google.com, newstruggle : જુલાઈ 2025

મંગળવાર, 15 જુલાઈ, 2025

बुधवार के दिन vi, जियो और एयरटेल न्यू कार्ड में खास ऑफर जय गरुदेव मोबाइल दयाल 9898894916




🛑 एयरटेल new कार्ड ऑफर।


 👉एर्टल न्यू कार्ड 4G मात्र 230 में आज के दिन केलिए।

👉एर्टल 5G एंलिमिटेड कॉलिंग और एंलिमिटेड नेट मात्र 270 में


🛑 जियो new कार्ड।।


👉 जियो न्यू कार्ड 4G केवल 200 में आज लिए 

👉 Jio 5G  unlimited 270 में आज के लिए।


🛑Vi new कार्ड  ऑफर।


👉 Vi new कार्ड आज के लिए मात्र 99 में।

👉 Vi 4G anlimited नेट और कॉलिंग मात्र 250 में आज के लिए।


🛑 और माहिती के लिए हमारे वॉटसेप ग्रुप में जुड़े।

https://chat.whatsapp.com/LbDqhbQq7DP5ie8eKSEifB

સોમવાર, 14 જુલાઈ, 2025

आज की mnp ऑफर, तारीख 15 जुलाई 2025 आप के लिए mnp खास ऑफर 9898894916 jay GARUDEV MOBAIL DAYAL

 आज के mnp ऑफर खास आपके लिए है मंगल है मंगल वार है तो आज ही हमारे mnp कराने के लिए एर्टल mnp केन्द्र की मुलाकात करे।



Vi/ jio में से ईटल में mnp कराई।

👉 Vi/ jio में रिसाज नहीं है तो चिंता मत करिए रिसाजे बिल्कुल फ्री हम करदेंगे और एर्टल में mnp भी बिलकुल फ्री में करदेगे।

👉 अगर आपके vi और jio के ओल्ड सिम ही और 90 दिन पूरे हे तो gift 🎁 भी बिलकुल फ्री में देंगे।

👉 एयरटेल में आपको  मिलेंगे 1.5 gb पर डे नेट और एंलिमिटेड कॉलिंग फ्री 28 दिन के लिए।

👉 तो आज ही अमारे mnp केंद्र की मुलाकात लो और जल्दीही mnp कराई। 


👉अमारी mnp फ्री gift की फ़ोटो नीचे दी गई है।

👇👇👇😀👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇 

हमारे साथ ग्रुप में जोड़ने के लिए नीचे ग्रुप की लिंक में क्लिक कीजिए।

https://chat.whatsapp.com/LbDqhbQq7DP5ie8eKSEifB




V I MNP धमाका ऑफर*


*अगर आपने रिचार्ज नहीं कराया है, तो MNP सिर्फ़ 50 रुपये में हो जाएगा*


*साथ ही रात 12 बजे से दोपहर 12 बजे तक अनलिमिटेड इंटरनेट और 2GB डेटा*


*और अगर आपने रिचार्ज कराया है, तो उसके साथ एक उपहार भी*

મંગળવાર, 8 જુલાઈ, 2025

ગુજરાત સહિત 22 રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી! હવામાન વિભાગ ની આગાહી ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી!

 ગુજરાત સહિત 22 રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી!



દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત સહિત દેશભરમાં છવાયું છે, ઘણાં ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દેશમાં સામાન્ય ક્વોટા થી 15% વધુ વરસાદ ખાબક્યો છે. અત્યાર સુધીમાં 221.6 મીમી વરસાદ પડવાનો હતો, પરંતુ 254 મીમી વરસાદ પડ્યો છે. 

મધ્ય ભારતમાં સૌથી વધુ 42%, ઉત્તર-પશ્ચિમ ભારતમાં 37% વધુ વરસાદ પડ્યો છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં 20% ઓછો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે મંગળવારથી 12 જુલાઈ સુધી લગભગ 22 રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, પૂર અને વીજળી પડી શકે છે, આ વિસ્તારમાં ઓરેન્જ અને રેડ એલર્ટ અપાયું છે. 

જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પૂર્વ-પશ્ચિમ યુપી, ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય નો સમાવેશ થાય છે.


હિમાચલ માં  17 દિવસમાં 19 વખત વાદળ ફાટ્યા ની ઘટના બની છે.


હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. ગત સપ્તાહે મંડી જિલ્લામાં વાદળ ફાટતાં પૂર અને ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં 30 હજુ પણ ગુમ છે. લગભગ 250 બચાવ કાર્યકરો રેસક્યું કરી ઓપરેશનમાં જોડાયા છે.

