જૂન મહિના સુધી ઉનાળામાં કાળઝાળ ગરમીનોપ્રકોપ ચાલુ રહેવાની ધારણા છે
#https://youtube.com/shorts/be3UezS11Qc?feature=share
હવામાન ખાતાએ આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે ત્યારે દેશની ખાનગી હવામાન સંસ્થા સ્કાટમેટ દ્વારા ખેડૂતો માટે ચિંતા વધારે તેવી વિરોધાભાસી ધારણા વ્યક્ત કરાઈ છે. સ્કાયમેટ દ્વારા એવો વરતારો જાહેર કરાયો છે કે આ વર્ષે નૈઋત્યનાં ચોમાસાનું કેરળમાં મોડું આગમન થઈ શકે છે. કે હવામાન ખાતાએ હજી દેશમાં ચોમાસું ક્યારે બેસશે તેની આગાહી કરવાની બાકી છે. સ્કાયમેટનાં સ્થાપક અને ડિરેકટર જતિન સિંહનાં જણાવ્યા મુજબ ૧૮મી મે પછી ઉત્તર ભારતમાં મેઘગર્જના સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ચોમાસાનું દેશમાં આગમન મોડું થશે. જૂન મહિના સુધી ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. આને કારણે ખરીફ પાકનું વાવેતર પણ મોડું થઈ શકે છે. સામાન્ય રીતે દેશમાં ૧ જૂનથી કેરળમાં ચોમાસું શરૂ થતું હોય છે પણ આ વર્ષે તેમાં વિલંબ થઈ શકે છે.
હવામાત ખાતા મુજબ ચોમાસું સામાન્ય રહેશે
દેશના હવામાન ખાતાએ આગાહી કરી છે કે દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ચોમાસાની ૪ મહિનાની મોસમમાં સરેરાશ સામાન્ય વરસાદ પડશે. ખાસ કરીને ઈન્ડિયન ઓસન ડાઈપોલ (IOD)ની સાનુકૂળ અસરો તેમજ ઉત્તર ગોળાર્ધમાં ઓછો બરફ પડવાને લીધે અલ નિનોની સ્થિતિ સર્જાવાની શક્યતા ઓછી છે. દેશમાં લાંબાગાળાની સરેરાશને આધારે ૯૬ ટકા વરસાદ પડી શકે છે. હવામાન ખાતાએ ૫૦ વર્ષની સરેરાશને આધારે ૩૫ ઇંચ વરસાદ પડવાની ધારણા વ્યક્ત કરી છે. ગયા વર્ષે ચોમાસું સામાન્ય કરતા સારું રહ્યું હતું અને ૧૦૬ ટકા વરસાદ પડ્યો હતો. આને કારણે ખરીફ પાકનું ઉત્પાદન વધ્યું હતું.
જૂતથી સપ્ટેમ્બરમાં ૯૪% વરસાદની સંભાવના
સ્કાયમેટનાં જણાવ્યા મુજબ જૂનથી સપ્ટેમ્બરમાં આ વર્ષે ૯૪ ટકા વરસાદ પડી શકે છે. ખાસ કરીને અલ નિનોનીં ખરાબ અસરને કારણે ભારતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે અથવા તો દુષ્કાળ સર્જાઈ શકે છે.
મોછા ચક્રવાત ના કારણે ભાવનગર માં વરસાદી જાપટા
ભાવનગરમાં મંગળવારે સવારથી જ અસહ્ય ગરમી અને બારા બાદ મોડી સાંજે અંદાજે ૬.૪૦ કલાકે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું. મોચા વાવાઝોડાને લીધે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ પડ્યો હતો. જેના કારણે માર્ગો ઉપર પાણી વહેતા થઈ ગયા હતા. ધીમીધારે ૨૦ મીનીટ વરસાદ શરૂ રહ્યો હતો. ત્યાર બાદ ફરીવાર ૮ થી ૮/૩૦ સુધી ધોધમાર વરસાદ ખાબકતા રોડ પર પાણી વહેતા થયા હતા
ભાવનગર શહેરમાં ભારે વચ્ચે સોમવારે સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વરસાદ ખાબક્યો હતો. બરાબર એવા જ સમયે મંગળવારે સાંજે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર વરસાદ શરૂ થતા માર્ગો પરથી પાણી વહેતા થયા હતા. વાતાવરણ એકદમ ઠંડુ બની ગયું હતું
નોંધનીય છે કે, રવિવારે સિઝનનું સૌથી ઊંચું તાપમાન નોંધાયા બાદ બે દિવસમાં વાતાવરણમાં પલટાના કારણે તાપમાન છ ડિગ્રી જેટલું નીચું ગયું હતું. તો ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું હતું. હવામાનમાં પલટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભાવનગર ઉપરાંત બોટાદના રોહિશાળા, બોટાદ અને ગઢડામા વાતાવરણમા પલટો જોવા મળ્યો હતો.
થયા હતા.નોંધનીય છે કે, સોમવાર બાદ મંગળવારે સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી.
રોહિશાળામા ૨૫ વૃક્ષો, ૮ વીજપોલ પડ્યા, વીજળી પડી
બોટાદ તાલુકાના રોહિશાળામાં ભારે પવન સાથે મોટા પાયે નુકશાન થયુ હતુ. રોહિશાળામાં આજે સાંજના સમયે વાવા ઝોડા સથે વરસાદ પડતાં ૨૫ જેટલા વૃક્ષો પડી ગયા હતા. તેમજ ૫ થી ૮ વીજ પોલ પડીગયા હતા. સાથે વીજળી ગુલ થઈ ગઈ છે. બસસ્ટેન્ડ પાસે વીજળી પડતા મઢીને નુકસાન થયું હતુ વરસાદ મોડે સુધી ચાલુ રહ્યોહતો.
૪૮ કલાકમા તાપમાન ૬.૦ ડિગ્રી ડાઉન
ભાવનગરમા ૪૮ કલાકમા તાપમાન ૬.૦ ડિગ્રી ડાઉન થઈ ગયુ હતુ અને ભેજ ૬૨ ટકાએ પહોંચ્યો હતો. મંગળવારે વાદળોના સામ્રાજ્ય વચ્ચે અસહ્ય ઉકળાટ અને બફારાથી ભાવેણાવાસીઓ પરસેવાથી રેબઝેબ બન્યા હતા. દરમિયાન મંગળવારે સાંજે વાતાવરણમા એકાએક પલટો આવ્યા બાદ સાંજે ૬.૪૦ કલાકે વરસાદ શરૂ થયોહતો અને ૮.૩૦ કલાક સુધી ધીમીધારે શરૂ રહ્યો હતો. દિવસનુ તાપમાન ઘટીને ૩૭.૨ ડિગ્રી થઈ ગયુ હતું
0 ટિપ્પણીઓ