મહેસાણા : ચાવડાઓના વંશજ મેસોજી ચાવડાએ મહેસાણા વસાવ્યું.
મહેસાણામાં ‘‘સીમંધર જૈન દેરાસર’’ ઉપરાંત 72 કોઠાની વાવ જાણીતી છે. આ ઉપરાંત દૂધસાગર ડેરી આવેલી છે.
મહેસાણા શહેરની પાસે “શંકુઝ વૉટર પાર્ક’ આવેલો છે.
મોઢેરા - પ્રાચીન નામ “ભગવદ્ ગામ” પુષ્પાવતી નદીના કિનારે આવેલા મોઢેરા ખાતે રાજા ભીમદેવ પહેલાએ બંધાવેલું સૂર્યમંદિર આવેલું છે જે કર્કવૃત્તરેખા પર જ આવેલું છે.
મંદિરની સામેની બાજુએ ‘રામકુંડ’ આવેલું છે. આ ઉપરાંત મોઢજ્ઞાતિની કુળદેવી મોઢેશ્વરી માતાનું મંદિર આવેલો છે. અહીં દર વર્ષે ‘‘જાન્યુઆરી’’ માસમાં ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે.
જેમાં સરકારશ્રી દ્વારા શાસ્ત્રીય નૃત્યનો પ્રોગ્રામ રાખવામાં આવે છે.
તારંગાઃ ′′બૌદ્ધદૈવી “તારા’’ની મૂર્તિ મળી આવવાથી આ ડુંગરનું નામ “તારંગા’’ પડ્યું. તેને “તારણદુર્ગ” અથવા “તારણગીરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કુમારપાળના સમયમાં બંધાયેલું જૈન દેરાસર આવેલું છે.
જેમાં એક જ શિલામાંથી કોતરાયેલી અજિતનાથની મૂર્તિ આવેલી છે.
આ ઉપરાંત તારણમાતાનું મંદિર આવેલું છે. તારંગા ડુંગરમાં “જોગીડાની ગુફા’ આવેલી છે, જયાં બૌદ્ધ મૂર્તિઓ આવેલી છે.
તારંગાની પાસે જ ધરોઈ બંધ બાંધવામાં આવ્યો છે.
ઊંઝા :- ગુજરાતનું મસાલાનું શહે૨,
જીરું, વરિયાળી અને ઈસબગોલનું વિશ્વનું સૌથી મોટું બજાર આવેલું છે.
કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે.
મીરાંદાતાર (ઉનાવા) :- ઊંઝાની નજીક મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ મીરાંદાતાર આવેલું છે, જે પુષ્પાવતી નદીના કિનારે છે.
વડનગર :- પ્રાચીન નામ “અનંતપુર”,“આનર્તપુર”, “આનંદપુર” અથવા ‘‘ચમત્કારપુર” વગેરે નામથી જાણીતું.
વડનગર નાગરોનું અધિસ્થાન. અહીં નાગર જ્ઞાતિના કુળદેવતા
‘‘હાટકેશ્વર મહાદેવ’નું મંદિર આવેલું છે. ‘‘શર્મિષ્ઠા તળાવ’’ અને ‘શામળશાની ચોરી’ (તોરણો) આવેલાં છે.
શહેરમાં 6 દરવાજા આવેલા છે. જેમાં અર્જુનબારી દરવાજામાં આવેલો શિલાલેખ વડનગરની સમૃદ્ધિની માહિતી આપે છે. આ ઉપરાંત કીર્તિસ્તંભ પણ આવેલો છે.
ચીની યાત્રાળુ હ્યુ - એન - ત્સાંગે પણ વડનગરની મુલાકાત લીધી હતી.
વડનગરમાં તાના - રીરીની સમાધિ આવેલી છે, જ્યાં દર વર્ષે શિયાળામાં રાજ્ય સરકાર દ્વારા “તાના - રીરી સંગીત મહોત્સવ” નું આયોજન કરવામાં આવે છે.
બહુચરાજી:- ભારતમાં આવેલી 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ, જ્યાં બહુચરાજી માતાનું મંદિર આવેલું છે.
