પર્યાવરણ સુરક્ષા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે . મોદી સરકારે ૧ જુલાઈથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે . કેન્દ્ર સરકારે મંગળવારે જાહેરાત કરી હતી કે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવા માટે રાષ્ટ્રીય અને રાજ્યના સ્તરે કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવશે . સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ગેરકાયદેસર નિર્માણ , આયાત , સ્ટોરેજ , વિતરણ અને વેચાણ પર રોક લગાવવા માટે સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવશે           
       કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી . મંત્રાલયે કહ્યું હતું કે કઈ રાજ્ય સરકારોને જણાવી દેવામાં આવ્યું છે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં પણ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મોકલી નહીં શકાય . મંત્રાલયના નિવેદનમાં કહેવાયું હતું કે , સિંગલ યૂઝ પ્લાસ્ટિકની પર્યાવરણ પર ખૂબ જ ખરાબ અસર પડે છે . સમુદ્રી પ્રકૃતિ પણ તેનાથી પ્રભાવિત થાય છે . સિંગલ યૂઝ પ્લાસ્ટિકને કારણે વધતું પ્રદૂષણ માત્ર ભારત જ નહીં બલકે ઘણાં દેશો માટે પડકાર બનેલું છે . ઉલ્લેખનીય છે કે સરકાર ઘણીવાર પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કરી ચૂકી છે . પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર તેની ખાસ અસર જોવા મળી નથી . નાના વેપારીઓ પર સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા લાગ્યા હતા . સરકારના આ નવા નિર્ણયથી લગભગ ૧ લાખ નાના એકમો બંધ થઈ જશે .

કઈ કંઈ પ્લાસ્ટિક ની વસ્તું  પર પ્રતિબંધ લાગશે 

જે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના સામાન પર પ્રતિબંધ લાગશે તેની યાદી નીચે પ્રકારે છે.

પ્લાસ્ટિક સ્ટિક્સ ફુગ્ગા માટે વપરાતી પ્લાસ્ટિક સ્ટિક , 

પ્લાસ્ટિકના ઝંડા કેન્ડી સ્ટિક્સ, 
આઇસક્રીમ સ્ટિક,
 શણગાર માટે વપરાતું થર્મોકોલ, 
પ્લાસ્ટિકની પ્લેટ ,
 ગ્લાસ ,
 કપ , 
મીઠાઈના ડબ્બા પર લપેટવામાં આવતું પારદર્શક પ્લાસ્ટિક,
પ્લાસ્ટિકની ચમચી,, 
છરી ,
 સ્ટ્રો , 
ટ્રે , 
ઇન્વિટેશન કાર્ડ , 
સિગારેટના પેકેટ , 
૧૦૦ માઇક્રોન કરતા પાતળા પીવીસી બેનર્સ વગેરે .

જો પ્રતિબિંધ હોવા છતા વાપરવા થી શું કાયદાકીય કાર્ય થસે.
ભારતમાં પ્રદૂષણને નુકસાન કરનારાંને સજા કરવા માટે ઓન્વાયર્મેન્ટ પ્રોટેક્શન ૧૯૮૬ અમલમાં છે . આ કાયદા હેઠળ પાંચ વર્ષ સુધીની જેલની સજા તથા એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને દંડ - જેલ બંનેની સજાની જોગવાઈ છે . સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિયમનો ભંગ કરનારને પણ આ કાયદા હેઠળ સજા થશે.મોદી સરકારે ૨૦૨૨ ના અંત સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધનો સંકલ્પ પણ કરેલા છે