આગામી 29 સપ્ટેમ્બર થી રવિવાર થી 57 દિવસ સુધી અદભૂત દ્રશ્ય ભ્રમણકક્ષાએ મિની ચંદ્ર જોવા મળશે. માત્ર અદ્યતન ટેલિસ્કોપની મદદથી આકાશમાં બીજો ચંદ્ર જોવા મળશે. અત્યંત ટચુકડા કદને લીધે નરી આંખે જોઈ શકાશે નહિ. પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષામાં ચંદ્ર સાથે અસ્થાયી રૂપે જોડાશે તેથી મિની મુન બનશે.
આ એસ્ટરોઈડ 2024 PTs પૃથ્વીના ચંદ્રનો ટુકડોહોઈ શકે છે. ચંદ્ર પરની અસરમાંથી નીકળેલો એક ભાગ છે. આ ઘટના અંગે માહિતી આપતા જાથાના જયંત પંડયાએ જણાવ્યું હતુ, કે આ મિની મૂન ખરેખર એક નાનો એસ્ટરોઈડ છે. જેને 2024 PTs નામ આપવામાં આવ્યું છે.
અર્જુન એસ્ટરોઈડ પટ્ટામાંથી તે આવ્યો છે. જે 93 મિલિયન માઈલ દૂર છે. એસ્ટરોઈડસનું એક જુથ છે જે પૃથ્વી જેવી ભ્રમણકક્ષાને અનુસરે છે.
આ ગ્રહની આસપાસ સંપૂર્ણ પરિભ્રમણને બદલે પૃથ્વીની આસપાસ ઘોડાની નાળ જેવી ભ્રમણકક્ષા કરશે. અમુક સમય પછી ભ્રમણકક્ષામાંથી પાછા ગ્રહ તરફ વળશે.
એસ્ટરોઈડ પૃથ્વીની નજીક આવે છે ત્યારે તેઓ સામાન્ય રીતે ગ્રહ દ્વારા ઉડે છે અથવા તેઓ તેને અથડાવે છે અને પૃથ્વીના પોપડામાં ખાડો છોડી દે છે.
અમુક ખાસ કિસ્સામાં તેઓ પૃથ્વીના ગુરૂત્વાકર્ષણના ખેંચાણ દ્વારા કબજે કરવામાં આવે છે. પ્લેનેટરી સોસાયટી અનુસાર મિની મુન બની જાય છે.
મિની મૂન પૃથ્વીની પરિક્રમા ટૂંકી સમયમર્યાદા માટે કરે છે. સામાન્ય રીતે સરેરાશ એક વર્ષ કરતાં ઓછા લગભગ 2.8 મિલિયન માઈલ રેન્જમાં અને લગભગ 2200 માઈલ પ્રતિ કલાકની સ્થિર અવકાશમાં પૃથ્વી પર મૂન નાનો અને ઝાંખો જોવા મળે છે. ઓછામાં ઓછા 30 ઈચના વ્યાસવાળા વ્યવસાયિક- ગ્રેડ ટેલિસ્કોપથી એસ્ટરોઈડ 2024 PTs જોઈ શકાય છે.
એસ્ટરોઈડ ‘બેશુ’ને ઈ.સ. 2182માં પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
લગભગ 4.6 અબજ વર્ષ પહેલા સૌર મંડળની રચના થઈ ત્યારથી બચેલા અવશેષોથી એસ્ટરોઈડસ બનેલા છે. નાસાએ એસ્ટરોઈડના ખતરો ટાળવા મીશન આરંભ્યું છે. એસ્ટરોઈડની ભ્રમણકક્ષા બદલીને માનવ જગતને સુરક્ષિત રાખવાનું કામ વૈજ્ઞાનિકો સતત કરે છે. એસ્ટરોઈડ'બેશુ' ને 2182માં પૃથ્વી સાથે ટકારાવાની સંભાવના છે. તેથી સંશોધનો આદર્યા છે. એસ્ટરોઈડ 2024 PTs દક્ષિણ આફ્રિકા, સધરલેન્ડ દ્વારા શોધાયેલ છે.
0 ટિપ્પણીઓ