અંતરીક્ષ અનેક રહસ્યોથી ભરેલું છે. વૈજ્ઞાનિકો સતત અંતરીક્ષ સંબંધિત જાણકારીઓ મેળવતા રહે છે, નવી શોધો કરતા રહે છે. અંતરીક્ષ વિશે ગમે તેટલું જાણીએ તો પણ ઓછું જ છે. છતાં પણ અંતરીક્ષ વિશેની કેટલીક રસપ્રદ બાબતો જાણવી જોઈએ, વીડિયો શરૂ કરતા પહેલા તમે વીડિયો ને લાઈક નો કરી હોઈ તો લાઈક કરી દેજો, અને વિડિયો પૂરો થયા પશી વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો.
બ્રહ્માંડમાં તારાઓની સંખ્યા પૃથ્વીના બધા જ સમુદ્રતટો પર રહેલા રેતીના કણોથી પણ વધારે છે.
ધૂમકેતુ લગભગ ૪.૫ અબજ વર્ષ પહેલાં આપણા જ સૌરમંડળના નિર્માણ વખતના અવશેષ છે. તે રેતી, બરફ અને કાર્બન ડાયોક્સાઈડથી બનેલા છે.
એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડ ૧૩.૮ અબજ વર્ષ જૂનું છે અર્ને બિંગ બેંગ પછી તેનો વિસ્તાર થઈ રહ્યો છે.
આપણા સૂર્યમંડળમાં સૌથી વિશાળ ગ્રહ સૂર્ય છે, જેની ચારેબાજુ અન્ય ગ્રહો ચક્કર લગાવે છે. સૂર્ય એટલો વિશાળ છે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જો સૂર્યને એક ડબ્બો માની લેવામાં આવે તો લગભગ ૧૩ લાખ પૃથ્વીને તેમાં દબાવીને ભરી શકાય, જ્યારે ૮ લાખ, ૩૦ હજાર ગોળ પૃથ્વીને સૂર્યમાં મૂકી શકાય.
સૂર્ય ચંદ્ર કરતાં ૪૦૦ ગણો વધારે મોટો છે. જોકે, ૪૦૦ ગણો દૂર પણ છે. તેને કારણે આ બંને આપણને આકાશમાં લગભગ એકસરખા આકારના લાગે છે.
મનુષ્યને જાણકારી હોય તેવો સૌથી ઊંચો પર્વત વેસ્ટા નામના ક્ષુદ્ર ગ્રહ પર છે. તેની ઊંચાઈ લગભગ ૨૨ કિલોમીટર છે, જે માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ગણી વધારે કહેવાય.
તમે ગુરુ, શિન, યુરેનસ અથવા નેપ્ચ્યૂન પર ચાલી નહીં શકો, કારણ કે તેમની પાસે કોઈ કઠોર સપાટી નથી કે જ્યાં તમે ઊભા પણ રહી શકો!
મંગળને લાલ ગ્રહ કહે છે, કારણ કે તેનો રંગ લાલ છે. આ રંગ મંગળની સપાટી પર મોટા પ્રમાણમાં રહેલ આયર્ન ઓક્સાઈડ કે જેને આપણે કાટ તરીકે ઓળખીએ છીએ તેને કારણે છે.
અંતરીક્ષ સંપૂર્ણપણે ખાલી છે. તેને કારણે અહીં ધ્વનિ તરંગો યાત્રા કરી શકતા નથી. આ જ કારણ છે કે અંતરીક્ષમાં એસ્ટ્રોનટને કોઈ પણ પ્રકારનો અવાજ સંભળાતો નથી. જોકે, અંતરીક્ષમાં એક્સ-રે અને રેડિયો તરંગો હોય છે, જેને ટેલિસ્કોપ વડે ઝીલી શકાય છે.
સૂર્યની સૌથી વધારે નજીકનો ગ્રહ બુધ છે. છતાં પણ સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ શુક્ર છે. તેનું સરેરાશ તાપમાન ૪૫૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું છે જ્યારે બુધ ગ્રહ પર કોઈ વાતાવરણ જ નથી. જેના કારણે તેના તાપમાનમાં ખૂબ જ વધારે ઉતાર-ચઢાવ જોવા મળે છે.
પૃથ્વી પરથી આપણને આકાશ નીલા રંગનું દેખાય છે, પરંતુ અંતરીક્ષયાત્રીઓને તે કાળા રંગનું જ દેખાય છે.
પૃથ્વી પર સૂર્યાસ્ત સમયે ધ્યાનથી જોયું હોય તો આકાશ લાલ થઈ જાય છે, પરંતુ પૃથ્વી જેવું બધે જ હોતું નથી. જો મંગળ ગ્રહ પરથી સૂર્યને જોવામાં આવે તો તે નીલા રંગનો દેખાય છે. નાસાએ તેની તસવીર પણ લીધી છે. આ તસવીર વર્ષ ૨૦૦૫માં ખેંચવામાં આવી હતી. વાસ્તવમાં તેનો આ રંગ મંગળના વાયુમંડળને કારણે દેખાય છે.
0 ટિપ્પણીઓ