આપણે રોજ સવારે સૂર્યોદય અને સૂર્યાસ્તનો ચોક્કસ ટાઈમ જોઈએ છીએ. તેના આધારે પૂજા-અર્ચનાના સમય નક્કી કરીએ છીએ, પરંતુ આપણે જે સૂર્યોદય કે સૂર્યાસ્ત જોઈએ છીએ એ વખતે ખરેખર સૂર્ય તો ત્યાં હોતો જ નથી. આપણે સૂર્યનાં જે દૃશ્યો જોઈએ છીએ તે ભૂતકાળનાં છે. સૂર્યનો વર્તમાન તો હજી આપણા સુધી પહોંચ્યો જ નથી.
સૂર્યોદય અને સૂર્યાસ્ત વાસ્તવિક છે કે માત્ર આપણો ભ્રમ?
આજે સૂર્યોદયનો સમય સવારના ૬- ૩૯ વાગ્યાનો હતો. સહુ શ્રદ્ધાળુઓએ ચોક્કસ સમયે સૂર્યનાં દર્શન કરીને સૂર્યપૂજા કરી લીધી, પરંતુ સૂર્યપૂજા વખતે આપણે જે સૂર્યને જોયો તે ૮ મિનિટ, ૨૦ સેકન્ડ પહેલાંનું ભૂતકાળનું સ્વરૂપ હતું. સૂર્ય એ સમયે ત્યાંથી ૨,૦૮,૩૨,૫૦૦ કિલોમીટર દૂર પહોંચી ગયો હતો. એ વર્તમાનના કિરણો આપણા સુધી પહોંચ્યાં જ નથી. અત્યારે પણ તમે સૂર્યનાં દર્શન કરશો તો જે દેશ્ય દેખાશે એ ૮ મિનિટ, ૨૦ સેકન્ડ પહેલાંનું હશે. સૂર્ય તો એ સ્થળેથી ૨,૦૮,૩૨, ૫૦૦ કિલોમીટર દૂર પહોંચી ગયો હશે. આમ થવાનું કારણ છે સતત ગતિશીલ અને પરિવર્તનશીલ રહેવાના બ્રહ્માંડના દરેક અણુનો નિયમ. વિજ્ઞાન જયારે ભાંખોડિયાં ભરતું હતું ત્યારે માનવો એમ માનતા હતા કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સૂર્ય (ફરતે ગોળાકાર ગરબે રમતી રહે છે. ચંદ્ર પૃથ્વીની ફરતે ગરબે ઘૂમતો રહે છે. આજે વિજ્ઞાને શોધી ( લીધું છે કે સૂર્ય પણ તેની જગ્યાએ સ્થિર નથી. તે અવકાશમાં દૂધગંગાના કેન્દ્રની ફરતે ગરબે ઘૂમતો રહે છે. તેને એક ગરબો પૂર્ણ કરતાં ૨.૫ કરોડ વર્ષ લાગે છે.
જો સૂર્ય ઉપરથી પૃથ્વીને જોઈએ તો એ તત્ક્ષણ વર્તમાનનું દૃશ્ય હોય ખરું?
જો આપણે સૂર્ય ઉપરથી પૃથ્વીને જોઈએ તો સૂર્ય ઉપરથી આપણને ભલે પૃથ્વી એ ક્ષણના વર્તમાનમાં દેખાતી હોવ. વાસ્તવમાં એ પૃથ્વીનો ભૂતકાળ જ હોય. આપણને સૂર્ય ૮ મિનિટ, ૨૦ સેકન્ડ મોડો દેખાય છે. સૂર્ય ઉપરથી પૃથ્વીને જુઓ તો ૧૬ મિનિટ, ૪૦ સેકન્ડ પહેલાનો દેખાવ હોય, કારણ કે સૂર્યનો પ્રકાશ સૂર્ય પોતે ઉત્પન્ન કરે છે. પૃથ્વી પ્રકાશ ઉત્પન્ન કરતી નથી, એ તો સૂર્યનો પ્રકાશ પાછો ફેંકે છે. એટલે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર આવતાં ૮ મિનિટ, ૨૦ સેકન્ડ થાય અને પૃથ્વી પર અથડાઈને પાછા સૂર્ય સુધી જતાં ૮ મિનિટ, ૨૦ સેકન્ડ થાય. દરમિયાન પૃથ્વી પોતાની ભ્રમણકક્ષામાં ગરબે ઘૂમતી ૨૯, ૭૨૨ કિલોમીટર દૂર પહોંચી ગઈ હોય.
