વૈશ્વિક બજારો પાછળ ભારતીય બજારમાં સેન્ટિમેન્ટ ખરડાયેલું જોવા મળવા છતાં ગુરુવારે સ્થાનિક બેન્ચ માર્ક્સ ઘટાડાને બેક આપવા માં સફ્ળ રહ્યાં હતાં અને ઇન્ટ્રા-ડે ઊંચી વધ-ઘટાડો જોઈ રહ્યાં છે. કેટલાંક એનાલિસ્ટ્સ ૧૬,૮૦૦ની નીચે ઘટ વચ્ચે પોઝિટિવ બંધ દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ ૭૯ પોઈન્ટ્સના સુધારે ૫૭,૬૩૫ની સપાટીએ જ્યારે બ્રિટાનિયા ૧૩,૪૫ પોઈન્ટ્સ સુધરી ૧૬,૯૮૬ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં નીચા મથાળે ખરીદી પાછળ બ્રેડ્યું પોઝિટિવ જળવાય હતી. નિફ્ટી-૧૦માં સમાવિષ્ટ ૫૦ કાઉન્ટર્સમાંથી ૨૮ અગાઉના બંધ કરતાં સુધા૨ી દર્શાવતાં હતાં. જ્યારે ૨૨ કાઉન્ટર્સ ઘટાડો સૂચવતાં હતાં. બોડ માર્કેટમાં જોકે સ્થિતિ આનાથી વિપરીત હતી. બીએસઈ ખાતે કુલ ૩,૬૪૦ ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી ૨,૧૩૯ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે ૧,૩૮૭ પોઝિટિવ બંધ સૂચવતાં હતાં. ૩૭૦ કાઉન્ટર્સે તેમના વાર્ષિક તળિયાં બનાવ્યાં હતાં. જ્યારે ૫૬ કાઉન્ટર્સ વાર્ષિક ટોચ સૂચવી રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ૦.૫૫ ટકા ઘટાડે ૧૬.૨૧ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો.
બુધવારે યુએસ માર્કેટ્સ તેમના ઈન્ટ્રા-ડે લો પરથી નોંધપાત્ર રિકવરી દર્શાવી પરત ર્યાં હતાં. જેની પાછળ એશિયન બજારોમાં સુધારો અપેક્ષિત હતો. જોકે તેનાથી વિપરીત મોટાભાગના એશિયન બજારો ૨ ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જોકે તેમ છતાં ભારતીય બજાર પોઝિટિવ શરૂઆત દર્શાવી દિવસ દરમિયાન બે બાજુ વધ-ઘટ દર્શાવતું રહ્યું હતું. આખરે તે ટોકન પોઝિટિવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે ૧૭,૦૬૨ની ટોચ બનાવી હતી. જ્યારે નીચે ૧૬,૮૫૦નું તળિયું દર્શાવ્યું હતું. જોકે બીજા સત્રમાં તે ૧૭ હજારની નીચે બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી કેશની સામે નિફ્ટી ફ્યૂચર ૮૪ પોઈન્ટ્સના પ્રીમિયર્મ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્ર દરમિયાન જોવા મળતાં ૬૬ પોઈન્ટ્સના પ્રીમિયમ સામે સુધારો દર્શાવતો હતો. આમ, માર્કેટમાં શોર્ટ કવરિંગના સંકેતો મળી રહ્યાં છે. જે આગામી દિવસોમાં બજારમાં સુધારાની ચાલ જાળવી શકે છે. જોકે ટેનિકલ
એનાલિસ્ટ્સ માર્કેટને લઈ ખાસ પોઝિટિવ નથી. તેમના મતે નિફ્ટીમાં બાઉન્સ ટકી શકતો નથી. જે બજારમાં વધ-ઘટે ટ્રેન્ડ મંદીનો જળવાશે તેમ દર્શાવે છે. તેઓ ૧૬,૮૦૦ની નીચે વધુ તીવ્ર ૧૫,૨૦૦ સુધીનો ઘટાડો બોલતાં પણ ખચકાઈ રહ્યાં નથી. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરી પાડનારા મહત્ત્વના કાઉન્ટર્સમાં બીપીસીએલ ૬ ટકાથી વધુ ઊછળ્યો હતો. આ ઉપરાંત નેસ્લે, એશિયન પેઈન્ટ્સ, એચયુએલ, ટાઈટન કંપની, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પોરેશન, સન ફાર્મા, બ્રિટાનિયા અને એસબીઆઈનો સમાવેશ થાય છે, બીજી બાજુ માર્કેટમાં ઘટાડો દર્શાવવામાં મેટલ શેર્સ ટોચ પર હતાં. હિંદાલ્કો ૫.૨૨ ટકા સાથે નિફ્ટી શેર માં સૌથી વધુ ઘટ્યો હતો. આ ઉપરાંત તાતા સ્ટીલ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ, એચડીએક્સી લાઈફ, ઈન્ફોસિસ, યુપીએલમાં પણ નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એએમસીજી, એનર્જી, ફાર્મા, રિઅલ્ટી, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. જયારે મેટલ અને આઈટીમાં વેચવાલી નીકળી હતી. નિફ્ટી એએમસીજી ઈન્ડેક્સ ૧.૨ ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં સૌથી વધુ સુધ૨વામાં ગોદરેજ કન્ઝ્યુમર ટોચ પર હતો. આ ઉપરાંત નેસ્લે, ડાબર ઈન્ડિયા, એચયુએલ, યુનાઇટેડ સ્પિરિટ્સ, બ્રિટાનિયામાં પણ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ એક ટકા પોઝિટિવ બંધ રહ્યો હતો, જેમાં બીપીસીએલ અને એચપીસીએલ છ ટકાથી વધુ ઊછળ્યાં હતાં. જ્યારે બીજી બાજુ અદાણી ગ્રીન એનર્જી, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈઓસી અને એનટીપીસી પણ પોઝિટિવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ ૧.૧ ટકા સુધારો સૂચવતો હતો. જેમાં ડીએલએ૪.૨ ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ડિયાબુલ્સ રિઅન્ટી, પ્રેસ્ટિજ એસ્ટેટ, ગોદરેજ પ્રોપર્ટી, ઓબેરોય પ્રોપર્ટીમાં સુધારો જોવા મળતો હતો. જોકે સનટેક રિઅલ્ટી, સોભા, બિગેડ, ફિનિક્સ જેવા રિઅલ્ટી કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેકસમાં પણ મજબૂતી જોવા મળી હતી અને તે એક ટકા આસપાસ સુધારો દર્શાવી રહ્યો હતો
0 ટિપ્પણીઓ