 આ આફતમાં 14 પુલ, 235 રસ્તા, 225 ઘરો નાશ પામ્યા છે. નોંધનીય છે કે 20 જૂનથી રાજ્યમાં વાદળ ફાટવાની 19 ઘટના બની છે. તેના લીધે 23 સ્થળોએ અચાનક પૂર અને 16 સ્થળોએ ભૂસ્ખલન થયું છે, જેમાં 78 લોકોએ જીવ ગુમાવ્યા છે.


ઝારખંડ: 12 જિલ્લામાં પૂરનું જોખમ વધ્યું છે.


હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની ચેતવણી જારી કરી છે. રાંચી હવામાન કેન્દ્રના ડેપ્યુટી ડિરેક્ટર અભિષેક આનંદે જણાવ્યું હતું કે ઝારખંડમાં 1 જૂનથી 6 જુલાઈ દરમિયાન સામાન્ય કરતાં 69% વધુ વરસાદ પડયો છે.


આંધ્રપ્રદેશ માં  હવામાન વિભાગે 7 થી 11 જુલાઈ દરમિયાન રાજ્યમાં વાવાઝોડાની ચેતવણી જારી કરી છે.


ઓડિશા માં  પશ્ચિમ બંગાળની આસપાસ એક લો પ્રેશર સર્જાયું છે. તેના લીધે ઓડિશાના 16 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. નુ આપાડા જિલ્લામાં દિવાલ ધરાશાયી થવાથી 2 લોકોના મોત થયા છે.





.

રવિવાર, 6 જુલાઈ, 2025

આવતી કાલે દેશ નાં 23 રાજ્ય માં ભારે વરસાદ ની આગાહી! આંધી સાથે વરસાદનો આ સિલસિલો ૧૦ મી સુધી ચાલુ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે.

 દેશનાં કેટલાક રાજ્યોમાં ૧૦ મી સુધી કડાકાભડાકા સાથે વરસાદ ની સંભાવના.મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને વિદર્ભ નાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

દેશનાં કેટલાક રાજ્યોમાં અને ખાસ કરીને ઉત્તર તેમજ પશ્ચિમનાં રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ કહેર મચાવી રહ્યો છે. ક્યાંક આંધી અને કડાકા ભડાકા તેમજ વીજળી સાથે વરસાદ તબાહી મચાવી રહ્યો છે. 



આંધી સાથે વરસાદનો આ સિલસિલો ૧૦ મી સુધી ચાલુ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને વિદર્ભ નાં વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 

વરસાદની સિસ્ટમ સર્જાવા થી પૂર્વ ભારત, મધ્ય ભારત તેમજ ઉત્તર પશ્ચિમ ભારતનાં કેટલાક હિસ્સામાં આગામી ૭ દિવસ આંધી સાથે વરસાદ પડી શકે છે.

 રાજસ્થાનનાં કેટલાક જિલ્લામાં આગામી ૪-૫ દિવસ વરસાદી કહેર ચાલુ રહી શકે છે. મધ્ય પ્રદેશમાં માંદલા, શિવની અને બાલઘટ માં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

જબલપુરમાં વરસાદને કારણે જમીન ધસી પડવાથી નેશનલ હાઈવે નાં ટ્રાફિક ને અસર થઈ છે. યુપીના કાશીમાં મણિકર્ણિકા ઘાટ ડૂબી જવાથી યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોને હાલાકી પડી છે. 

આસપાસનાં નાના મંદિરો પાણીમાં ડૂબી ગયા છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ,પશ્ચિમ બંગાળ, ઓડિશા અને વિદર્ભમાં ૧૦ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. 

ઉત્તર પશ્ચિમ ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને યુપીમાં ૧૦ મી સુધી ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં રવિવાર સુધી ભારે વરસાદની સંભાવના છે. 

મહારાષ્ટ્રમાં ૭ જુલાઈ સુધી ભારે વરસાદ વરસી શકે છે. આગામી સાત દિવસ સુધી વીજળીનાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા છે.


હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત.


હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદનો કહેર ચાલુ રહ્યો છે. ઓડિશામાં પણ વરસાદે હાલાકી સર્જી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે રાજ્યને રૂ. ૫૦૦૦ કરોડનું નુકસાન થયું છે. 

સૌથી વધુ નુકસાન મંડીમાં થયું છે. જ્યાં ૩૧ લાપતા લોકોની શોધ કરાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં ૧૪ પુલ તણાઈ ગયા છે. ૫૦૦ રસ્તા સંપૂર્ણ બંધ થઈ ગયા છે. જમીન ધસી પડવાથી ૬૯ નાં મોત થયા છે.