સૂર્યની સતત આગળ વધતા રહેવાની ગતિ કરોડો કિલોમીટર છે.
સૂર્યની દૂધગંગાના કેન્દ્ર ફરતે ગરબે ઘૂમવાની ગતિ દર કલાકે લગભગ ૮.૨૮,૦૦૦ કિલોમીટરની છે. સ્પીડે લગભગ એટલા માટે કહી છે કે પૃથ્વી, ચંદ્ર અને અન્ય ગ્રહોના આધારે સૂર્યની ગતિ માપવામાં સાધારણ વધ-ઘટ થવાની શક્યતા છે. સૂર્યની ગતિ દર કલાકે ૮,૨૮,૦૦0 કિલોમીટર હોય તો દર મિનિટની ગતિ ૧૩,૮૦૦ કિલોમીટર અને દર સેકન્ડની ગતિ ૨૩૦ કિલોમીટર થાય. સૂર્ય પૃથ્વીથી સરેરાશ ૧૪.૯ કરોડ કિલોમીટર દૂર છે અને પ્રકાશની ગતિ દર મિનિટે ૧.૮ કરોડ કિલોમીટર છે. એટલે કે દર સેકન્ડે ત્રણ લાખ કિલોમીટરની છે. પારાવાર ગતિ હોવા છતાં સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતાં ખાસ્સી ૮ મિનિટ, ૨૦ સેકન્ડ લાગે છે. એટલે આપણે સૂર્યનો વર્તમાન જોઈ શકતા નથી. પ્રકાશ ક્યારે દેખાય?: પ્રકાશ આપણી આંખ સુધી પહોંચે ત્યારે આપણને જોવા મળે છે. સૂર્યનો જે પ્રકાશ ૮ મિનિટ, ૨૦ સેકન્ડ પહેલાં સૂર્યમાંથીની કળ્યો હોય તે આપણી આંખ સુધી પહોંચે ત્યારે આપણને એ વખતે સૂર્ય જવાં હતો એ જગ્યાએ દેખાય છે. ભલે ત્યારે સૂર્ય એ જગ્યાએ ન હોય, એ સતત ગરબે ઘૂમતો આગળ વધીને ૨,૦૮,૩૨,૫૦૦ કિલોમીટર દૂર પહોંચી ગયો હોય. તે ત્યાં આપણને ૮ મિનિટ, ૨૦ સેકન્ડ પછી જ દેખાશે.
બ્રહ્માંડનો દરેક પિંડ, દરેક કણ ગતિમાન હોય તો!
હવે વિચાર કરી જુઓ : આપણો સૂર્ય, પૃથ્વી, અન્ય ગ્રહી અને દરેક ગ્રહના ચંદ્રો જ નહી બધા તારા, બધા તારાઓની સૂર્યમાળાઓ અને બધા મિલ્કી વે પણ પોતપોતાની કક્ષામાં સતત ગરબે ઘૂમી રહ્યા છે. બીજી બાજુ બધા તારા નક્ષત્રો પૃથ્વીથી સેંકડો, હજારો, લાખ્ખો પ્રકાશવર્ષ દૂર છે.
પ્રકાશ એક કલાકમાં ૧૦૮ કરોડ કિલોમીટરની સ્પીડે અવકાશમાં આગળ ધપતો જાય છે.
