વડાપ્રધાન પહેલી ઓક્ટોબરે દેશમાં 5G સેવાઓ લોન્સ કરવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ TRAI ના સિલ્વર જ્યુબિલી સમારંભમાં 5 G ટેસ્ટબેડ લોન્ચ કર્યું ભારતમાં પહેલી ઑક્ટોબરે દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાનાર ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5G સેવાઓ લોન્ચ કરશે. આજે વડા પ્રધાને TRAI ના સિલ્વર જ્યુબિલી સમારંભમાં 5G ટૅસ્ટબૅડ લોન્ચ કરતાં કહ્યું કે દેશમાં જ તૈયાર થયેલું 5G ટૅસ્ટબૅડ રાષ્ટ્રને સમર્પિત કરવાની તક મળી એ બદલ ગર્વ છે. આ ટૅલિકૉમ ક્ષેત્રમાં ક્રિટિકલ અને આધુનિક ટૅક્નોલોજીની આત્મ નિર્ભરતાની દિશામાં મહત્ત્વનું પગલું છે. આ ટૅસ્ટબૅડ લોન્ચ થવાના કારણે દેશમાં 5-G સેવાઓ ચાલુ કરી શકાશે. એશિયામાં સૌથી મોટું ટેલિકોમ્યુનિકેશન, મીડિયા અને ટેક્નિકલ મંચ ગણાતા ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ(IMC)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 1ઓક્ટોબરે 5G સેવાનો આરંભ થઈ જશે. સરકારે 5G ઑપરેટરોને ટૂંક સમયમાંજ 80% ટકાકવરેજનું લક્ષ્ય આપ્યું છે. 5G ચાલુ થતાં યૂઝર્સને ઇન્ટરનેટમાં દસ ગણી સ્પીડ મળશે. IMC નું આયોજન ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.કેન્દ્રના ટેલિકોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ ઈન્ફર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ વિભાગ ના પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગયા અઠવાડિયેજ 5G ના કારણે લોકોને રેડિયેશનનું નુકસાન થવાની આશંકા નાબૂદ કરતાં કહ્યું કે 5G ના રેડિયેશનનું સ્તર WHO ના માન્ય સ્તર કરતાં ખૂબ ઓછું છે. http Aaj tak news