💥રફ હીરાની કિંમતમાં સતત વધારો જ્યારે પોલિશ્ડની કિંમત સ્થિર રહેતા જોબવર્ક કરનારામાં નિરાશા
💥25% હીરા એકમોના અસ્તિત્વ સામે સંકટ
💥કટ અને પોલિશ્ડ હીરાની ડિમાન્ડ નહીં હોવાથી માત્ર ૨૦થી ૨૫ ટકા જેટલું કામ મળે છે
હીરાઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના લીધે નાના-મોટા તમામ ઉદ્યોગકારો પર અસર પડી રહી છે. કેટલાક ઉદ્યોગકારોએ પરિસ્થિતિને સમજીને લેબોન ડાયમંડનું કામ પણ શરૂ કર્યુ છે. હાલના સમયે જોબવર્કના આધારે જે કારખાનેદારો કામ કરે છે તેમની હાલત સૌથી વધારે કફોડી થઇ છે. કામના અભાવે તેમના માટે ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે.
હીરાઉદ્યોગમાં છેલ્લા આઠ મહિનાથી સતત મંદીનો માહોલ છે. અમેરિકા, યુરોપ સહિતના દેશોમાં ડિમાન્ડ નહી હોવાથી સ્થાનિક ઉદ્યોગકારો માટે પણ મુશ્કેલી સર્જાઇ છે. અહીંથી કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં પણ સતત ઘટાડો થતા ઉદ્યોગમાં નિરાશાનો માહોલ સર્જાયો છે. રફ હીરાની સતત વધતી કિંમતોને લીધે ઉદ્યોગકારો ખરીદવાનું ટાળી રહ્યા છે.
💥ડિમાન્ડ નહીં હોવાથી મુશ્કેલી સર્જાઈ💥
છેલ્લા લાંબા સમયથી બજારમાં પોલિશ્ડ હીરાની ડિમાન્ડ દેખાતી નથી. જેને લીધે નુકસાનીમાં પણ સોદો કરવો પડે છે. હીરા કારખાનેદારો પાસે હાલ કામ ખૂબ જ ઘટી ગયું છે. જો આવી પરિસ્થિતિ વધુ સમય સુધી લંબાશે તો નાના અને મધ્યમ હીરાઉદ્યોગકારો માટે મોટી સમસ્યા સર્જાઇ શકે છે.- ચંદુ શેટા (હીરા કારખાનેદાર)
💥વિદેશમાં મંદીને કારણે જોબવર્કમાં ઘટાડો💥
અમેરિકા અને યુરોપના દેશોમાં મંદીને લીધે ડિમાન્ડ ઘટી છે. ઉદ્યોગકારોને જે ઓર્ડર મળી રહ્યા છે તેમાં પણ ઘટાડો થયો છે. જેને લીધે તેઓ જોબવર્ક માટે પણ ઓછું કામ કારખાનેદારોને આપી રહ્યા છે. સુરતમાં આશરે ૨૫ ટકા જેટલા કારખાનેદારો જોબવર્કનું કામ કરે છે, તેમના માટે હાલ વિષમ પરિસ્થિતિ બની છે. -દિનેશ નાવડિયા (ચેરમેતા, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટયૂટ)
એક બાજુ રફ હીરાની કિંમતમાં વધારો અને બીજી બાજુ પોલિશ્ડ હીરાની કિંમત સ્થિર રહેતા પરિસ્થિતિ વિષમ બની છે, રત્નકલાકારો બેરોજગાર નહી થાય તે માટે મોટી સંખ્યામાં હીરાઉદ્યોગકારોએ લેબડ્યોન ડાયમંડનું કામ પણ શરૂ કર્યુ છે. પરંતુ જે કારખાનેદારો નેચરલ હીરામાં જોબવકથી કામ કરતા હતા તેમના માટે અસ્તિત્વનું સંકટ સર્જાયું છે અને મંદીની પરિસ્થિતિ વધુ લંબાય તો તેમના માટે મુશ્કેલી સર્જાવાની શક્યતા જણાઇ રહી છે.
💥હીરાઉધોગની પરિસ્થિતિ સતત વધુ બગડી રહી છે💥
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકનું કહેવું છે કે હીરાઉદ્યોગમાં પરિસ્થિતિ દિન-પ્રતિદિન બગડી રહી છે. ૧૦-૧૫ ઘંટી ચલાવનારા અને જોબવર્ક પર કામ મેળવી હીરા બનાવનારાઓ માટે અત્યારથી જ સમસ્યાઓ શરૂ થઇ ગઇ છે. નવરાત્રિ સુધીમાં જો કોઇ સુધારો નહીં આવે તો જોબવર્કથી કામ કરનારા કેટલાક કારખાનાઓ બંધ થઇ જવાની શક્યતા છે.
0 ટિપ્પણીઓ