શોર્ટ ર્ટનમાં નિફ્ટી માં ૫૦૦ પોઇન્ટ્સ ઉછાળાના સંકેત
શેર ની પસંદગી કેવી રીતે કરવી, ક્યારે કેટલું રોકાણ કરવું જોઈએ અને કેવી રીતે પોર્ટફોલિયો બનાવવો જોઈએ તે માટે અનેક લેખ અને અસંખ્ય પુસ્તકો લખાયાં છે. કિન્તુ, સૌથી અગત્યની બાબત એ છે કે શેરને કેટલા વખત સુધી પોર્ટફોલિયો માં રાખો. રાખવો અને ક્યારે તેને વેચવો તે વિશે ઘણું ઓછું જ્ઞાન જોવા મળે છે. આ બહુ અગત્યની બાબત છે. પોર્ટફોલિયો ના લીધેલાં શેર જો વધી અને પાછાં ઘટી જાય તો profits ના ચોપડે જ રહી જાય છે. બીજી તરફ જો તમે શેર ઝડપથી વહેંચી દેશો અને ટ્રેડિંગ કરશો તો ક્યારેય મોટી વેલ્થ બનાવી શકશો નહીં. હવે વેચવાનો વિષય એટલા માટે અઘરો છે કે મોટાભાગના લોકો થોડો નફો આવે ત્યારે શેર વેચી દેવાનું પસંદ કરે છે જે સૌથી મોટી નબળાઈ છે. દુનિયાના અગ્રણી ઇન્વેસ્ટર્ નો અભ્યાસ કરશો તો જણાશે કે તેઓ અમુક શેરો લાંબા સમય સુધી તેમના પોર્ટફોલિયો માં સાચવી રાખે છે અને તેને કારણે આ શેરના ત્રણ ગણા કે પચ્ચીસ ગણા થાય અને તેના કારણે તેમના બાકી રહેલા ખોટા ઇન્વેસ્ટ મેન્ટ ની ભૂલો ઢંકાય અને તેમને ઘણું સારું વળતર મળે છે. એટલે જરૂરી છે કે અમુક શેરોને તમે લાંબા સમય સુધી પોર્ટફોલિયો માં સાચવી રાખવા.
શેર ક્યારે વેચશો ?
એવા કયા કારણો છે કે જેના કારણે શેરને વેચી દેવા જોઈએ એ વિષય પર થોડો વિચાર કરીએ.
સૌથી પહેલું કારણ છે કે તમે લીધેલા કોઈ શેરના અકાઉન્ટિંગ માં એટલે કે આંકડા પરથી તમને ભરોસો ઊઠી જાય, તો ત્યારે એવા શેરમાં ના રહેવું જોઈએ કારણ કે અકાઉન્ટિંગ જો ફ્રોડ હશે તો એ શેરમાં તમને ક્યારેય ભવિષ્યમાં પણ વળતર મળશે નહીં.
બીજું કારણ છે કે તમે વિચાર્યું હોય એમાં ખોટા પડો, એટલે કે તમે વિચાર્યું હોય કે કોઈ માઇક્રો ઇકોનોમિક ઇવેન્ટ પાછળ અથવા તો કોઈ કોર્ટના ચુકાદાની પાછળ અથવા તો કોઈ કંપનીમાં તેના કોમ્પિટિટિવ એડવાન્ટેજને કારણે તમે શેર લીધા હોય અને ત્યાર પછી બ્રાન્ડ નબળી પડી જાય, અથવા તો કોમ્પિટિશન વધી ગઈ હોય અને મિસ મેનેજમેન્ટ લાગતું હોય તો તે શેરમાંથી
નીકળી જવું જોઈએ. ઉદાહરણ તરીકે તમને લાગતું હોય કે સ્ટીલ કોમોડિટીના ભાવો વધશે અને તમે સ્ટીલ કંપનીના શેર લીધા હોય અને સ્ટીલના ભાવમાં મોટ્ટો ઘટાડો શરૂ થાય તો તમારે શેરમાંથી નીકળી જવું જોઈએ.
ત્રીજું કારણ એ જ્યારે તમે કોઈ કંપનીના શેર લીધા હોય અને તે કંપની એની સાઈઝ કરતાં જો કોઈ બહુ જ મોટી કંપની એટલે કે ઉદાહરણ તરીકે ૧,૦૦૦ કરોડની કંપની બીજી ૭૦૦ કરોડની કંપનીને ખરીદે તો તમારે બહુ જ લાંબો વિચાર કરવો જોઈએ કે શું એ કંપનીમાં રોકાણ જાળવી રાખવું કે પછી તેમાંથી બહાર નીકળવું ૧૦૦૦ કરોડની કંપની ૫ કરોડથી લઈ ૧૦૦ કરોડની કંપની ખરીદે તો તમને એમાં વાંધો નહીં આવે,
ચોથું કારણ છે જ્યારે કંપની જે સેક્ટરમાં હોય તેનું ભાવિ નબળું જણાતું હોય તો અથવા સેક્ટર એવા પોટેન્શિયલ લેવલ પર પહોંચી ગયું હોય કે જ્યાં આગળથી હવે મોટી અપસાઇડ તમને દેખાતી ન હોય તો પછી તે કંપનીના શેર વેચવાં જોઈએ.
બીજું કારણ છે કે જ્યારે કોઈ કંપનીમાં એના પ્રમોટર અથવા તો મેનેજમેન્ટમાં બહુ મોટું ચેન્જ આવે, જયારે નવો સીઈઓ આવે અથવા તો કંપની બીજા કોઈ પ્રમોટરને વેચે તો આવા લીડરશિપ અથવા કલ્ચરના ચેન્જ આવે છે. ત્યારે ચોક્કસથી વિચારવું જોઈએ કે શું એ શેરમાંથી બહાર નીકળવું કે નહીં. જ્યારે એક કંપનીના વેલ્યુએશનમાં એક્સ્ટ્રીમ વૃદ્ધિ જોવા મળે ત્યારે એના વેલ્યુઈશન બહુ જ ઊંચા હોય અને ત્યાંથી કોઈ જ આશા ન લાગતી હોય કે અને એક્સ્ટ્રીમ ઓવર વેલ્યૂડ શેર બને ત્યારે તે આગલા ત્રણથી પાંચ વર્ષના સારા સમયને અત્યારથી ડિસ્કાઉન્ટ કરી લે તો એ શેરમાંથી બહાર નીકળી જવું જોઈએ.
બજાર ની રૂખ :
અમેરિકા અને યુરોપની બેન્કિંગ કટોકટી પાછળ શેરબજારો સારા કરેક્શનમાં આવી ચૂક્યા છે. જો તમે ઘટાડે ખરીદવા માટે પૈસા સાચવી રાખ્યા હોય તો તમારા એસેટ અલોકેશન પ્રમાણે સરકારી બેંક, ફાર્મા અને એન્જિનિરિંગ અને કેપિટલ ગસ શેર્સ ખરીદો. જો તમે ઓરિજિનલ પ્રમોટર નીકળી જાય અને એટ્રેડિંગ કરતા હોય તો ૧૬,૮૦૦નો સ્ટોપલોસ જાળવી લોંગ પોઝિશન બનાવો. બજારમાં શોર્ટ ટર્મ બોટમ બની હોવા સાથે નિફ્ટીમાં ટૂંકાગાળામાં ૫૦૦ પોઇન્ટ્સ ઉછાળાની શક્યતા જણાય છે.
0 ટિપ્પણીઓ