જોવાલાયક સ્થળો :
પાટણ : - વનરાજ ચાવડાએ ઈ.સ.746 માં 28 માર્ચના રોજ ‘‘અણહિલપુર પાટણ'ની સ્થાપના કરી હતી.
વનરાજ ચાવડાએ બંધાવેલ જૈન પંચાસરા મંદિર' જેમાં વનરાજ ચાવડા અને તેના મામા સૂરપાલસિંહ ઝાલાની મૂર્તિ આવેલી છે.
આ ઉપરાંત તેમાં જૈનોના તીર્થંકર પારસનાથની પણ મૂર્તિ આવેલી છે.
ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ પાટણમાં ‘રાણકી વાવ’ બંધાવી છે.
સિદ્ધરાજ જયસિંહે પાટણમાં સહસ્ત્રલિંગ સરોવર બંધાવ્યું હતું. જેના કિનારે 1008 શિવલિંગો હતાં.
પાટણમાં ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર’’ આવેલું છે. જેનું ઉદ્ઘાટન ઈ.સ.1939 માં કનૈયાલાલ મુનશીએ કર્યું હતું.
આ ઉપરાંત “હેમચંદ્ર સ્મારક’’ આવેલું છે.
હરિહરેશ્વર મંદિર પાસે “બ્રહ્મકુંડ” નામનું અષ્ટકોણીય સરોવર આવેલું છે.
પાટણનાં ‘‘પટોળાં’’ પ્રખ્યાત છે. આ ઉપરાંત ‘‘માટીનાં રમકડાં’’ પણ પ્રખ્યાત છે.
સિદ્ધપુર ઃ- પ્રાચીન નામ – “દ્ધિક્ષેત્ર”, “શ્રી સ્થળ’
સિદ્ધપુરમાં માતૃશ્રાદ્ધ માટે જાણીતું બિંદુ સરોવર આવેલું છે. આથી સિદ્ધપુર “માતૃગયા” કહેવાય છે.
પરશુરામે બિંદુ સરોવરમાં માતૃશ્રાદ્ધ કર્યું હતું.
મૂળરાજ સોલંકીએ અહીં ‘‘રૂદ્રમહાલય’’ બંધાવ્યો હતો. જેનો સિદ્ધરાજ જયસિંહ દ્વારા જીણોદ્ધાર કરવામાં આવ્યો.
ઇન્ટરનેટના ઉપયોગથી અંતિમસંસ્કારના ઓનલાઇન દર્શન કરાવતું ગુજરાતનું સૌપ્રથમ સ્મશાનગૃહ સિદ્ધપુરમાં શરૂ થયું હતું.
કપિલ મુનિનો આશ્રમ સિદ્ધપુરમાં આવેલો છે.
“હંસાઉલી” પદ્યકથાના રચયિતા અને ભવાઈના પિતા અસાઈત ઠાકર સિદ્ધપુરના શ્રીમાળી બ્રાહ્મણ હતા.
ચાણસ્મા (દેલમાલ) :- ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે દાઉદી વોરા સમાજની હઝરત હસનપીરની દરગાહ આવેલી છે
શંખેશ્વર :- પ્રાચીન નામ - શંખપુર
અહીં પાર્શ્વનાથજીનું જૈન મંદિર આવેલું છે.
શેલાવી :- ચાણસ્મા નજીક આવેલા શેલાવીમાં દાઉદી વોરા કોમની દરગાહ આવેલી છે.
0 ટિપ્પણીઓ