ગુરુવાર, 3 જુલાઈ, 2025

હવામાન વિભાગની આગાહી.પાસ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાઓ એલર્ટ કરાયા.

હવામાન વિભાગની  આગાહી.પાસ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાઓ એલર્ટ કરાયા.

રાજ્યમાં આવતીકાલ શુક્રવાર થી માંડીને આવતા સોમવાર સુધીના પાસ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્રોને એલર્ટ કરાયા છે.

 મંગળવારે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર - એસ ઇ ઓસી ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપ ની બેઠકમાં હવામાન વિભાગ તરફથી વરસાદની આ આગાહી સંદર્ભે તંત્રને સજાગ રહેવા જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવતા છ  દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરવામા આવી છે. 



કયા જીલ્લામાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.


સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી અને વલસાડ જિલ્લામાં પડવાની તેમજ ભારે વરસાદ બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં થવાની શક્યતા છે. 

બાકીના જિલ્લા અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના જણાવાઈ રહી છે. ૬ દિવસ દરમિયાન પવનની ગતિ ૩૦ થી ૪૦ કિલોમીટર સુધીની રહેવાનો અંદાજ છે.


Ndrf ની ૧૩, અને sdrf ની ૨૦ ટીમો દિપ્લોય કરવામાં આવી છે. 

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે એન ડી આર એફ ની ૧૩ ટીમો તથા એસ ડી આર એફ ની ૨૦ ટીમો જિલ્લાઓમાં ડિપ્લોય કરી દેવાઈ છે. જ્યારે એન ડી આર એફ ની ૨ ટીમો વડોદરા ખાતે અને એસ ડી આર એફ ની ૧૩ ટીમો  હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રખાઈ છે. 

રાજકોટ ખાતે ૨ અને વલસાડ, સુરત, પોરબંદર, પાટણ, કચ્છ, જૂનાગઢ, ગાંધીનગર, દ્વારકા, ભાવનગર, અમરેલી અને અમદાવાદ ખાતે એક-એક એન ડી આર એફ ટીમ ડિપ્લોય કરાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.


દેશમાં જુલાઈમાં સામાન્ય કરતા વધારે વરસાદ થવાની ધારણા છે.


દેશમાં જુલાઈમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને વરસાદનું પ્રમાણ ૧૦૬ ટકા રહેવાની શક્યતા હોવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દેશના મધ્ય અને ઉત્તરના રાજયોમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

જુલાઈમાં દેશમાં સામાન્ય રીતે ૨૮૦ મીમી વરસાદ પડતો હોય છે. ચોમાસાની ૪ મહિનાની સિઝનમાં જુલાઈમાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે. માસિક સરેરાશ ની રીતે જોઈએ તો જુલાઈમાં સામાન્ય કરતા વધારે વરસાદ વરસી શકે છે. જે લાંબાગાળાની એવરેજ મુજબ ૧૦૯ ટકા કે ૨૮૦.૪ મીમી જેટલો હોઇ શકે છે.

તેમ હવામાન ખાતાના વડા મૃત્યુંજય મોહોત્રાએ જણાવ્યું છે. જો કે તેમણે તમિલનાડુ, કેરળ, બિહાર અને પશ્ચિમ નાં રાજ્યો નાં જિલ્લા તેમજ સમગ્ર પૂર્વોત્તરમાં સામાન્ય કરતા ઓછા વરસાદની ધારણા વ્યક્ત કરી છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને વિદર્ભ તેમજ તેલંગાણામાં ભારે વરસાદને કારણે મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીના કેચમેન્ટ વિસ્તારમાં પૂર આવી શકે છે. બ્રાહ્મણી,  સુવર્ણ રેખા અને તૃષિકુલ્ય નદીનું જળસ્તર વધી શકે છે.


ઉત્તરાખંડ અને હરિયાણામાં પણ સારો વરસાદ પડી શકે છે. દિલ્હીમાં પણ શ્રીકાર વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડથી દક્ષિણમાં વહેતી નદીઓમાં પૂર આવી શકે છે. જુલાઈમાં દેશનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહ્યું હતું. 

જો કે મલબાર કોસ્ટ, નોર્થ ઈસ્ટ, બિહાર અને જમ્મુ-કાશ્મીરમાં તાપમાન ઠંડું રહ્યું હતું. મધ્ય અને ઉત્તર ભારતમાં લઘુતમ તાપમાન પણ સામાન્ય કરતા નીચું નોંધાયું હતું.