ગુજરાતમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ આપવા માં આવ્યું છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે થી અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરાઈ છે.
જેમાં શુક્રવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે.
ગુરુવારે ૧૭૮ તાલુકામાં સાડા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
આજે દિવસ દરમિયાન ભાવનગરના ઘોઘામાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે સૌથી વધુ વરસાદ પડ્યો તેવા ટોચના પાંચ તાલુકા ભાવનગરના જ હતા. જેમાં વલ્લીભીપુર, પાલિતાણા, ભાવનગર શહેર, સિહોરનો સમાવેશ થાય છે. આ સિવાય ગીર સોમનાથના ઉના-કોડિનાર-ગીર ગઢડા- સુત્રાપાડા, ભાવનગરના મહુવા, જુનાગઢના માળિયા હાટિના, વલસાડના ઉમરગામ, અમરેલીના જાફરાબાદમાં પણ બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આજે કુલ ૪૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ હતો.
ગુજરાતમાં હજુ સુધી ૧૨૮.૨૪ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં ૧૨૮ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ, ૧૦૫ તાલુકામાં ૨૦થી ૪૦ ઈંચ, ૧૮ તાલુકમાં ૧૦થી ૨૦ ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છમાં ૧૮૩.૩૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૩૩.૫૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૩૧.૫૯ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૨૬.૦૪ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૧૦૯.૦૪ ટકા વરસાદ વરસ્યો છે.
આગામી ૩ દિવસ ક્યાં રેડ-ઓરેન્જ એલર્ટ આપવા માં આવ્યું છે.
તારીખ ૨૭ ના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.
તારીખ 28 ના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ. ડાંગ, નવસારી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ.
તારીખ 29 ના રોજ સુરત, ડાંગ, નવસારી, તાપી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ.
મહુવામાં અત્યાર સુધીમાં સિઝનનો સૌથી વધુ ૪૦ ઈંચ વરસાદ પડ્યો.
ભાવનગર, ના મહુવામાં અત્યાર સુધીમાં સિઝનનો સૌથી વધુ ૪૦ ઈંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે જેસરમાં સૌથી ઓછો ૧૮ ઈંચ વરસાદ પડ્યો છે.
જિલ્લાના ૧૦ તાલુકામાં સિઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા પર દ્રષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવે છે કે, વલ્લભીપુરમાં ૭૨૦મિ.મી., ઉમરાળામાં ૫૮૫ મિ.મી., ભાવનગરમાં ૯૮૨ મિ.મી., ઘોઘામાં ૬૭૪ મિ.મી., સિહોરમાં ૮૪૯ મિ.મી., ગારિયાધારમાં ૬૯૧ મિ.મી., પાલિતાણામાં ૬૧૮ મિ.મી., તળાજામાં ૬૩૧ મિ.મી., મહુવામાં ૧૦૦૩ મિ.મી. અને જેસરમાં ૪૬૦ મિ.મી. પાણી પડયું હતું. આમ, જિલ્લાના ૧૦ તાલુકામાં સરેરાશ ૨૭ ઈંચ વરસાદ પડ્યો છે.
બોરતળાવ અને ખોડીયાર તળાવમાં આશરે ૪ ઇંચ પાણીની આવક થય હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ગુરૂવારે ધોધમાર વરસાદ પડયો હતો, જેના પગલે બોરતળાવ માં આશરે ૪થી ૫ ઈંચ પાણીની આવક થઈ હતી મા, અને ઉપરવાસમાં થી કેનાલમાં આશરે ૯ ઇંચ પાણીની આવક શરૂ હતી. બોરતળાવની કુલ સપાટી ૪૩ ફૂટ છે પરંતુ હાલ સપાટી ૩૧.૨ ફૂટે હાલ પહોંચી છે. આ ઉપરાંત રાજપરા ખોડીયાર તળાવમાં પણ આશરે ૪ ઇંચ પાણીની આવક થઈ છે. ખોડીયાર તળાવની કુલ સપાટી આશરે ૧૬ ફૂટ છે પરંતુ હાલ તળાવની સપાટી ૮ ફૂટે પહોંચી છે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવેલ છે.
શુક્રવારે ગુજરાત-મહારાષ્ટ્ર સહિત ૧ ૨ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાય છે. ભારે વરસાદથી મુંબઈ પાણી પાણી થઇ ગયું છે.
મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યો માં પાછોતરા વરસાદને કારણે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. શુકવારે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ના ૧૨ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં ભારેથી અતિ ભારે ૧૨ સેમી જેટલો વરસાદ થવાની આગાહી કરાઈ હતી. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે પરિરિતિ ચિંતાજનક છે. રસ્તા પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. પૂર્ણ અને પિપરી ચિચવડમાં સ્કૂલ કોલેજો બંધ રખાયા હતા.
મુંબઈ પોલીસે લોકોને સતર્ક રહેવા તેમજ હવામાન વિભાગ દ્વારા અપાતી ચેતવણીને ગંભીરતાથી લેવાની આપીલ કરી હતી. ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હતો.
ગુજરાતમાં પણ આગામી ચાર દિવસ વરસાદની આગાહી છે. તો ઓડિશા માં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. પુરીમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. કોલાર્ડના સૂર્ય મંદિરના કેમ્પસ માં પાણી ભરાઈ ગયું હતું જેને બહાર કાઢવા માટે પંપ લગાડ્યા હતા.
મુંબઈમાં ભારે વરસાદે કેર મસાવ્યો હતો અને સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મુંબઈમાં એક દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયુ હતું. અંધેરીના એમઆઇડોસી વિસ્તારમાં એક ખુલ્લા નાળામાં વિમલ ગાયકવાડ નામના એક ૪૫ વર્ષીય મહિલા ડુબી જતા તેમનું મોત થયું હતું.
ફાયબ્રિગેડના જવાનો એ મહિલાને રેસક્યું કરીને કૂપર હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તેમને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ભારે વરસાદને કારણે મુંબઈની લોકલ ટ્રેનો પણ પ્રભાવિત થઈ હતી. પાટા પર પાણી હોવાને કારણે રેલવે સેવાને અસર થઈ હતી. ટ્રેનોની ગતિને મહત્તમ ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી રહી છે.
IMD દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે શુક્રવાર સુધી કાંકળ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર ગુજરાત, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ-અલગ સ્થળો પર ખુબ જ ભારે વરસાદ પડી શકે છે. તે ઉપરાંત પશ્ચિમ હિમાલય, મધ્ય અને પૂર્વ તેમજ ઉત્તર-પૂર્વ ભારતમાં ૫ણ આગામી ૨ થી ૩ દિવસ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે.
દેશના અમુક રાજ્યોમાં ચોમાસાની વિદાયનો પ્રારંભ શરૂ થઈ ગયો હતો, પરંતુ હવે તેની ગતિ ધીમી પડી ગઈ છે. આગામી થોડા દિવસ ચોમાસાની વિદાયમાં ખાસ પ્રગતિ કે જોર જોવા નહીં મળે.
ચોમાસામાં હજુ સુધીમાં પાંચ ટકા વધારે વરસાદ થયો છે.
આ વખતે હજુ સુધીમાં સોમાસું સંપૂર્ણપળે વિદાય થયું નથી અને સમાન્ય કરતા પાંચ ટકા વધારે વરસાદ વરસી ગયો છે. ૨૫ સપ્ટેમ્બર સુધી સામાન્ય રીતે દેશમાં સામાન્ય રીતે ૮૪૮.૫ એમએમ વરસાદ થાય છે. જ્યારે આ વખતે ૮૯૪.૭ એમએમ વરસાદ પડયો છે જે સામાન્ય વરસાદ કરતા પાંચ ટકા વધારે વરસાદ થયો હોવાનું દર્શાવે છે.
હિમાચલમાં વાદળ ફાટતા એકનું મોત
હિમાયલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ગુરુવારે ભારે વરસાદને કારણે વાદળ ફાટવાની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, રાજ્યમાં બુધવાર સાજથી થઇ રહેવા વરસાદને કારણે નેશનલ હાઇવે ૭૭ સહિત કુલ ૭૧ રોડ બંધ છે.
મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ ભારે વરસાદ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશ નાખંડવામાં બુધવારે ૯ કલાકમાં 3 ઇન્ડ વરસાદ પડયો હતો.
રાજ્યના ભોપાલ, ઇન્દૌર સહિત ૨૧ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. મધ્યપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં હજુ બે દિવસ વરસાદી વાતાવરણ યથાવત રહેવાની આગાહી છે.
બીજી તરફ ઉત્તરપ્રદેશના મથુરાના ઘાણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યા એ બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. મથુરાની રજિસ્ટ્રાર ઓફિસમાં પણ પાણી ભરાઈ ગયુ હતું. વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો.
0 ટિપ્પણીઓ