આ વખતે ઓગસ્ટ માસમાં વરસાદ ઘણો ઓછો પડ્યો હતો  અને આથી ખેડૂત ભાઈઓને કૃષિ પાકોમાં ઘણી હાનિ થવામાં છે. સપ્ટેમ્બર માસમાં તોય પણ થોડો ઘણો વરસાદ થયો હતો. એટલે કંઈક અંશે પાકને જીવતદાન મળ્યું હતું. હવે આગામી દિવસોમાં જોઈએ તો આ વખતનું ચોમાસું વિશિષ્ટ છે. દક્ષિણ ગોળાર્ધમાંથી વિષુવૃત પર થઈને, હિંદ મહાસાગર પર થઈને આફ્રિકાથી છેક ચીન સુધીના ભાગો તરફ જે ચોમાસું રહેવું જોઈએ તે રહ્યું નથી. પરંતુ બિપરજોય વાવાઝોડા પછી ચોમાસું કંઈક અલગ પ્રકારનું રહેલ જણાય છે. તેમાં વળી ટ્રોપિકલ સ્ટ્રોમ બનતા તેની ચોમાસા ઉપર બહુ જ ગંભીર અસર પડવામાં હતી. પરંતુ હવે ધીરે ધીરે સપ્ટેમ્બર માસમાં બંગાળના ઉપસાગર અને અરબ સાગર સક્રિય થતા રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.



તા.૧૫ બાદ અરબ સાગરમાં હલચલ જોવા મળશે. તા.૧૯ આસપાસ અરબ સાગર સક્રિય બનવાની શક્યતા રહેશે. આ જ સમયમાં બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થશે જે રાજ્યમાં વરસાદ વરસાવી શકે છે. હમણાં તા.૧૪ સપ્ટેમ્બરથી બનતી વરસાદી સિસ્ટમ આંધ્ર, ઓરિસ્સાના માર્ગમાં થઈને મધ્ય પ્રદેશના ભાગોમાં ભારે વરસાદ લાવી શકે તેમ છે. તા.૧૬-૧૭માં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે.

    ગણેશ ઉત્સવ પહેલા મુંબઈ- મહારાષ્ટ્રના ભાગો અને ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે અને ગણેશ ઉત્સવ દરમિયાન પર્યુષણ વખતે પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તા.૧૭મીથી લગભગ ૨૪-૨૫ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં સૌરાષ્ટ્રના ભાગો જોઈએ તો જૂનાગઢ, વિસાવદર, રાજુલા, મહુવા, તળાજા, કેશોદ, અમરેલી અને ભાવનગરના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે. પોરબંદર, જામનગર, માંગરોળ, ખંભાળિયા, દ્વારકા, ઓખા, ભાણવડ, કાલાવડ અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ક્યાંક હળવો વરસાદ કે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, સાપુતારાના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કેટલાક ભાગો, પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, રાધનપુર, સાંતલપુર અને અંબાજીના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના વડોદરા, બોડેલી, આણંદ, ખેડા, પડવંજ, બાલાસિનોરના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ-ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. લુણાવાડા, ગોધરા, દાહોદ વગેરે ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. સાબરકાંઠાના બાયડ, માલપુર તેમજ અન્ય ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.


     આ વખતે અરબ સાગર અને બંગાળના ઉપસાગર સક્રિય રહેતા વરસાદની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં ભુજ, રાપર, ભચાઉ વગેરે ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત સુઈ ગામ સુધીના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. મહેસાણા, સમી, હારીજ. દસાડા, સુરેન્દ્રનગરના ભાગોમાં, વિરમગામના કેટલાક ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ ઓછો પણ રહી શકે. વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થાય. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહારાષ્ટ્ર-મુંબઈના ભાગોમાં ૫૦૦ મીમી જેવો વ૨સાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં સપ્તાહ દરમિયાન ૬ થી ૮ ઈંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ૨ ઈંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે. મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં વધુ વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે. દેશના પૂર્વીય ભાગોમાં કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા રહે. આ સિસ્ટમ મજબૂત છે અને છેક સપ્ટેમ્બરના અંત ભાગ સુધીમાં વરસાદ લાવી શકે. ૧૩મી સપ્ટેમ્બર પછીના વરસાદનું પાણી સારું ગણાય.


✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇

  • વરસાદની આગાહી,
  • વરસાદની આગાહી ગુજરાતમાં,
  • વરસાદની આગાહી લાઈવ,
  • વરસાદની આગાહી ના સમાચાર,
  • વરસાદની આગાહી કેટલા દિવસની છે,
  • વરસાદની આગાહી લાઈવ 2023,
  • વરસાદની આગાહી ગુજરાત,
  • વરસાદની આગાહી કઈ તારીખે છે,
  • વરસાદની આગાહી ગુજરાતમાં 2023,
  • વરસાદની આગાહી હવામાન,
  • હવામાન નકશા,
  • હવામાન,
  • હવામાન આગાહી વરસાદની 2023,
  • હવામાનની આગાહી,
  • હવામાન વિભાગ,
  • હવામાન આગાહી આજની,
  • હવામાન અમદાવાદ,
  • હવામાન રાજકોટ ગુજરાત,
  • હવામાન ભાવનગર ગુજરાત,
  • હવામાન સુરત ગુજરાત,