ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં હીટવેવની ચેતવણી


મોટાભાગના રાજ્યોમાં આકરી ગરમી તાપમાન ૪૨થી ૪૪ ડિગ્રીને પાર


૨૨ દેશભરમાં ગરમીએ હાહાકાર મચાવ્યો હતો. મોટાભાગના રાજ્યોમાં તાપમાનનો પારો ૪૦-૪૨ ડિગ્રીને પાર પહોંચતા જનજીવનને વ્યાપક અસર થઈ હતી. હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં હીટવેવની આગાહી કરી છે.


ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ, હિમાચલ, દિલ્હી, બંગાળમાં હળવા વરસાદની શક્યતા


બીજી તરફ દિલ્હી, યુપી સહિતના કેટલાક રાજ્યોમાં વરસાદના હળવા ઝાપટાં પડશે, તેથી ગરમીમાંથી રાહત પણ મળશે. આસામ, સિક્કિમ સહિતના પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ઝરમર વરસાદ પડ્યો હતો.


દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં ભારે તાપ પડ્યો હતો. મોટાભાગના રાજ્યો ૪૨થી ૪૫ ડિગ્રી સુધીના તાપમાનમાં શેકાયા હતા. દિલ્હીમાં સર્વોચ્ચ તાપમાન ૪૬.૨ ડિગ્રી દર્જ થયું હતું. ઉત્તર ભારતના મોટાભાગના


રાજ્યોમાં તાપમાન આગામી બે દિવસમાં ૪૫ ડિગ્રીની નજીક રહેશે અને ભારે લૂનો અનુભવ થશે. હવામાન વિભાગે ઘણાં રાજ્યોમાં હીટવેવની ચેતવણી આપી છે. ૨૪ મે સુધી ઘણાં રાજ્યોમાં તાપમાનનો પારો ઊંચો રહેશે.


બીજી તરફ કેટલાક રાજ્યોમાં હળવો  વરસાદ પણ થયો હતો. પૂર્વોત્તરમાં ઘણાં રાજ્યોમાં વરસાદી ઝાપટાં પડતાં ગરમીથી  રાહત થઈ હતી. આસામ, સિક્કિમ, તમિલનાડુ-કેરળના કેટલાય વિસ્તારો, પશ્ચિમ મધ્યપ્રદેશ વગેરેના અમુક (અનુસંધાન ૭ મે પાને)