તે એક વર્ષમાં જેટલા કિલોમીટર દૂર પહોંચે તેને એક પ્રકાશવર્ષનું અંતર કહે છે. માનો કે કોઈ તારો પૃથ્વીથી ૧૦૦ પ્રકાશવર્ષ દૂર હોય તો આપણે તેને આ ક્ષણે જોઈએ છીએ તે ૧૦૦ વર્ષ અગાઉનું દશ્ય હોય છે. સો વર્ષમાં એ તારો તો અબજો કિલોમીટર દૂર પહોંચી ગયો હોવ છે. આપણે તેને અબજો કિલોમીટર પહેલાંના સ્થાને જોઈએ છીએ. તો એ દૃશ્ય સત્ય કહેવાય કે ભ્રમ ? તેને વર્તમાન કહેવાય ખરો ?
ચંદ્રનું દૃશ્ય પણ આપણને દોઢ સેકન્ડ પછી દેખાય,
પૃથ્વીની ફરતે ગરબે ધૂમતો ચંદ્ર પૃથ્વીથી સરેરાશ ૩,૮૪,૪૦૦ કિલોમીટર દૂર છે. પ્રકાશની ગતિ એક સેકન્ડમાં ત્રણ લાખ કિલોમીટરની છે. સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પણ સરેરાશ ૮ મિનિટ, ૨૪ સેકન્ડ મોડો પહોંચે છે. ત્યાં અથડાઈને પાછો પૃથ્વી પર આવતાં તેને ૧.૨૮ સેકન્ડ લાગે છે. એટલે કે ચંદ્રનું જે સ્વરૂપ દેખાય છે તે દોઢ સેકન્ડ પહેલાંનું હોય છે. ચંદ્ર પૃથ્વી ફરતે કલાકના ૩,૬૮૦ કિલોમીટરની સ્પીડે ગરબે ઘૂમે છે. એટલે તેને આપણે જોઈએ ત્યારે એ પોતાની જગ્યાએથી ૧.૩૧ કિલોમીટર દૂર પહોંચી ગયો હોય છે.
અહીં એક બીજી વાત પણ ધ્યાનમાં લેવાની જરૂર છે.
આપણે વિજ્ઞાનની લેટેસ્ટ શોધ ધ્યાનમાં લેવાની જરૂર છે. આપણે જોયું કે સૂર્ય કલાકના ૮,૨૮,૦૦૦ કિલોમીટરની સ્પીડે આગળ વધતો રહેતો હોય તો તેની ફરતે ગરબે ઘૂમવા પૃથ્વીએ પણ એટલી જ સ્પીડે આગળ વધતા રહેવું પડે અને ચંદ્રએ પણ પૃથ્વી સાથે એટલી જ સ્પીડે આગળ વધતા રહેવું પડે. આ હકીકતને ધ્યાનમાં લઈને પૃથ્વીના ગરબાની કલ્પના કરવા માટે ચાલો એક ઉદાહરણ વિચારીએ, માતાજીની ગરબી રિક્ષામાં મૂકીને રિક્ષા ચલાવતા રહો અને પછી તમે માતાજીની ગરબી ફરતે ગરબે ઘૂમતા રહો તો તમારો ગરબો કયા આકારનો થાય. જાતે કરી જોશો તો સૂર્ય ફરતે પૃથ્વી અને અન્ય ગ્રહો શી રીતે ગરબો રમે છે અને પૃથ્વી, મંગળ, શનિ વગેરે ગ્રહોના ચંદ્રો પોતપોતાના ગ્રહ ફરતે શી રીતે ગરબે ઘૂમે છે તેનો ખ્યાલ આવી જશે. બધા પિંડ મોબાઈલ ગરબે ઘૂમતા રહે છે. બધાની ગતિ ખેંચાવેલી સ્પ્રિંગ આકારમાં ગોળ ફરતી આગળ વધતી રહે છે.
0 ટિપ્પણીઓ