રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આ સિસ્ટમને કારણે આજે સવારધી જ વાદળછાંયુ વાતાવરણ સર્જાયું હતું. દિવસભર વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઠંડકનો અહેસાસ થયો હતો. મોડી સાંજે શહેરના વિવિધ વિસ્તારમાં છાંટા પડ્યા હતા. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ વાતાવરણ યથાવતૂ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે અને ભારે પવન ફૂંકાશે સાથે ગાજવીજ અને કરા પડવાની પણ શકયતા છે. રાજ્યમાં મહત્તમ તાપમાન ૨ થી ૪ ડિગ્રી પારો ગગડશે તો લઘુતમ તાપમાન ૨ થી ૪ ડિગ્રી ઊંચું આવશે. નોંધનીય છે કે, માવઠાના મારથી ખેડૂતો પરેશાન છે અને હજુ પણ આગામી ચાર દિવસ તો વાતાવરા યથાવત્ રહેવાનું છે. ત્યારે ખેડૂતોને તૈયાર થયેલા પાકને યોગ્ય જગ્યા પર રાખી દેવા માટે સૂચના આપવામાં આવી છે.

સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી બુધવારે રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં વાદળિયું વાતાવરણ રહ્યું હતું. અમદાવાદમાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે વિવિધ વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વાહનચાલકોએ લાઇટો ચાલુ રાખીને વાહન હંકારવું પડ્યું હતું. આજે અમદાવાદનું મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્યથી ઓછું રહેતા દિવસભર ઠંડક વર્તાઇ હતી, મોડી સાંજે પવન ફૂંકાયો હતો અને કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં આવો જ માહોલ રહેવાની વકી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે ઝાપટાં પડ્યા હતા, જેમાં ખાસ પાકને કરીને કચ્છ, મોરબી, બોટાદ, ડાકોર, સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લામાં વરસાદ પડ્યો હતો. બોટાદમાં મોડી સાંજે વીજળીના કડાકાભડાકા સાથે માવઠું વરસતા ખરીફ પાકને નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત કચ્છમાં ભુજ, અંજાર, રાપર, ભચાઉ, માંડવી-મુન્દ્રા અને નખત્રાણા છુટાછવાયા ઝાપટા પડતા કેસર કેરી, દાડમ સહિતના બગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી. રાજકોટ, મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલીસવારે કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતો એ તૈયાર કરેલો રવિ પાક ને નુક્સાન થાય તેની ચિંતા જોવા મળી હતી, નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકામાં ૧૫ દિવસામાં ત્રીજા વાર કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પંચમહાલ-દાહોદ- ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા વરસ્યાપ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે ઝાપટાં પડ્યા હતા, જેમાં ખાસ પાકને કરીને કચ્છ, મોરબી, બોટાદ, ડાકોર, સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લામાં વરસાદ પડ્યો હતો. બોટાદમાં મોડી સાંજે વીજળીના કડાકાભડાકા સાથે માવઠું વરસતા ખરીફ પાકને નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત કચ્છમાં ભુજ, અંજાર, રાપર, ભચાઉ, માંડવી-મુન્દ્રા અને નખત્રાણા છુટાછવાયા ઝાપટા પડતા કેસર કેરી, દાડમ સહિતના બગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી. રાજકોટ, મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતો એ તૈયાર કરેલો રવિ પાક ને નુક્સાન થાય તેની ચિંતા જોવા મળી હતી, નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકામાં ૧૫ દિવસામાં ત્રીજી વાર કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પંચમહાલ-દાહોદ- ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા વરસ્યા હતા. સુરેન્દ્રનગર શહેર અને થાનમાં બુધવારે મોડી સાજે વરસાદી ઝાપટુ વરસ્યુ હતું. અહીં જીરૂ, ઘઉં, વરીયાળી જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ડાકોરમાં પણ માવઠાની અસર જોવા મળતા ખેડૂતો ચિંતિત થયા હતા. હતા. સુરેન્દ્રનગર શહેર અને થાનમાં બુધવારે મોડી સાજે વરસાદી ઝાપટુ વરસ્યુ હતું. અહીં જીરૂ, ઘઉં, વરીયાળી જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ડાકોરમાં પણ માવઠાની અસર જોવા મળતા ખેડૂતો ચિંતિત થયા હતા.


#આગમી દિવસો માં વરસાદ પડી શકે છે


૧૬ માર્ચે ગાજવીજ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા ડાંગ, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાની સંભાવના છે. 

૧૭ માર્ચે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાધી નગર મહીસાગર, મહેસાણા, છોટાઉદેપુર, ડાંગ નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા, વલસાડ અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે. 

૧૮ માર્યે દાહોદ, ડાંગ, નવસારી, તાપી, વલસાડ અમરેલી અને જૂનાગઢ તયા દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની સંભાવના છે. 

જેની રાજ્યના ૭ જિલ્લામાં ૧૯ માર્ચ સવારે સાડા આઠ વાગ્યા સુધી માવઠાની શક્યતા છે.