ચાર્જિંગ કરતા સમયે ગેમ રમવી : ચાર્જિંગ કરતા સમયે ગેમ રમવી સામાન્ય રીતે ગેમ રમતા યૂઝર્સ ગેમ રમતાં રમતાં તેમની બેટરી લૉ થઇ જતી હોય છે તેવા સમયે તે ચાલુ ગેમમાં જ પોતાના ફોનને ચાર્જિંગમાં મૂકી દેતા હોય છે. ફોન ચાર્જમાં મૂકી દે છે ત્યાં સુધી તો ઠીક છે પણ ફોન ચાર્જિંગમાં ભરાવેલો હોય છે અને ગેમ પણ રમતા હોય છે.આવા સમયે એટલે કે ગેમ રમતા સમયે અને સાથે સાથે ચાર્જિંગ થવાથી બંને પ્રક્રિયામાં ફોનમાં સૌથી વધુ હિટ એમિટ થતી હોય છે.તેથી આગળ જતા બની શકે કે કોઇ દુર્ઘટના બની શકે છે.જેમાં ફોન બ્લાસ્ટ કે ડિસ્ટ્રોય થઇ શકે છે.અને તમારા હાથમાં જ ફોન હોય તો હાથને પણ નુકસાન પહોંચી શકે છે તેથી ચાર્જિંગ કરતા સમયે ગેમ રમવી ખૂબ જ જોખમકારક સાબિત થઇ શકે છે. માટે ફોનના ચાર્જિંગ સમયે માત્ર ફોનને ચાર્જ કરવાનું પ્રાધાન્ય આપવું.
કોઈ પણ ચાર્જર યૂઝ કરવું ઘણા લોકોને એવી આદત હોય છે તે કોઇ પણ એડપ્ટર કે કોઇ પણ ચાર્જરથી પોતાનો ફોન ચાર્જ કરતા હોય છે, કારણ કે કેટલાક ચાર્જરો ખૂબ જ હલકી ક્વોલિટીનાં હોય છે જે તમારા ફોનને સંપૂર્ણ કે આંશિક રીતે નુકસાન પહોંચાડતાં હોય છે, કારણ કે દરેક સ્માર્ટફોન માટે કે દરેક ફોન માટે અલગ અલગ ચાર્જિંગ કેપેસિટી હોય છે. અલબત્ત, કેટલાક ૨૫ ચાર્જિંગને સપોર્ટ કરતા હોય છે તો કેટલાક ૧૫૦W ને સપોર્ટ કરતા હોય છે.તેથી જેતે ફોન માટે જે ચાર્જર અનુકૂળ હોય તે જ ચાર્જરથી ફોન ચાર્જ કરવો જોઇએ,અન્ય ચાર્જરથી ફોન ચાર્જ ન કરવો જોઇએ.ટૂંકમાં, ફોનને મર્યાદિત સમય સુધી જ ચાર્જિંગમાં મૂકવો જોઇએ અને ફોનને સંપૂર્ણ ૧૦૦ ટકા ચાર્જ ન કરવો જ હિતાવહ છે તેમજ ચાલુ ફોને ચાર્જિંગ ક્યારેય ન કરવું અને ગેમ રમતા સમયે પણ ફોનને ચાર્જિંગમાં ન રાખવો જોઇએ. જો આમ ઉપરોક્ત તમામ બાબતને ધ્યાને ધરવામાં આવશે તો જાનહાનિ અને માલહાનિ ઓછી થશે.
લાંબા સમય સુધી ફોનને ચાર્જ કરવો જો તમે પણ અન્ય ફોનધારકની જેમ લાંબા સમય સુધી ફોન ચાર્જ કરતા હો તો તમારી સાથે પણ ફોન બ્લાસ્ટની ઘટના બની શકે છે. આજકાલ ઘણાય ફોનમાં પાવર ડિસકનેક્ટનો ઓપ્શન મળતો હોય છે, પણ તે મોટાભાગના હેન્ડસેટમાં હોતું નથી અને આ ફીચર મોંઘા ફોનમાં જ જોવા મળતા હોય છે. તેવામાં જો તમે કલાકો સુધી ફોન ચાર્જ કરશો તો ફોનમાં વધુ ગરમી રિલીઝ થશે. અને તે કારણોથી તમારા હેન્ડસેટનું મધરબોર્ડ પણ ખરાબ થઇ શકે છે. તો કેટલાક બનાવોમાં ફોન બ્લાસ્ટ પણ થઇ શકે છે.જ્યારે પણ આપણે ફોનને ચાર્જિંગ પર મૂકીએ છીએ ત્યારે તે આપણને એસ્ટિમેટેડ ટાઇમ પણ દેખાડે છે અને તે સમયે જ આપણે આપણા ફોનને ચાર્જરમાંથી નિકાળી દેવો જોઇએ,કારણ કે કેટલાક લોકોની માનસિકતા એવી હોય છે કે ફોનની બેટરી ૧૦૦ ટકા ચાર્જ જ થવી જોઇએ, તો કેટલાક લોકો એવા પણ હોય છે કે ૭૦ થી ૮૦ ટકા બેટરી ચાર્જ થઇ હોવા છતાં પણ ફરીથી તેને ૧૦૦ ટકા કરવા માટે ફોનને ચાર્જિંગમાં મૂકતા હોય છે. આમ કરવાથી ફોનને નુક્સાન પહોંચતું હોય છે અને ચાર્જરને પણ પારાવાર નુકસાન થતું હોય છે.માટે ફોન ૭૦ થી ૮૦ ટકા ચાર્જ થાય તો સત્વરે તેને ચાર્જિંગમાંથી કાઢી નાખવો જોઇએ .
0 ટિપ્પણીઓ