પૃથ્વી પર જીવન જળવાઈ રહે તે માટે સૂર્ય પ્રકાશ ખૂબ જ જરૂરી હોય છે. જોકે, શિયાળામાં રાહત આપતો અને ઉનાળામાં બાળતો સૂર્યનો પ્રકાશ ખરેખર તો કરોડો કિલોમીટરની યાત્રા કરીને આપણા સુધી પહોંચે છે. એટલે વર્તમાનમાં પૃથ્વી પર આપણને જે સૂર્ય પ્રકાશ દેખાય છે, તે સૂર્યની સપાટી પરથી ભૂતકાળમાં નીકળેલો હોઈ છે.
સૂર્યથી પૃથ્વીનું અંતર લગભગ ૧૫૦ મિલિયન (૧૫ કરોડ) કિલોમીટર છે. સૂર્યના કિરણોને સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવામાં લગભગ ૮ મિનિટ અને ૨૨ સેકન્ડનો સમય લાગે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ કિરણો આશરે ૩૦ હજાર વર્ષ જૂનાં હોય છે. વાસ્તવમાં આ કિરણોને સૂરજના કોર એટલે કે કેન્દ્રમાંથી સૂર્યની સપાટી પર પહોંચવામાં ૩૦ હજાર વર્ષ જેટલો સમય લાગી જાય છે.
સૂર્યની સપાટીનું તાપમાન તો માત્ર ૫,૫૦૦થી ૬૦૦0 ડગ્રી સેલ્સિયસ હોય છે જ્યારે સૂર્યના કોરનું તાપમાન આશરે ૧,૫૦,૦૦,૦૦૦ (દોઢ કરોડ) ડિગ્રી સેલ્સિયસ હોય છે. જેમાં ફોટોન એક જ પ્રોસેસને વારંવાર દોહરાવે છે અને આ પ્રક્રિયા દ્વારા સૂર્યના કિરણોને સૂરજના કોરથી સૂરજની સપાટી સુધી પહોંચવામાં ૩૦,૦૦0 વર્ષ જેટલો સમય લાગી જાય છે.
વૈજ્ઞાનિકો સૂર્યનું જીવન ૧૦ અબજ વર્ષનું માને છે. સૂર્ય સાડા ચાર કરોડ વર્ષથી ચમકી રહ્યો છે અને તે તેની ઉંમરના અડધા પડાવ પર પહોંચ્યો છે. લગભગ પાંચ કરોડ વર્ષ પછી સૂર્યનું ઈંધણ કે જે હાઈડ્રોજન છે તે ખતમ થતા સૂર્ય પણ નાશ પામવા લાગશે. હાઈડ્રોજન સમાપ્ત થયાના ૨થી ૩ અબજ વર્ષ સુધી સૂર્ય સ્ટાર ડેથના ચરણોમાંથી પસાર થશે. જોકે, સૂર્યને હાઈડ્રોજન હજુયે પાંચ અબજ વર્ષ સુધી મળતો રહેવાનો છે, માટે ચિંતા ન કરશો.
કરોડો વર્ષો પછી સૂર્યનો પ્રકાશ અનેકગણો વધી જશે અને તેના કારણે પૃથ્વી પર જીવતા રહેવું લગભગ અશક્ય બનશે અને પરિણામે પૃથ્વી પર જીવન સમાપ્ત થવા લાગશે. સૂર્યના કોરમાંથી બધો જ હાઈડ્રોજન ખતમ થઈ જશે અને સૂર્ય મોટો થતો જશે. આ પ્રક્રિયા દરમિયાન સૂર્યની બહારની પરંત (પડ) ફૂલવા લાગશે. તે ધીરે-ધીરે સૂર્ય મંડળના બધા જ ગ્રહોને ગળવા લાગશે અને સૂર્યમંડળ નાશ પામશે.
સૂર્યમાં ૭૦ ટકા હાઈડ્રોજન અને ૨૭ ટકા હીલિયમ હોય છે. સૂર્યના મધ્યમાં દર સેકન્ડે ૭૦૦ મિલિયન ટન હાઈડ્રોજન ન્યૂક્લિયર ફ્યૂઝનને કારણે હીલિયમમાં ફેરવાઈ જાય છે. સૂર્ય વાસ્તવમાં સફેદ રંગનો છે. તેને અંતરિક્ષમાંથી જોતા સફેદ રંગનો દેખાય છે, પરંતુ પૃથ્વીના વાતાવરણને કારણે સૂર્ય પીળા રંગનો દેખાય છે. પૃથ્વીને સૂર્યમાંથી ૯૪ બિલિયન મેગાવોટ ઊર્જા મળે છે જેનાથી સો વૉટના ૪ લાખ કરોડ બલ્બ પ્રકાશિત કરી શકાય.
થોડું સૂર્ય પ્રકાશ વિશે જાણીએ.
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરવા માટે પૃથ્વી પરના વૃક્ષ-છોડને સૂર્ય પ્રકાશની જરૂર પડે છે.
સૂર્ય સામે ક્યારેય ખુલ્લી આંખે સીધું જોવું જોઈએ નહીં, કારણ કે સૂર્ય પારજાંબલી (અલ્ટ્રાવાયેલેટ) કિરણો ઉત્સર્જિત કરે છે
જે તમારા આંખોની કોર્નિયા (કીકી) પર સનબર્ન પેદા કરી શકે છે.
સૂર્ય પ્રકાશ વિટામિન-ડીનો મુખ્ય સ્ત્રોત છે જે મનુષ્ય માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન-ડી હાડકાંને સ્વસ્થ રાખવા અને હાડકાં નબળાં કરતી બીમારીઓ જેમ કે રિકેટ્સ, ઓસ્ટિયોપોરોસિસ વગેરેથી બચાવવામાં મદદ કરે છે
0 ટિપ્પણીઓ