રાત્રિના આકાશમાં આપણે તારાઓ તરફ નજર નાખીએ ત્યારે ખરેખર તો આપણે ભૂતકાળમાં નજર નાખીએ છીએ. ઘણા તારાઓ કરોડો વર્ષ પહેલાં જન્મેલા હોય છે. તારામાંથી નીકળીને હાઈડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થઈને ઊર્જા વછૂટતી હોય છે તે આપણને પ્રકાશરૂપે દેખાય છે.
વિજ્ઞાનીઓ તારાના કદ, તાપમાન અને રંગના આધારે વર્ગીકરણ કરે છે. તારાનું કદ હંમેશા તેના વ્યાસના આધારે ગણાય છે. તારાઓનો જન્મ સમાન રીતે થાય છે. પરંતુ તેના કદ, તાપમાન અને રંગ મુજબ તેની જીવનની ગતિવિધિ અલગ અલગ હોય છે. તારાનું તાપમાન અને રંગ તેના કદના આધારે ઘડાય છે. મોટા કદના તારા વધુ ગરમ અને ભૂરા રંગના હોય છે.
નાના તારા પ્રમાણમાં ઠંડા અને લાલ હોય છે. ૧૫ કિલોમીટર વ્યાસનો ન્યૂટ્રોન તારો આપણા સૂર્ય કરતાં ત્રણગણું દ્રવ્ય ધરાવી શકે છે. તારાઓનો જન્મ હાઈડ્રોજન ગેસ અને અન્ય રજકણોના વાદળમાં થાય છે. આ વાદળને નેબ્યૂલા કહે છે.
0 ટિપ્પણીઓ