૫ મીમી, જાલોરમાં ૩૬ મીમી, બારમેરમાં ૩૩.૬ મીમી વરસાદ પડ્યો હતો.


 વાવાઝોડા દરમિયાન હવામાન વિભાગે જેસલમેર, બિકાનેર, ચુરુ, સિકર, નાગપુર, ઝુનઝુનુ, અજમેર, ઉદયપુર, રાજસમંદ સહિત અનેક વિસ્તારોમાં યલો એલર્ટ' જાહેર કરી છે. રાજસ્થાનમાં છેલ્લા ૨૪ કલાકમાં માઉન્ટ આબુમાં ૨૧૦મીમી, બારમેરના સેદવામાં ૧૩૬ મીમી, માઉન્ટ આબુ તહેસિલમાં ૧૩૫ મીમી વરસાદ પડ્યો છે.

મેઘાલય, અસમમાં મૂશળધાર વરસાદ ના કારણે ભૂસ્ખલન પણ થયું હતું. આસામમાં છેલ્લા કેટલાક સમય માં જણાવ્યા મુજબ પૂર્વ ખાસી હિલ્સ સહિત દિવસથી સતત ચાલતા વરસાદના કારણે ૧૨ જિલ્લામાંથી ૭માં ભારેથી અતિ ભારે ૧૧ જિલ્લાના વિસ્તારો જળબંબાકાર થઈ વરસાદની આગાહી કરાઈ છે. જેને પગલે ૩૪,૦૦૦ લોકો ને સ્થળાંતર, અને કેટલાય છેલ્લા નવ દિવસમાં વીજળી પડવી, આગ અસરગ્રસ્ત થયા છે. અસમ સ્ટેટ ડિઝાસ્ટર લાગવી, ભૂસ્ખલન, મડસ્લાઈડ અને મેનેજમેન્ટના રિપોર્ટ મુજબ બ્રહ્મપુત્રસહિત મૂશળધાર વરસાદ સહિતની ઘટનાઓ મોટાભાગની નદીઓમાં વિવિધ સ્થળો નોંધાઈ હતી. આજ નું હવામાન લાઈવ જુવો

બુધવાર, 14 જૂન, 2023

Biporjoy લાઇવ અપડેટ



ચક્રવાત બિપરજોય ભારત-પાકિસ્તાન સરહદી ક્ષેત્રની નજીક આવી રહ્યું છે, તેના પગલે સંભવિત પૂર અને વીજળીમાં વિક્ષેપ લાવી રહ્યો છે. ગુરુવારે ગુરાજતમાં લેન્ડફોલની આગાહી.




ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો હાઇ એલર્ટ પર છે કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ પ્રચંડ ચક્રવાતી વાવાઝોડા બિપરજોયને કારણે તોફાન ઉછળવાની ચેતવણી આપી છે. તેની તીવ્રતામાં થોડો ઘટાડો થયો હોવા છતાં, ચક્રવાત ફરીથી તાકાત મેળવવાની ધારણા છે, જે સંભવિત રીતે મોટા વાવાઝોડા દ્વારા ગુજરાતમાં વ્યાપક વિનાશનું કારણ બને છે. IMD એ 15 જૂને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના બંદર શહેર કરાચી વચ્ચેની જમીન પર ત્રાટકવાની આગાહી સાથે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

 

 ચક્રવાતની ગતિ 4 જુદા જુદા હવામાન મોડલ પર આધારિત છે,

Windy.com


Biparjoy


Satellite & NRA


 કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જુનાગઢ અને રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓમાં ઉછળેલા મકાનોના સંપૂર્ણ વિનાશ અને કચ્છના મકાનોને નોંધપાત્ર નુકસાન સાથે ચક્રવાતની અસર ગંભીર હોવાની ધારણા છે. આ વાવાઝોડાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ ખતરો છે, જેમાં પાવર અને કોમ્યુનિકેશનના થાંભલાઓ તોડી પાડવાની, રેલ્વે સેવાઓને વિક્ષેપિત કરવાની અને પાક અને બગીચાને નુકસાન થવાની સંભાવના છે.


 ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતાની શ્રેણી લાવવાની આગાહી કરવામાં આવી છે, હળવાથી મધ્યમ સુધી, છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનો અનુભવ થાય છે. 15 જૂને વરસાદની તીવ્રતા વધવાની ધારણા છે.


 ચક્રવાતની અપેક્ષાએ, આશરે 95 ટ્રેન સેવાઓ કે જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થાય છે, ઉદ્દભવે છે અથવા સમાપ્ત થાય છે તે રદ કરવામાં આવી છે અથવા 15 જૂન સુધી ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવશે.







શુક્રવાર, 2 જૂન, 2023

વાતાવરણમાં આજથી પલટો આવશે, ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકેછે અરબ સાગર ના દરિયામાં બીપોર્જોય વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા છે



ઉત્તર ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડા સાથે વરસાદની હવામાન ખાતાની આગાહી કરવામાં આવી છે 


રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. ઉત્તર ગુજરાતમાં શુક્રવારથી ફરી વાવાઝોડા સાથે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને કચ્છ પંથકમાં પણ શનિવારના રોજ વરસાદ તેમજ તેજ પવન ફૂંકાઈ શકે છે. વરસાદ પડવાની સાથે સાથે પ્રતિ કલાકે ૫૦ કિ.મી.ની ઝડપ સુધીનો પવન ફૂંકાવાના પણ સંકેતો આપવામાં


આ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી


શુક્રવાર : બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ


શનિવાર : બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છ


સોમવાર : બનાસકાઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આવ્યાં છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં તેજ પવન ફૂંકાવાની સાથે હળવો વરસાદ પડશે. શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગરહવેલી અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન ખાતાની આગાહી મુજબ રવિવારે રાજ્યના એકપણ વિસ્તારમાં વરસાદની શક્યતા નથી. પરંતુ સોમવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદ પડશે.