સામન્ય રીતે ઓનલાઇન પ્રેઝનસ માટે પાસવર્ડ ની અગત્યતા નો અદાજ સૌ કોઈ યુઝર ને જાણ હોય છે જ. કોઇ પણ એકાઉન્ટ ના પાસવર્ડ બનાવતી વખતે તમારે કેટલીક ભૂલો ન કરવી જોઇએ. અલબત્ત,પાસવર્ડ બનાવતી વખતે ખાસ ચીવટ રાખવી જ હિતાવહ છે. જો તમને લાગે છે.કે પાસવર્ડને સિક્યોર રાખવા માટે તમે પાસવર્ડ મેનેજર એપ યૂઝ કરીને હેકિંગથી બચી જશો તો તે ખોટું છે, કારણ કે હેકર્સ દ્વારા પાસવર્ડ મેનેજર પણ હેક કરવામાં આવે છે. જેનું તાજું ઉદાહરણ LastPass છે, જેના કેટલાક ટેક્નિકલ ઇન્ફોર્મેશન અને સોર્સ કોડ ચોરી થઇ ગયા છે. માટે જ યૂઝર્સે તે જાણવું ખાસ જરૂરી છે કે પાસવર્ડ બનાવતી વખતે કઇ ભૂલ ન કરવી અને કર્યાં પગલાં ભરવાં જરૂરી છે. જો તમે પોતાનો પાસવર્ડ સુરક્ષિત રાખવા માટે કોઇ એપનો સહારો લીધો હોય અને તે એપથી પાસવર્ડ લીક થઇ જાય તો શું થઇ શકે છે ? આ ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ કહેવાય અને તે તાજેતરમાં જ પોપ્યુલર એપ LastPass માટે થયું છે અને તેને હેક કરવામાં આવ્યું છે.LastPass દુનિયાના સૌથી મોટા પાસવર્ડ મેનેજરમાંથી એક માનવામાં આવે છે. જેની સર્વિસ વિશ્વભરના લોકો લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે LastPas ના ૨૫ મિલિયન યૂઝર્સ છે અને કંપનીએ કન્ફર્મ પણ કર્યું છે કે તે હેક થયું છે.
LastPass ના સીઇઓએ જણાવ્યું છે કે, LastPass ના ટેક્નિકલ ઇન્ફોર્મેશન અને સોર્સ કોડને ચોરી કરી લેવામાં આવ્યા છે. જોકે, કંપની તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ બાબતનાં કોઇ પ્રમાણ નથી મળ્યાં કે યૂઝર્સના ડેટા અને એન્ક્રિપ્ટેડ પાસવર્ડ વોલ્ટ ચોરી થયા છે. ટૂંકમાં, પાસવર્ડ બનાવતી વખતે યૂઝર્સે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.
પાસવર્ડ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
1 એવું જોવામાં આવ્યું છે કે, યૂઝર્સ અલગ અલગ એકાઉન્ટનો પાસવર્ડ એક જ રાખે છે, જે સૌથી મોટી અને ગંભીર ભૂલ છે, કારણ કે જો હેકર્સના હાથમાં કોઇ એક એકાઉન્ટનો પાસવર્ડ પણ હાથ માં આવી જાય તો સમજો તમારાં તમામ એકાઉન્ટ હેક થઇ શકે છે.
2 ગૂગલના એક સર્વે પ્રમાણે ૫૦ ટકાથી પણ વધુ યૂઝર્સ મલ્ટિપલ એકાઉન્ટ્સના એક જ પાસવર્ડ રાખે છે,જેથી તેમને યાદ કરવામાં સરળતા રહે.જેને પાસવર્ડ રિસાઇ ક્લિંગ પણ કહેવામાં આવે છે જે જેતે યૂઝર્સ માટે જોખમ સાબિત થઇ શકે છે .
• પાસવર્ડ બનાવતી વખતે સ્પેશિયલ કેરેક્ટર યૂઝ ન કરવો પણ જોખમી છે, કારણ કે જો તમે પાસવર્ડમાં કોઇ સ્પેશિયલ કેરેક્ટર્સ યૂઝ નથી કરતા તો પાસવર્ડ હેકિંગના ચાન્સીસ વધુ રહે છે
4 પાસવર્ડમાં પોતાની કોઇ પણ પર્સનલ ડિટેલ ન રાખવી જોઇએ.જેમ કે, શહેરનું નામ, ઓફિસનું નામ કે તમારો વિસ્તાર. તેમ રાખવાથી પણ સાઇબર ગેંગ સક્રિય થઇ જાય છે અને તમારા પાસવર્ડ હેક કરી શકે છે.
5 પાસવર્ડ ને કોઇની સાથે શૅર ન કરવો કે ન તો પાસવર્ડ તમારી નોટ માં લખો. બની શકે કે તે પાસવર્ડ તરત નહિ પણ સમય જતાં કોઈ ના હાથ માં આવી શકે છે.
0 ટિપ્પણીઓ