બહુચરાજીનું મૂળ સ્થાનક નજીકમાં આવેલ ‘શંખલપુર’ છે.
બહુચરાજી ખાતે વ્યંડળોની ગાદી આવેલી છે. ગુજરાતમાંથી ઘણાં કુટુંબો બાળકોની બાબરી ઉતરાવવા અહીં આવે છે.
ચૈત્રી પૂનમના રોજ બહુરાજીનાં મંદિરે લોકમેળો ભરાય છે.
ગરબા લખનાર દેવીભક્ત વલ્લભમેવાડાનું ઘર બહુચરાજીમાં આવેલું છે.
શક્તિપીઠ :- દક્ષના યજ્ઞમાં શિવનું અપમાન થતાં સતીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો અને યજ્ઞની અગ્નિમાં પોતાની આહુતિ આપી.
આથી ક્રોધિત થયેલા શિવે સતીના બળી ગયેલા મૃતદેહને ખભા પર ઊંચકી તાંડવનૃત્ય કર્યું.
શિવના આ તાંડવનૃત્યને રોકવા વિષ્ણુએ સુદર્શનચક્ર દ્વારા સતીના મૃતદેહના 51 ટુકડા કર્યા.
આ 51 ટુકડા જ્યાં પડ્યાં ત્યાં આજે 51 શક્તિપીઠો આવેલી છે.
ગુજરાતમાં શક્તિપીઠ :- ગુજરાતમાં મુખ્યત્વે ત્રણ શક્તિપીઠો આવેલી છે. (1) અંબાજી (2) પાવાગઢ (૩) બહુચરાજી
લાંઘણજ :- લાંઘણજ ખાતેથી રોબર્ટ બ્રુસ ફૂટે ઈ.સ.1893 માં પ્રાગૈતિહાસિક યુગના અવશેષો શોધી કાઢ્યા હતા. જેમાં ડેન્ટેલિમ દરિયાઈ પ્રાણીના અવશેષો, ચશ્મછરા અને ચશ્મકુઠાર જેવા પથ્થરના ઓજારો મળી આવ્યાં છે.
વિસનગર : - પ્રાચીન નામ “વિસલનગર’’, જેને વાઘેલા વંશના સ્થાપક વિસલદેવે વસાવેલું અને વિસનગરા બ્રાહ્મણોનું મૂળ વતન છે.
તાંબા - પિત્તળના વાસણો માટે જાણીતું છે.
વિસનગર પાસે આવેલા ખંડોસણ ગામે સર્વમંગલા દેવીનું મંદિર જોડિયા મદિરો આવેલાં છે.
આસજોલ :- સમગ્ર ભારતમાં એકમાત્ર કુંતામાતાનું મંદિર આસજોલ ખાતે આવેલું છે.
વણપુર : - તેનું મૂળનામ ‘ વેણપુરા ” છે.
જ્યાં પ્રસિદ્ધ જોગણીમાતાનું મંદિર આવેલું છે.
વિજાપુર :- શ્રીમદ્ બુદ્ધિસાગરજી દ્વારા સ્થાપિત પ્રસિદ્ધ જૈન દેરાસર આવેલું છે.
ખેરવા :- પ્રાચીન શિવમંદિર ઉપરાંત ગણપતિ અને હનુમાનજીની મૂર્તિઓ સામસામે હોય તેવા મંદિરના અવશેષો છે.
પ્રસિદ્ધ ગણપત યુનિવર્સિટી આવેલ છે.
ઐઠોર - પ્રાચીન નામ “અરાવતી”, “અધિ” ઐઠોર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે.
ગણપતિનું મંદિર આવેલું છે.
ભોંયણી :- જાણીતું જૈનતીર્થ ધામ છે જ્યાં ભગવાન શ્રી મલ્લિનાથની મૂર્તિ આવેલી છે.
કડી :- પ્રાચીન નામ “નિપુર”
કડીમાં ઐતિહાસિક કિલ્લાના અવશેષો આવેલા છે જેને સૈય્યદ મુરતાઝખાન બુખારીએ બંધાવ્યો હતો. તે સમયે કડી
“રસૂલાબાદ” તરીકે ઓળખાતું હતું.
0 ટિપ્પણીઓ